Book Title: Yayavara
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ યાયાવર [ ૩૭] શ્રીરંગ ના ગયા અંકમાં “આપણાં યાયાવર પંખીઓ' એ નામે શ્રી. માધવસિંહ સોલંકીને અતિ સુંદર અને મહત્ત્વપૂર્ણ લેખ છપાયેલે છે. એમાં “ Migrant Birds” માટે “યાયાવર” શબ્દ યોજાયેલો છે. એ લેખ સાંભળતાં મને યાયાવર પદ એ અર્થ માટે બહુ ઉપર્યુક્ત લાગ્યું અને મિત્રે સાથે ચર્ચા થતાં ઉચિત લાગ્યું કે એ પદ વિશે અત્રે કાંઈક લખવું. સંસ્કૃતમાં ય ધાતુ છે, એને અર્થ જવું-ગતિ કરવી થાય છે. ગુજરાતી કે હિંદી ‘જા એ આ “મા” ધાતુ પરથી આવેલ છે. જા જા કરે છે એમ આપણે બેલીએ છીએ ત્યારે એવો ભાવ સૂચવીએ છીએ કે તે વ્યકિત વારંવાર અથવા બહુ જ ચાલ્યા કરે છે, જેમ ગુજરાતીમાં “જા જા’ વપરાય છે તેમ જ સંસ્કૃતમાં “યાયાતિ” એવું રૂ૫ વપરાય છે. એ જ સંસ્કૃત રૂપ ઉપરથી સ્વભાવના અર્થમાં “વર’ પ્રત્યય લાગતાં “યાયાવર” શબ્દ બનેલો છે. એટલે એને સીધે અર્થ એ થાય કે અનેક વાર કે બહુ વાર જનાર યા જવા-આવવાના સ્વભાવવાળો. આ તે શબ્દના મૂળ ધાતુ અને રૂપ વિશે સંકેત થયો. ભારતીય વાભયમાં “યાયાવર ૫૬ વિશિષ્ટ અર્થમાં વપરાયેલું છે. એ અર્થમાં એને વ્યુત્પત્તિસિદ્ધ અર્થ તો આવે જ છે, ઉપરાંત પરંપરાગત રૂઢ અર્થ પણ રહે છે. યાયાવર એ કહેવાતા, જેઓ કોઈ એક સ્થાને બંધાઈ ન રહેતાં પરિવ્રાજકની પેઠે ચાલ્યા કરતા અને જેમ પરિવાજને કઈ સ્થાનમાં ન બંધાતાં ભ્રમણ કરે તેમ યાયાવરો પણ અલિપ્તભાવે વિચર્યા કરતા. મહાભારતમાં એવા યાયાવર ગણેને નિર્દેશ છે. તે સૂચવે છે કે યાયાવર એ કોઈ એકાદ રડીખડી વ્યક્તિ ન હતી, પણ યાયાવરના ગણો યા સંઘ પણ હતા. વળી મહાભારતમાં જ જરકાર નામના ઋષિને યાયાવરમાં શ્રેષ્ઠ કહ્યા છે. આથી સ્પષ્ટ છે કે જેમ બૌદ્ધોમાં ભિક્ષુસંધ, જેમાં મુનિસંધ તેમ આ દેશમાં તાપસસંધ તપસ્વસંધ અને યાયાવરસંધ પણ હતા. પરંતુ યાયાવર કહેવાતે ઋષિ માત્ર ભ્રમણને કારણે જ એ નામથી ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2