SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ દાન અને ચિંતન દષ્ટિવિહીન અંધને માટે તે કશા કામનું નથી. ઊલટું એવા તેજથી અંધ દષ્ટિ વધારે ગૂંગળાય છે. આથી જ તે બાપુજીની દુહારની અને અન્યાયપ્રતીકારની વૃત્તિ જેમ જેમ ઉગ્ર બની તેમ તેમ આધ્યાત્મિક દૃષ્ટિવિહેણા અંધ વધારે મૂંઝાયા અને રોષે ભરાયા. પણ એ જ બહુ તે દેહને હણ શકે. કરણ અને પ્રતાને તે તે સ્પર્શ પણુ ન શકે. જે મહાકરુણા અને જે તંભરા પ્રજ્ઞા છેડે વખત પહેલાં એક મર્યાદિત દેહની વાટે કામ કરી રહી હતી, તે કરુણા અને પ્રતા પિતાને અવલંબન આપનાર કૃશ કાયને અંત થતાં માનવતાના મહાદેહમાં સમાઈ ગઈ તેમાં વસતા અંતરાત્માનાં શુદ્ધ તને સ્પર્શે તે પિતાનું કામ સદા અનંતમુખે જારી રાખશે એમાં શંકા નથી. સૂર્ય અસ્ત થાય ત્યારે તેને નાશ નથી થતું, માત્ર તે અન્યત્ર પ્રકાશે છે; તેમ બાપુજીની કરુણા અને પ્રજ્ઞા હવે એ કૃશકાય દ્વારા ન પ્રકાશતાં માનવતાની વિરાટ કાયા દ્વારા પ્રકાશવાની જ. માનવતાને વિરાટ દેહ જ એમની કરુણા–પ્રજ્ઞાનું તેજ વહન કરવા જાણે સમર્થ ન હોય અને તે માટે જ જાણે તે એમાં એકરસ થઈ ગઈ ન હોય-એમ ઘટનાક્રમ અને બાપુજીની નિર્ભયતા જોતાં લાગે છે. હવે આપણે અંતરાત્મામાં એમની કરુણા અને પ્રજ્ઞાના અંશો ઝીલીને જ ખરી શ્રદ્ધાંજલિ આપી શકીએ. -સંસ્કૃતિ * મેં તા. ૧૨-૨-૪૮ને દિવસે ગુજરાત વિદ્યાપીઠમાં બાપુના શ્રાદ્ધપ્રસંગે મળેલ પ્રાર્થનાસભામાં આપેલ ભાષણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249273
Book TitleKaruna ane Pragnamurtinu Mahaprasthan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy