________________
૧૨૨ ]
દર્શન અને ચિંતન જે આપ્યાં છે તે પૂર્વકાલીન દાર્શનિક વિદ્વાનોની લાંબાકાળની વિદ્યાગોષ્ઠી અને પારસ્પરિક વાદવિવાદની પ્રવૃત્તિ અને તત્સંબંધી શિક્ષાની પરંપરાને વારસે માન્યા સિવાય એકાએક ન જ સંભવી શકે.
(T) એ સૂત્રોમાં જે અનેક મતમતાંતરે નોંધી તેનું નિરસન વાદપદ્ધતિઓ કરવામાં આવ્યું છે તે ભિન્ન ભિન્ન દર્શનના પૂર્વકાલીન વિદ્વાને એકબીજાના દર્શનનું જ્ઞાન કેટલું સાવધપણે મેળવતા અને તેનું નિરસન કરવા કેટલું ચિંતન કરતા, તથા પિતાનો પક્ષ બચાવવા કેટલી ચર્ચામાં ઊતરતા એનું સૂચક છે.
આ તર્કના સમર્થનમાં નીચેના પુરાવા ટાંકી શકાય એમ છે. કદના અને અથર્વવેદનાં પ્રશ્નાત્મક અને કેયડા રજૂ કરતાં સૂક્ત, બ્રાહ્મણોની વિવિધ વિષય ઉપરની ચર્ચાઓ અને ઉપનિષદોના સંવાદો તત્કાલીન આર્યોની ચર્ચપ્રવૃત્તિને પુરાવો આપે છે. યાસ્કાચાર્યનું નિરુક્ત તે વાદપદ્ધતિથી લખાયેલ ગ્રંથ છે; એટલું જ નહિ પણ પિતાથી પૂર્વકાલીન વ્યવસ્થિત ચર્ચાઓને સૂચક છે.
આ ઉપરાંત બૌદ્ધ ત્રિપિટક અને જૈન આગમોમાં જે અનેક પ્રતિપક્ષોના ઉલ્લેખ આવે છે તે પણ આ પ્રવૃત્તિને જ પુરાવા આપે છે. જેના આગામે પૈકી ઔપપાતિક નામના ઉપાંગમાં દીર્ધ તપસ્વી મહાવીરના ૪૦૦ વાદકુશળ શિષ્ય હોવાનો ઉલ્લેખ છે. કલ્પસૂત્રમાં પણ આ પરંપરા નેંધાઈ છે. તેમ જ રાયપરોણીય ઉપાંગમાં કેશી અને પ્રસેનજિત રાજાને સંવાદ ચર્ચાપદ્ધતિનું ભાન કરાવે છે. બૌદ્ધોના સંયુક્ત નિકાયમના વંગી સંયુક્ત નામના પ્રકરણના બારમા સુરની અદ્રકથામાં વંગીસની માતા વાદપટુ પરિત્રાજિકા હતી, એને પાંચસો જાતના વાદે આવડતા હતા અને એ સર્વ પરિવાજને હરાવતી એ ઉલ્લેખ છે. બૌદ્ધસાહિત્યમાં વાદવિવાદમાં ગૂંથાયેલા રહેતા હથક શાક્યપુત્રનો ઉલ્લેખ છે. “બીજ પંથના પરિવ્રાજકે સાથે વાદવિવાદ કરતી વખતે, એક વખતે પિતાને અમુક મુદ્દો છે એમ કહી બીજી જ ક્ષણે એ મુદ્દો પિતાને નથી જ એવું પ્રતિપાદન કરત; અથવા એ વાત ઉડાડી દઈ બીજી જ વાત કરવા માંડતો. અમુક વખતે અમુક ઠેકાણે વાદ માટે હાજર
૬. જુઓ, પુરાતત્ત્વ, પુ. ૨, અંક ૧ અને પુ. ૩, અં. ૨. ૭. ઔપપાતિક સૂ. સૂ. ૧૬. ૮. બૌદ્ધ સંઘનો પરિચય. ૫. ૨૩/.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org