________________
સાંપ્રયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૪૯કાપાલિક–(પીને બાકીનું ભિક્ષુ અને ક્ષપણકને અર્પે છે.)
આ પવિત્ર અમૃત પીઓ. એ ભવનું ભેજ છે. એને ભૈરવ પશુપાશ
(સંસારબંધ)ના નાશનું કારણ કહે છે. (બંને વિચારે છે.) ક્ષપણક–અમારા આહંત શાસનમાં મદ્યપાન નથી. ભિક્ષ—કેવી રીતે કાપાલિકનું એઠું મધ પીશ?, કાપાલિક-( વિચાર કરીને, ખાનગી) હે શ્રદ્ધે ! શું વિચાર કરે છે ? આ
બંનેનું પશુત્વ હજી પણ દૂર થતું નથી. એઓ મારા મુખના સંસર્ગ દેષથી મધને અપવિત્ર માને છે. તેથી તું જ પિતાના મુખના મદથી પવિત્ર કરી એ સૂરા આ બંને ભેટ કર; કારણ, ઋતિકારે પણ
કહે છે કે સ્ત્રીઓનું મુખ તે સદાશુચિ છે. શ્રદ્ધા–જેવી ભગવાનની આરા. (પાનપાત્ર લઈ પીઈને, તેમાંથી બચેલું
મધ આપે છે.) ભિક્ષુ–મોટી કૃપા. (એમ કહી પ્યાલે લઈ પીએ છે.) મદ્યનું સૌન્દર્ય
આશ્ચર્યકારી છે. અમે વિકસ્વર બકુલપુષ્પના સુગધ જેવી મધુર અને સ્ત્રીના મુખથી એંઠી એવી સુરા વેશ્યાઓની સાથે કેટલીયવાર અવશ્ય પીધી છે. અમને લાગે છે કે કાલિનીના મુખમથી સુગંધિત થયેલ આ મદિરાને નહિ મેળવીને જ દેવગણ અમૃતની
સ્પૃહા કરે છે. ક્ષપણકહે ભિક્ષુ ! બધું ન પી. કપાલિનીના મુખથી ઓંકી મદિરા મારે માટે.
પણ રાખ.
- ( ભિક્ષુ ક્ષપણુકને વાલે ધરે છે.) ક્ષપણુક–પીને) અહે ! સુરાની મધુરતા અજબ છે ! સ્વાદ અજબ છે, * ગંધ અજબ છે અને સૌરભ પણ અજબ છે. લાંબો વખત.
થયાં આહંત શાસનમાં પડેલે હું આવા સુરાસથી વંચિત જ
રહી ગયો. હું ભિક્ષુ! મારાં અંગે ભમે છે. ત્યારે સૂઈ જઈશ. ભિક્ષુ એમ કર. (બને તેમ કરે છે.) કાપાલિક-હૈ પ્રિયે ! મૂલ્ય વિના જ બે દાસ તે ખરીદી લીધા. તેથી જરા
નાચીએ. (બંને નાચે છે.) ક્ષપણક–-અરે ભિક્ષુ! કાપાલિક અથવા આચાર્ય કાલિની સાથે સુંદર નાચે
છે, માટે એની સાથે આપણે પણ નાચીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org