________________ 1008] દર્શન અને ચિંતન ઓળખાતે સાથે સાથે એનામાં વિશિષ્ટ ગુણની અપેક્ષા પણ રહેતી. એ અપેક્ષા એટલે એનું અપરિગ્રહી જીવન. શ્રીભાગવતમાં શાલીન, યાયાવર, શિલ અને ઉંછન એવી ચાર બ્રાહ્મણની વૃત્તિઓ યા આજીવિકાનો નિર્દેશ છે. યાયાવર એ એક જાતની આજીવિકા છે. એનો અર્થ ભાગવતવૃત્તિકાર શ્રીધરે દર્શાવ્યા છે–અને તે એગ્ય જ છે કે –એ પ્રમાણે હમેશા અનાજની ભિક્ષા માંગવી તે યાયાવરવૃત્તિ. જે વિપ્ર વ્યક્તિ પિતાની પાસે કશે સંગ્રહ ન રાખતાં જરૂરિયાત પ્રમાણે હંમેશા અનાજની ભિક્ષા માંગી લે તે તેની યાયાવરવૃત્તિ કહેવાય. મૂળમાં આવી વૃત્તિ પાછળ ઉચ્ચ આશયવાળા અપરિગ્રહને ભાવ જ રહે છે. આવી વૃતિ ધારણ કરનાર હોય તે યાયાવર કહેવાય. આ રીતે આ દેશમાં અપરિગ્રહ ઉપર વન ધારણ કરતા અનેક સંત-મુનિઓમાં યાયાવર એ એક પ્રકારનો વર્ગ હતે. (આજે ભલે તદ્દન અલ્પ પ્રમાણમાં, તે પણ તેવા વર્ગની સાવ ખોટ નથી.) યાયાવર શબ્દ પાણિનિ વા વૈયાકરણએ સિદ્ધ કર્યો છે. મહાભારત, રામાયણ, સ્મૃતિ અને ભાગવત આદિમાં એ વપરાયેલે મળે છે. આવા ભાવપૂર્ણ “યાયાવર’ શબ્દને અંગ્રેજી શબ્દ “માઈગ્રેટરી બર્ડને માટે જ એના યાજકે બહુ કૌશલ દર્શાવ્યું છે, એમ મને લાગે છે. જે યાયાવર એ બ્રમણલ અને અપરિગ્રહવૃત્તિ ધારણ કરનાર એવો કોઈ વર્ગ હતા. તે યુરોપના અને ઉત્તર એશિયાના દૂરદૂરના પ્રદેશમાંથી હજારો માઈલની અલિત યાત્રા કરી ગુજરાતમાં અને આ દેશમાં આવનાર પક્ષીઓ માટે એ શબ્દ વપરાય ત્યારે કહેવું જોઈએ કે એણે પિતાને મૂળ ભાવ સાચવી રાખ્યો છે. પ્રકૃતિરસિક ભાઈશ્રી હરિનારાયણ આચાર્યું કદાચ સર્વપ્રથમ યાયાવર શબ્દ પક્ષીઓ માટે-માઈગ્રેટરી બસ માટે વાપર્યો છે, તે તેમનું બ્રાહ્મણસુલભ ચિંતન સુચવે છે. –શ્રીરંગ, એપ્રિલ 1956. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org