________________ “સ્મરણેના સમાચના ને માતુશ્રી પણ એવાં કે પુત્રમેહમાં તણાયા સિવાય કર્તવ્યને અનુરૂપ જ પિતાને નિર્ણય આપે છે. દાદાએ “સંસ્મરણ” લખવાનું પ્રજન અનુભૂત જીવનપ્રસંગોમાં ડોકિયું કરી તે સાથે તાદામ્ય સાધવા દ્વારા સ્વસ તેષરૂપે દર્શાવ્યું છે. એ વાત અન્તર્મુખ દૃષ્ટિએ તદ્દન સાચી છે, પરંતુ એની બીજી બાજુયે છે અને તે વાચકોની દૃષ્ટિ. લેખકનું મુખ્ય પ્રયજન આત્મસતિષ હોય તેય વાચકને પ્રયોજન તે સાથે સંકળાયેલું છે જ. તેથી દાદાએ દશૉવેલું પ્રોજન બહિર્મુખ દૃષ્ટિએ વાચકેના પરિતેષને પણ વ્યાપે છે. મેં આ સંસ્મરણે બીજી વાર સાંભળ્યાં તેય મને જરાય કંટાળો ન આવ્યો; ઊલટું, વધારે સમજવાનું પ્રાપ્ત થયું. તેથી હું એમ કહી શકું છું કે પ્રસ્તુત સંસ્મરણો દરેક સમજદાર વાચકે વાંચવા જેવાં છે. તેથી જ તે શ્રી. નરહરિભાઈ લખે છે કે શ્રી. દાદાસાહેબ માવળંકરનું આ પુસ્તક વાચકવર્ગને બહુ ઉપયોગી, રસપ્રદ અને બેધક લાગશે. જાણું છું કે દાદાસાહેબ કેટલા કામના બોજ નીચે સતત દબાયેલા રહે છે, તેમ છતાં તેમનાં સંસ્મરણેનું રસિક અને બધપ્રદ વાચન એવી વિનંતી કરવા પ્રેરે છે કે દાદાસાહેબ પિતાના જીવનનાં બધાં જ પાસાને સ્પર્શતી જીવનકથા વિગતે સત્વરે લખે તે તે અત્યારની અને ભાવી પેઢીને અનેક રીતે ઉપકારક નીવડશે. સંસ્મરણ સાથે જે અગત્યનાં ત્રણ પરિશિષ્ટ આપ્યાં છે તેને લીધે પુસ્તકની ઉપયોગિતા સાચે જ વધી જાય છે. અને અંતે જે સૂચિ આપી છે તે ચોકસાઈ અને ઝીણવટને એક નમૂને છે. ગાંધીના નામ સાથે અને દાદાના નામ સાથે સૂચિમાં બધી જ વિગતે અને ઘટનાઓને ટૂંક નિર્દેશ એવી રીતે કરવામાં આવ્યું છે કે માત્ર સૂચિ જોતાં જ ગાંધીજી અને દાદાસાહેબ વચ્ચેના સંબંધ ને જીવનપ્રસંગોને આ ચિતાર રજૂ થાય. પુસ્તકની છપામણી, શુદ્ધિ અને ગોઠવણ એ બધું અઘતન હેઈ પ્રકાશક અને મુદ્રકને શોભા આપે તેવું છે. મારી ખાતરી છે કે જે આ સંસ્મરણે ધ્યાનથી વાંચશે તેને અનેક રીતે ઈષ્ટપ્રેરણું મળશે. * માનનીય શ્રી ગણેશ વાસુદેવ માવલંકરની આત્મકથા સંસ્મરણ'ની સમાચિના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org