SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨૬ ] દર્શન અને ચિંતન વસ્તુની ઉપલબ્ધિ થતી નથી. આ રીતે કહેનાર વાદીની પ્રતિજ્ઞા અને હેતુ એ બંને વચ્ચે દેખીતે વિરોધ છે. જે દ્રવ્ય ગુણોથી ભિન્ન જ હેય તે રૂપાદિથી ભિન્ન વસ્તુની ઉપલબ્ધિ થતી નથી એ હેતુ સંભવે જ નહિ. કારણ કે દ્રવ્ય પતે જ ભિન્ન છે. અને જે ભિન્ન વસ્તુની ઉપલબ્ધિ નથી થતી એ હેતુ જ સત્ય હોય તે ગુણોથી દ્રવ્ય ભિન્ન છે એ પ્રતિજ્ઞા મિથ્યા છે. એ પ્રમાણે પ્રતિજ્ઞા (સાધ્યો અને હેતુના પારસ્પરિક વિરોધવાળું કથન કરવાથી વાદી પરાજય પામે છે. માટે તે પ્રતિજ્ઞાવિધ નિગ્રહસ્થાન એન્દ્રિયકત્વ હેતુથી શબ્દમાં અનિયત્વ સિદ્ધ કરનાર વાદને પ્રતિવાદી પ્રથમની જેમ નિત્ય સામાન્યારા વ્યભિચારનું દૂષણ આપે ત્યારે યાદી તે દૂષણે દુર કરવાને બદલે એમ કહે છે કે શબ્દને અનિત્ય કહે છે? આ રીતે કહેવામાં પિતાની પ્રથમની પ્રતિજ્ઞાને અપલા (પરિત્યાગ) થતું હોવાથી તે પરાજય પામે છે. માટે તે પ્રતિજ્ઞાસંન્યાસ નિગ્રહસ્થાન છે. પૂર્વોક્ત જ ઉદાહરણમાં સામાન્ય દ્વારા અન્દ્રિયકત્વ હેતુને વ્યભિચારદૂષણ આપતાં વાદી તે દૂષણને ઉદ્ધાર કરવા માટે પ્રથમના હેતુમાં એક નવું વિશેષણ લગાડી કહે જે માત્ર અન્દ્રિયકત્વ એ અનિત્યસાધક હેતું નથી પણ જાતિવિશિષ્ટ એન્દ્રિય અનિયંત્વને સાધક હેતુ છે. આમ કહેવામાં બીજા જ હેતુનું ઉપાદાન કરવાથી વાદી પરાજય પામે છે. માટે તે હેત્વનર નિગ્રહસ્થાન. કૃતકવહેતુથી શબ્દને અનિત્ય સિદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરી વાદી અપ્રસંગિક કહેવા બેસી જાય (જેમ કે, “હેતુ એ દિ ધાતુ અને ૪ પ્રત્યય ઉપરથી બનેલું પદ છે-પદ એ વ્યાકરણમાં નામ, આખ્યાત,. ઉપસર્ગ, અને નિપાતભેદથી ચાર પ્રકારનું બતાવવામાં આવ્યું છે.” વળી આગળ વધી નામ આખ્યાત વગેરે વિશે પણ પિતાનું વૈયાકરસુપણું હાલવવા બેસી જાય તો અપ્રસ્તુત બેલવાથી તે પરાજય પામે છે, માટે તે અર્થાન્તર નિગ્રહસ્થાન. (૭) કોઈ વાદી એમ કહે જે શબ્દ અનિત્ય છે કારણ કે “ક” એ જ” રૂપ છે. આમ કહેવામાં “જા” એ “” રૂપ છે એને કાંઈ જ અર્થ નથી. એ રીતે નિરર્થક બેલવાથી તે નિરર્થક નામના નિગ્રહસ્થાનને પામે છે, અને પરાજ્ય પામેલ ગણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249272
Book TitleKathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages68
LanguageGujarati
ClassificationArticle & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy