SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ કથાજદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [૧૨૦૦ રહીશ એમ કહી તે વખતે હાજર થતો નહિ. ઈતર પંથના પરિવ્રાજક તેના આ વર્તન ઉપર ટીકા કરવા લાગ્યા.” ચાણકયને અર્થશાસ્ત્રમાં આવીક્ષિક વિદ્યાને ઉલ્લેખ છે તે પૂર્વવર્તી ઘણું લાંબા સમયથી ચાલી આવતી અને બીજી વિદ્યાઓની પેઠે સ્થિરતા પામેલી આન્ધીક્ષિકીને જ સૂચક છે. આ પુરાવા ચર્ચપ્રવૃત્તિના સૂચક છે. તે ઉપરાંત જેમાં ચર્ચાને લગતા પદાર્થોનું એક અથવા બીજી રીતે વર્ણન હોય તેવા પણ પુરાવાને અભાવ નથી. જૈન આગમમાં પણ પ્રાચીન ગણાતાં અગિયાર અંગે પિકી સ્થાનાંગ નામના ત્રીજા અંગમાં કથા, દૃષ્ટાંત, હેતુ, વિવાદ અને દોષનું જે વર્ણન છે તે નિવૃત્તિપરાયણ જૈન નિગેન્દ્રોની કથા પદ્ધતિવિષયક અદ્ભુત માહિતી અને અક્ષપાદ ગૌતમથી વર્ણિત પદાર્થો કરતાં કથા પદ્ધતિના વિષયમાં બીજી કઈ મિત્ર પ્રાચીન પરંપરાને પુરાવો છે. સ્થાનાંગ નામના મૂળ આગમમાંનું એ વર્ણન વળી જેનપરંપરા પ્રમાણે પ્રાચીન ગણાતા ભદ્રબાહુકૃત નિજજુતિ નામના ગ્રન્થમાં પણ છે. સ્થાનાંગ અને નિજજુત્તિના એ વર્ણનથી એમ જણાય છે કે પ્રાચીન જૈન સાહિત્યમાં કથા પદ્ધતિવિષયક કઈ ખાસ ગ્રન્થ અથવા પ્રકરણ પહેલાં હોવું જોઈએ. સ્થાનાંગના એ પદાર્થોની વિગત માટે જુઓ પરિશિષ્ટ ૨, બૌદ્ધ સંપ્રદાયના પ્રાચીન ગણતા ત્રિપિટક સાહિત્યમાં કથા પદ્ધતિવિષયક કોઈ ખાસ ગ્રન્થ રચાય તેનું સ્પષ્ટ પ્રમાણુ અદ્યાપિ મારી જાણમાં નથી. છતાં અશકના સમયમાં રચાયેલ મનાતા કથાવત્થનામક ગ્રન્થમાં આપણે જોઈ શકીએ છીએ કે તેની વર્ણન પદ્ધતિ અને તેનું નામ એ બંને કથા પદ્ધતિનાં જ સૂચક છે. એટલું જ નહિ પણ તેમાં નિગ્રહસ્થાન શબ્દને ઉલ્લેખ સુદ્ધાં છે અને તેનું વર્ણન મોટે ભાગે છળ, ખાસ કરી શબ્દછળથી ભરેલું છે. એ બધું તે સમયના અને તેના પુવતી સમયના વિદ્વાનની માનસિક સૃષ્ટિ, વિચારદિશા અને લેકસચિનું સૂચન કરે છે. વૈદક સાહિત્યમાં સૌથી પ્રાચીન ગણતા ચરકમાં કથા પદ્ધતિને લગતા પદાર્થોનું સવિસ્તર અને તે સમયનાં વૈજ્ઞાનિક ઉદાહરણોથી ભરપૂર વર્ણન છે. આ ગ્રંથને સમય જોકે અનિશ્ચિત છેતો પણ તેમાંનું પ્રસ્તુત વર્ણન ૯. બૌદ્ધ સંઘને પરિચય. પૃ. ૧૬ ૧૦ જુઓ દુર્ગાશંકર શાસ્ત્રીને લેખ. પુરાતત્ત્વ પુ. ૩, ૫. ૧૦૭. ચરકસંહિતાને દઢબલની અનુપૂર્તિ વગેરેને મૂળ ભાગ ઈ. સ. પૂર્વે બીજા સૈકાથી ઈ. સ. પૂર્વે પહેલાં શતક સુધીમાં હોવું જોઈએ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249272
Book TitleKathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages68
LanguageGujarati
ClassificationArticle & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy