________________
૨૦૧૭ ]
દર્શન અને ચિંતન જે વિધી સંપ્રદાયની ટીકા કરતા હોય છે તે સંપ્રદાયના અભિમાનીઓને આવેશ ઉત્પન્ન કરે તેવા પણ છે. છતાં એવા નમૂનાઓ આ લેખમાં રજૂ કરવાનો ઉદ્દેશ એ નથી કે તેથી કેઈ ને આધાત પહોંચે અગર કોઈ પણ સંપ્રદાયની લેશ પણ અવમાનના થાય. અહીં કેવળ અતિહાસિક દષ્ટિથી જ નિરૂપણ કર્યું છે. અને અભ્યાસીઓને તે દષ્ટિથી જ વિચારવા વિનંતી છે.
પુરાવાઓના પ્રકાર –મતાંધતાના પુરાવાઓને નમૂનાઓ બે પ્રકારના મળે છે. (૧) શાસ્ત્રોમાંથી અને (૨) વ્યાવહારિક જીવનમાંથી. શાસ્ત્રો એ જીવનનું પ્રતિબિંબ છે; જે ભાવના. જે વિચાર, કે જે વર્તન જીવનમાં ન હોય તે શાસ્ત્રમાં ક્યાંથી આવે ? જે શાસ્ત્રમાં હોય તે ભાવી. ઢિીના જીવનમાં તરે છે.
જનતાના સાંપ્રદાયિક જીવનમાં દાખલ થઈજો નારને કાને અવિચારી અસહિષ્ણુતાને વનિ પડશે. કાશી, બિહાર, અને મિથિલાના બ્રાહ્મણોને જૈન સંપ્રદાય વિષે તે એમ કહેતા સાંભળશે કે જેને નાસ્તિક છે, કારણ, તેઓ વેદમાં માનતા નથી, બ્રાહ્મણોને ધર્મગુરુ લેખતા નથી, ઊલટું બ્રાહ્મણને
અપમાનિત કરવા કે દુઃખ દેવા જેને પિતાથી બનતું કરે છે. બ્રાહ્મણને પિતાને ઘેર નોતરી માંકડેથી ખદબદતા ખાટલામાં તેને સુવાડી તેના લોહીથી. માંકડને તૃપ્ત કરી દયાવૃત્તિનું પાલન કરવું એ જૈનેનું કામ છે. જૈનત્વાભિમાની ગૃહસ્થ કે ભિક્ષને બ્રાહ્મણધર્મ વિષે એમ કહેતા જરૂર સાંભળશો કે તેઓ મિથ્યાત્વી છે. જ્ઞાન ગમે તેટલું હોય તે પણ તેઓ તત્વને પામ્યા જ નથી, તેઓ પી અને સ્વાથી છે. બૌદ્ધ ઉપાસક કે ભિક્ષુ પાસે જાઓ તો તેવી જ કટુક વાતો બીજા ધર્મ વિષે જરૂર સાંભળે. આ જ કારણથી અંદર અંદરના કાયમી વિરાધના અર્થમાં સંસ્કૃત વૈયાકરણએ અન્ય ઉદાહરણની સાથે બ્રાહ્મણશ્રમણ એ ઉદાહરણ આપેલું છે. આ ઉપરાંત એક જ
૧. વિરોધ બે પ્રકાર છે. જાતિ વિરોધ અને મિત્તક વિધિ. જાતિ વિરોધને જન્મવૈર અને બીજા વિરોધને કારણિક વૈર કહેવામાં આવે છે. સર્પ અને નેળિયા વચ્ચેનું, ઉંદર અને બિલાડી વચ્ચેનું વેર જન્મવેર છે. દેવ અને અસુરો વચ્ચેનું પૌરાણિક યુદ્ધ કારણિક વૈર છે. કારણ કે તે એકલા પોતે જ અમૃત કે સ્વર્ગાદિ મેળવી લેવું અને બીજો મેળવવા ન પામે એવા લેભમાંથી જન્મેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org