________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[ ૧૨૦૭
ખ્યાતિથી પ્રેરાઈ વિજયની લાલસાથી ખીજા ઉપર આક્રમણ કરી વૈરભાવ અને વિરાધ વધારી મૂકવા એ હાનિકારક પણ છે. તેટલા માટે જપ અને વિતણ્ડાને ઉપયાગ કરવાનું કહ્યા છતાં તેની મર્યાદા મહર્ષિએ સૂચવી છે.
૧૪. વખત સાથે વસ્તુસ્થિતિ કેવી બદલાય છેઃ—પૂર્વવર્તી સમયનાં સાહિત્યના અવલોકન ઉપરથી જણાય છે કે વિક્રમ પહેલાંના પાંચમા અને છઠ્ઠા એ એ સૈકાને વખત કાંઇક જુદો જ હતો. એમાં તત્ત્વચિન્તા અને આત્મદર્શન, દી તપસ્યા અને ત્યાગ, ચિત્તશાધન અને સામાજિક પરિષ્કારની ભાવનાઓથી ભરેલું શુભ્ર વાતાવરણ હતું. એ વાતાવરણને પ્રભાવે ભારતીય મનુષ્યાનાં હૃદયમાં દૈવી વૃત્તિને વેગ મળ્યો હતો. શ્રદ્ધા અને મેધાની પ્રતિષ્ઠામાં તર્કવાદની ( ખાસ કરી કુતર્કવાદની ) કિંમત ઘટી હતી. તેથી જ આપણે ઉપનિષદોના તત્ત્વચિન્તનમાં અને બ્રહ્મદર્શનમાં ક્ષત્રિયવૃત્તિ પ્રવાહણ, અશ્રુતિ અને અજાતશત્રુ અદિતી પાસે આણિ ગૌતમ, અને દસ બાલાકિ જેવા અનેક બ્રાહ્મણવૃત્તિ અચાનમાની જતાને શિષ્યભાવે જતા જોઈએ છીએ. જૈન આગમે!માં દીધું. તપસ્વી અને ત્યાગમૂર્તિ જ્ઞાતપુત્ર મહાવીર ક્ષત્રિય પાસે ઇન્દ્રભૂતિ આદિ અનેક બ્રાહ્મણાને પ્રતિસ્પર્ધી છેાડી, શિષ્યત્વ સ્વીકારતા જોઈએ છીએ. તેમ જ પિટકામાં ધ્યાનપ્રજ્ઞાના પરમપૂજારી અને સામાજિક સમભાષના નિર્ભય સંચારક સિદ્ધાર્થ ગૌતમ પાસે ઉજ્જયિનીના પુરેાહિતના પુત્ર મહાકાત્યાયન, વાસેટ્ટ, કૃષિ ભારદ્વાજ, વગેરેને પોતાનું માન ગાળી બુદ્ધ શરણં ગચ્છામિ, ધમ્મ શણ ગચ્છામિ, સઘ શરણ' ગચ્છામિ ખેલતા જોઈ એ છીએ. આ ગુરુશિષ્યભાવનું વાતાવરણ તે વખતે કેટલું જામ્યું હતું તેની સાબિતી તે વખતની વસ્તુસ્થિતિ આલેખનારા સાહિત્યમાં મળે છે. ઉપનિષદોની, આગમેની અને પિટકાની વનશૈલી જ શ્રદ્ધા અને વિનયભાવથી પૂર્ણ છે. તેમાં જ્યાં જુએ ત્યાં ગુરુશિષ્યભાવનાસૂચક પ્રશ્નોત્તરને ક્રમે જ વસ્તુનું વણૅન છે.
કયારેય પણ એક વૃત્તિની પ્રધાનતાવાળા વાતાવરણમાં વિધી બીજી વૃત્તિનો સમૂળગા ઉચ્છેદ તે નથી જ થતે; માત્ર તેમાં ગૌણુત્વ આવે છે. તેથી તેવા શ્રદ્ધા અને જિજ્ઞાસાવૃત્તિની પ્રધાનતાવાળા સમયમાં પણ તર્ક અને પરાજચેપ વિરોધી વૃત્તિવાળા વિજિગીષુ તેજ સાહિત્યમાં કમાંક કચાંક જોઈએ છીએ. જનકની સભાના પરિચિત વિદ્વાન અનિષ્ટ યાજ્ઞવલ્કચને ગોદક્ષિણા લઈ જતા જોઈ અનેક પુરુષ વિદ્વાનોની જેમ વાચકનવી વિદુષી પણ પ્રતિસ્પર્ધાથી પ્રેરાઈ તીવ્ર વાણીમાં પ્રશ્નો કરે છે. તપસ્યાકાળના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org