SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૧૩ એ આપણને મતાંધતાના ઉગ્ર વિશ્વના પ્રથમ નમૂનારૂપે જોવા મળે છે. આ પુરાણોને પ્રભાવ સાધારણ જનતા ઉપર અપરિમિત હોવાથી તેમાં દાખલ થયેલી મતધતા વિશાળ જનતાના હૃદયપટ ઉપર ફેલાયેલી છે. એકવાર જનતાના હૃદયના ઊંડા ભાગમાં દાખલ થએલ મતાંધતાનું વિષ પછી ધીરે ધીરે ભાવી પેઢીઓના વારસામાં એવી રીતે ઊતરતું ગયું કે તેનું પરિણામ સાહિત્યની બીજી શાખાઓમાં પણ જણાય છે. નાટક અને ચંપૂ કે અલંકારના રસિક, પરિહાસપ્રિય (મસ્કરા) અને વિલાસી લેખકે એ વિષેની અસરથી મુક્ત ન રહી શકે એ કદાચ સમજી શકાય તેવી બાબત છે, પણ તરવજ્ઞાન અને મોક્ષપથના પ્રતિનિધિ હોવાનો વિશ્વાસ ધરાવનાર મહાન આચાર્યો અને વિદ્વાને સુદ્ધાં એ વિષના ઉગ્ર પરિણામથી મુક્ત નથી રહી શક્યા, એ આર્ય તત્ત્વજ્ઞાનના શ્રેષ્ઠપણાનું અભિમાન રાખનારને આજે તો કાંઈક શરમાવે છે જ. પ્રસ્તુત નમૂનાઓ માટે અહીં ત્રણ જાતનું વૈદિક સાહિત્ય પસંદ કરવામાં આવે છે: (૧) પુરાણું, (૨) નાટક, (૩) દર્શનશાસ્ત્ર. આ ત્રણે પ્રકારના નમૂનાઓ અનુક્રમે જોઈ ત્યારબાદ જૈન, બૌદ્ધ સાહિત્યમાંથી તેવા નમૂનાઓ જોવાનું યત્ન કરીશું. એતશીય અને વિદેશીય બધા વિદ્વાને પ્રચલિત પુરાણો પહેલાં પણ પુરાણ સાહિત્ય હેવાનું સ્વીકારે છે. એ પ્રાચીન પુરાણુ સાહિત્યમાં મતાંધતા હશે કે નહિ તે આજે નિશ્ચયપૂર્વક ન કહી શકાય. છતાં પ્રચલિત પુરાણનાં મતાંધતાવિષયક નમૂના ઉપરથી પ્રાચીન પુરાણુસાહિત્યમાં પણ તેવું કાંઈક હોવાનું સહજ અનુમાન થઈ આવે છે. અસ્તુ. શાસ્ત્ર કે લેકમાં પ્રિય થઈ ૧. પરાણે વિષે સવિસ્તર લખવાનું આ સ્થાન નથી, પણ તેની વ્યવસ્થિત માહિતી મેળવવા ઈચ્છનારે મરાઠીમાં વૈદ્ય યંબક ગુરુનાથ કાળેનું “પુરાણનિરીક્ષણ જેવું. કેમ્બ્રિજ હિસ્ટરી ઓફ ઈન્ડિયા”માં છે. ઈ. જે. રેસનને પુરાણ વિશે નિબંધ. વિન્સેન્ટ સ્મિથનું “અલ હિસ્ટરી ઓફ ઈન્ડિયા”માં પુરાણેને સમય એ નામનું પરિશિષ્ટ જેવું, અને પુરાણોના ખાસ અભ્યાસી એફ. ઈ પાર્જિટર એમ. એ. કૃત “ધ પુરાણ ટેસ્ટ એક ધ સ્ટડીઝ ઓફ ધ કલિ એજ” તથા “એશ્યન્ટ ઈન્ડિયન હિસ્ટોરિકલ ટ્રેડિશન” એ પુસ્તક વાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249271
Book TitleSampradayikta ane Tena Puravanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages90
LanguageGujarati
ClassificationArticle & Society
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy