SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ આજને યથાર્થ માર્ગ : ભૂદાન [૬] એક વાત મારે સ્પષ્ટ કહેવી જોઈએ કે સામુદાયિક પદયાત્રાના મૂળમાં વિનોબાજી છે. હું તેમને કઈ રીતે જોઉં છું તે તમને કહે. મારા વ્યવસાય અભ્યાસ, ચિંતન અને પરિશીલન છે. તમે જેમ પ્રત્યક્ષ કાર્ય કરે છે તેમ હું નથી કરી શકતે, ક્તાં અભ્યાસ મારફતે હું વિનેબાજીને જાણું છું. તેમના પ્રત્યે મારી જે શ્રદ્ધા છે તે જાગરૂક શ્રદ્ધા છે. હું ઘણીવાર જોઉં છું કે ગાંધીજી પછી એવી કઈ વ્યક્તિ છે કે જેને દેશની આટલી બધી પડી હોય? જવાહરલાલજી ઘણા ઉજાગરા કરે છે, એરોપ્લેનમાં દેડા કરે છે, ખૂબ મહેનત કરે છે તે વાત સાચી છે. પણ ગાંધીજીની કાય પદ્ધતિને જે કેઈએ યોગ્ય વિકાસ કર્યો હોય તે તે વિનેબાજીએ-અને તે પણ કોઈ મોટી સંસ્થાની કે મોટા માણસની મદદ વગર. ગાંધીજીની પ્રણાલી એવી હતી કે તેઓ નાનામાં નાની બાબત તરફ બહુ ધ્યાન આપતા. અલબત્ત, મેટામાં મોટી યોજનાઓ પણ થતી, પરંતુ ઝીણામાં ઝીણી. બાબતોનેય તેઓ ખૂબ ઊંડાણથી જોતા. આથી તેમની આસપાસ મેટું મંડળ એકઠું થતું. સાધનામૂતિ ગાંધીજી પહેલાં ઘણો સુધારકે થઈ ગયા પણ કોઈએ ગાંધીજી જેવું મૂળભૂત કામ નહેતું કર્યું. ગાંધીજીની આશ્રમપ્રથાને કારણે તેમાં જે સમાયા તે સૌને ગાંધીજીને અનહદ પ્રેમ મળ્યો. તેઓ હસીને વાત કરે ત્યારે અનેકને તેમાંથી પ્રેરણા મળતી. તેમનામાં એકસાઈ, સ્નેહ અને મનની વૃત્તિ હતી. તેને ત્યાગ અને વિચારના બળે જે કોઈએ ઉપયોગ કર્યો હોય તે તે વિનેબાજીએ. આ દેશમાં ઘણું સતિ અને વિદ્વાનો છે. તેમાં સાચા પણ છે. પરંતુ જ્યાં સુધી હું લેકેને સંપર્કમાં છું ત્યાં સુધી, હું વિનોબાજીની કેટિને બીજો કોઈ માણસ જેત નથી. વિનોબાજીમાં ત્યાગવૃત્તિ, અને અનાસક્તિ ન હોય તે આ જ રાજપુરુષો તેમને પી જાય ! જે લેકને દેશવિદેશના ઝઘડામાં રસ છે, તેના સમાધાનમાં રસ છે, તે કાને પડ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249278
Book TitleAajno Yathartha Marg Bhudan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Society
File Size104 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy