________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[૧૧૬ ગજદાન અને શય્યાદાન વગેરે વિવિધ દાનેને મુખ્યપણે ગણુવ્યાં. અને મોટી ઈચ્છાવાળા તેમ જ દુષ્ટ આશયવાળા તેઓએ તે સર્વ દાન દેવા માટે યોગ્ય પાત્ર પિતે છે અને બીજા અપાત્ર છે એમ જણાવ્યું. એવી રીતે લોકોની વચના કરતાં છતાં પણ તેઓ લેકોના ગુરુ થઈ પડ્યા. વૃક્ષ વગરના દેશમાં એરડાના વૃક્ષને પણ લેકે વેદિકા રચાવે છે !
એવી રીતે શ્રી શીતલસ્વામીનું તીર્થ પ્રવર્તતા સુધી આ ભરતક્ષેત્રમાં સર્વ પ્રકારે તીર્થોચ્છેદ રહ્યો. તેથી તે વખતમાં રાત્રિએ ઘુવડ પક્ષીની જેમ કનિષ્ઠ બ્રાહ્મણોએ આ ભરતક્ષેત્ર ઉપર પોતાનું એકછત્ર રાજ્ય ચલાવ્યું. તે પછી બીજ છ જિનેશ્વરોના અંતરમાં પણ, એટલે શાંતિનાથના અંતર સુધી, એવી રીતનું આંતરે આંતરે મિથ્યાત્વ પ્રવત્યું અને તીર્થને ઉચ્છેદ થવાથી તે સમયમાં મિથ્યાષ્ટિઓનો અખલિત પ્રચાર થે. (ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર ગુજરાતી ભાષાંતર પૃ. ૭૮).
(1) ઉમચરિય શ્રી ઋષભદેવે ગામ-નગરાદિ વસાવી તેમની રક્ષા માટે જે વર્ગ તે ક્ષત્રિય નામે પ્રસિદ્ધ થયા. વ્યાપાર, ખેતી, પશુપાલન આદિ કરનારે વર્ગ તે વૈશ્ય તરીકે પ્રસિદ્ધ થયો. અને જેઓ બીજાની આજ્ઞા ઉઠાવનાર તથા નીચકર્મરત હતા તે શકવર્ગમાં ગણાયા. એના અનેક ભેદો હતા. { તૃતીય ઉ. ગા. ૧૧૨ થી ૧૧૬ પૃ. ૧૨)
મગધાધિપ શ્રેણિકે ગૌતમને પૂછ્યું કે ક્ષત્રિય આદિ ત્રણ વર્ણોની ઉત્પત્તિ તો મેં સાંભળી, હવે બ્રાહ્મણની ઉત્પત્તિ કહે. એટલે ગૌતમે તે ઉત્પત્તિનું વર્ણન કરતાં કહ્યું કે જ્યારે ભરત ચક્રીએ આણેલે આહાર ત્યાગી શ્રમણએ એ અકય હોવાથી ન સ્વીકાર્યો ત્યારે તેણે વ્રતધારી ગૃહસ્થાને દાન આપવાને વિચાર કર્યો અને તેઓને આમંત્ર્યા. જે જે વ્રતધારી શ્રાવકે આંગણામાં પડેલ સચિત (સજીવ) વનસ્પતિને કચડી રાજમહેલમાં દાખલ ન થયા તે બધાને ભરતે વ્રતધારી સમજી ઓળખાણ માટે તેઓના કંઠમાં સૂત્ર નાંખ્યું જે યજ્ઞોપવીત થઈ. એ બધાને દાનમાનથી બહુ સત્કાર્યા. એ લેકે આદરસકારથી અતિગર્વ ધારણ કરવા લાગ્યા. ત્યાર બાદ ક્યારેક અતિસાગર નામના મંત્રીએ સભામાં ભરત ચક્રીને કહ્યું, “હે રાજન ! જિનેશ્વર ઋષભદેવે જે રીતે કહ્યું છે તે રીતે હું કહું છું. એકાગ્ર ચિત્તે સાંભળ. હે નરાધિપ ! તે જે પ્રથમ
૧. દશમા તીર્થંકર
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org