________________
૧ર૮]
દર્શન અને ચિંતન પૂર્વ સહચર ગેલક અને પિતાને જામાતા તથા શિષ્ય ક્ષત્રિયપુત્ર જમાલી દીર્ધતપસ્વી મહાવીર સામે વિરોધી ભાવે આવી ઊભા રહે છે. તેવી રીતે જ તથાગત ગૌતમ સામે તેને પિતાને સાથે અને શિષ્ય દેવદત તથા બ્રાહ્મણ ત્વાભિમાની અંબદ્ધ વગેરે અનેક વિદ્વાને પ્રતિસ્પર્ધી કરે છે. પણ એ બે સદીના ઈતિહાસવાળા સાહિત્યમાં આવા દાખલાઓ ગણ્યાગાંડ્યા છે. મુખ્ય ભાગે તે તેમાં ટોળાબંધ માણસો આચાર્યો પાસે શિષ્યભાવે જ જાય છે અને કેટલાક પ્રતિસ્પર્ધબુદ્ધિથી ગયેલા પણ છેવટે શિષ્યત્વ જ સ્વીકારે છે. તેથી એમ કહેવું જોઈએ કે એ બે સદીના મહાપુરુષોએ વાતાવરણને એટલું નિર્મળ કરી મૂક્યું હતું કે જનસમાજને સંસ્કારી વર્ગ તિપિતાના સંસ્કાર પ્રમાણે કાં તે તત્વચિંતા અને આત્મદર્શનને પથે, કાં તે ઉત્કટ તપ અને અહિંસાના પરમ ધર્મને પંથે, કાં તે ચિત્તશુદ્ધિ અને સમાજસંશોધનના પથે આપોઆપ વિચરતે. પરંતુ એ બે સદીઓનો સુવર્ણયુગ જતાં જ પ્રાચીન અને નવીન અનેક સંપ્રદાય નવનવે રૂપે અસ્તિત્વમાં આવ્યા. તેથી તેના વિસ્તાર અને રક્ષણનું કામ પાછળના અનુયાયીઓ ઉપર આવી પડયું.
આ અનુયાયીઓ ગમે તેટલા પશ્વશાલી હોય છતાં તેઓ પિતાના પૂર્વ પુની છાયામાં જ જીવે તેવા હતા. એટલે તેઓ સર્વથા આપબળી તે ન હતા. આ કારણથી દરેકને સંપ્રદાયના વિસ્તાર અને રક્ષણ માટે પરાશ્રય જરૂરી હતો. રાજાઓની, અમલદારની, ધનવાનોની અને બીજા પ્રભાવશાળી પુરુષોની મદદનો લાભ લેવા કાઈ ન ચૂકતા. જેના પૂર્વ પુરુ આત્મબળની પ્રબળ દૂફથી જ કોઈ પણ જાતની મદદ લેવા કદી રાજસભામાં નહિ ગયેલા, તેના અનુયાયીઓ હવે પ્રતિસ્પધી સંપ્રદાયને ખસેડવા અને પિતાના સંપ્રદાયની વધારે પ્રતિષ્ઠા મેળવવા રાજસભામાં જતા નજરે પડે છે. અને વળી ફરી એકવાર દરેક સંપ્રદાયના વિદ્વાનોમાં તથા આચાર્યોમાં ઓછાવત્તા પ્રમાણમાં વિજયતૃષ્ણનું મેનું આવેલું દેખાય છે. ચંદ્રગુપ્તની વિશેષ સહાનુભૂતિને લાભ જૈનાચાર્યોએ લીધા છે. અશેકની વિરક્તિનું પ્રતિબિંબ બૌદ્ધ સંપ્રદાયમાં વ્યક્ત થાય છે; અને બૌદ્ધ ભિખુઓ સંપ્રદાયના પ્રસાર માટે તેનો ઉપયોગ કરે છે. સંપ્રતિ રાજાની સેવા જેન નિષ્ણુન્દ્રોની ઈચ્છાને અનુસરે છે. પુષ્યમિત્ર અને અમિમિત્રની ભક્તિ બ્રાહ્મણોને ફરી તેજસ્વી બનાવે છે. એ બધું થડેઘણે અંશે પરાપેક્ષાનું પરિણામ છે.
૧૩. જેની બુતપરંપરા પ્રમાણે. વિન્સેન્ટ સ્મીથ પણ આ પરંપરાને અસ્વીકાર નથી કરતા. જુઓ, અલી હિસ્ટ્રી ઓફ ઈન્ડીઆ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org