________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ 1106
ખાલમનુષ્ય પાતાની આજુબાજુના વાતાવરણમાંથી શ્રદ્ધા અને સંયમરૂપ ધર્મતત્ત્વને મેળવે છે, તેમ જ તે કુટુંખ, સમાજ, ધ સ્થાન અને પડિતસંસ્થાના સંકુચિત વાતાવરણમાંથી માંધતા મેળવે અને કેળવે છે. ખાધ્ય'કાળથી ધીરે ધીરે જાણ્યે-અજાણ્યે સંચિત થયેલા માંધતાના સંસ્કારોનુ સાધન જો ઉંમર અને બુદ્ધિની વૃદ્ધિ થયા પછી પણ વિવેકશક્તિથી કરવામાં ન આવે તે ગમે તેટલી ઊંમર થયા પછી અને ગમે તેટલું પુસ્તકીય શિક્ષણ મેળવ્યા છતાંય માણસ એમ માનતા થઈ જાય છે કે મારા ધમ એ જ સામ્યા અને સર્વશ્રેષ્ઠ, ઇતર ધર્માંકાં તે ખાટા અને કાં તે ઊતરતા; મારા ઉપાસ્ય દેવા અને તેની મૂર્તિ એ જ આદર્શ અને ખીજાના માં તે દૂષિત કે તદ્દન સાધારણ; મને પ્રાપ્ત થયેલું તત્ત્વજ્ઞાન અને ધાર્મિક સાહિત્ય એ જ પૂર્ણ તથા પ્રથમ પંક્તિનું અને ખીજાનું તેમાંથી ચારેલું અગર ઉધાર લીધેલું; અમારા ધર્મગુરુઓ અને વિદ્વાના.એ જ ખરા ત્યાગી તેમ જ પ્રમાણભૂત, અને ખીજાઓના ધર્મગુરુઓ ઢાંગી કે શિથિલ અને વિદ્વાને અપ્રમાણભૂત. આવી માંધતા બંધાઈ જવાથી ધર્મનું શુદ્ધ અને ઉદાર ખળ અશ્રુ તથા સાંકડે રસ્તે વહેવા લાગે છે. અને તેમાં ધણીવાર દુન્યવી રવા ન હાય તાપણ તે ધર્મોઝનૂનનું રૂપ લે છે. એ રૂપથી મનુષ્યની કર્તવ્યઅકર્તવ્ય વિષયની બુદ્ધિ લગડી થઈ જાય છે. આ સ્થિતિ આવવાનું કારણ માત્ર વંશપરપરા અને અન્યસંસર્ગથી પ્રાપ્ત થતા સરકારનું વિવેકબુદ્ધિથી સાધન ન કરવું અને તે રીતે ચિત્તની અણુદ્ધિને વધતી જતી દેવી એ જ છે.
પુરાવાઓની મર્યાદા અને ઉદ્દેશનું સ્પષ્ટીકરણ -આ સ્થળે જે પુરાવા આપવા ધાર્યું છે તેનુ ક્ષેત્ર મર્યાદિત છે. માત્ર આય સાહિત્ય અને તેના પણ અમુક જ ભાગમાંથી પુરાવા આપવા ધાર્યું છે. પણ આ વિષ્યમાં વધારે શોધ કરવા ઈચ્છનાર ધારે તો કાઈ પણ પ્રજાના કાઈ પણ વખતના સાહિત્યમાંથી તેવા પુરાવાએ મેળવી શકે. આ પ્રયાસ તે દિશાનુ સૂચન કરવાપૂરો સ્થાલીપુલાક ન્યાય જેવા છે.
વૈદિક, જૈન અને બૌદ્ એ ત્રણ સંપ્રદાયના સાહિત્યમાંથી સાંપ્રદાયિ કતાના નમૂનાઓ આપવામાં આવે છે. આ નમૂનાઓ પણે સ્થળે તે એવા છે કે તે જે સંપ્રદાયના સાહિત્યમાંથી લેવામાં આવ્યા હોય, તે સ ંપ્રદાયના શ્રદ્ધાળુઓને શરમાવે અગર ગ્લાનિ આપે તેવા છે. તેમ જ તે નમૂનાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org