________________
૯૮૨]
દર્શન અને ચિંતન લાગ્યો ત્યારે, ગાંધીજી પ્રત્યે અનન્ય માન ધરાવવા છતાં, પિતાની વિચારસરણને મક્કમપણે રજૂ કરતાં ગાંધીજી સાથે થયેલ વાતચીતને મુસદ્દો દાદાસાહેબે ગાંધીજીને મેક અને તેથી ગાંધીજી કાંઈક વળ્યા અને ખુશ પણ થયા. જેનામાં સત્યનિષ્ઠા હોય છે તે જેમ બીજા હરકોઈ પાસેથી સત્ય સ્વીકારતાં ખમચા નથી તેમ તે પોતાને સ્પષ્ટ પ્રતીત થતા સત્યને મક્કમપણે છતાં વિનમ્રપણે વળગી રહે છે અને જેને શિરસાવધ લેખતે હેય તેની સામે પણ તે સત્ય મૂકતાં જરાય પાછો પડતું નથી.
તેજવિતા અને રાષ્ટ્રીય સ્વમાનને પુરા સંસ્મરણ નં. ૮ થી ૧૪ સુધીમાં એ મળે છે કે તેમાં દાદાનું હીર તરી આવે છે. તેમણે જે રીતે વિદ્યાર્થીઓની લડત અને હડતાલનું સંચાલન કર્યું, જે સાવધાનીથી લેકમતને પિતાને પક્ષે વાળે અને જે હિંમત તેમ જ બહાદુરીથી તે વખતના કેળવણપ્રધાનની સાન ઠેકાણે આણી એ બધું વાચનારને એમ જરૂર થઈ આવવાનું કે પરરાજ્ય કે સ્વરાજ્યમાં કોઈ પણ અન્યાય કે જોરતલબી સામે સત્યાગ્રહમૂલક લડત લડવાની હોય તો તેની આગેવાની લેવાનું ખમીર દાદાસાહેબમાં અવશ્ય છે. - દાદામાં તેજસ્વિતની જેમ ધાર્મિકતા પણ ઊંડી છે. આની જીવન્ત પ્રતીતિ પંઢરપુરનું શ્રીવિઠ્ઠલમંદિર હરિજનને માટે ખુલ્લું કરાવવા શ્રી. સાને ગુરુજીની જહેમત, મંદિરના પગથિયા પાસેથી જ પોતે કરેલું દર્શન, દિવસરાત ચાલેલી મંત્રણાઓ તેમ જ હરિજનપ્રવેશને ઠરાવ અને સાને ગુરુજીનાં પારણાં–આ ચાર પ્રકરણમાં થાય છે. કદ્દર પૂજારીઓને એક આગેવાન સાથે દાદાને થયેલી પ્રશ્નોત્તરી પ્રકરણ ૪૯માં છે તે તથા છેલા પ્રકરણ પર માં ગાંધીજીને પાઠવેલ પત્ર વાંચનાર દાદાની સત્યનિ વકીલાતને નમને જોઈ શકશે.' " દાદાએ જે જે કામમાં હાથ નાખ્યો છે ત્યાં સર્વત્ર તેમને કેવો જશ મળે છે અને ગાંધીજીએ તેમને કેટલા સદ્ભાવથી અપનાવ્યા છે એ બધું તમામ સંસ્મરણોમાં તરી આવે છે. દાદા એવા વિનમ્ર છે કે જરૂર પડે ત્યાં વડીલોની સલાહ લેવાનું ચૂકતા નથી. તેથી જ ગાંધીજીની પેઠે સરદારની પણ દરવણીને લાભ લેતાં તેઓ ચૂક્તા નથી.
આ સંસ્મરણોમાં એક મહત્ત્વની વસ્તુ ધ્યાન ખેંચે છે અને તે એ કે દાદાસાહેબનાં માતુશ્રી અસાધારણ હૈયાઉકલતવાળાં અને હિંમતવાળાં છે. જ્યારે મૂંઝવણ પ્રસંગે નિર્ણય લેવાનો હોય ત્યારે દાદા માતુશ્રીને પૂછે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org