SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ “ સ’સ્મરણા ”ની સમાàાચના [૧ દાદાસાહેબના વનનાં અનેક પાસાં છેઃ અધ્યયન, ગાસ્થ્ય વનમાં પ્રવેશ, વકીલાત, ગુજરાત સભા, મ્યુનિસિપાલિટી અને ગુજરાત વિદ્યાસભા જેવી માતબર સંસ્થાએમાં પ્રમુખપદ સુધીના જવાબદારીવાળા કાર્ય ભાર, મોટા સંકટપ્રસંગે રાહતકાય માં પ્રત્યક્ષ ભાગ લેવા, રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની લડાઈમાં એક વિશિષ્ટ સૈનિક તરીકે ઝ ંપલાવવું, કેળવણીનાં વિવિધ ક્ષેત્રામાં એકસરખે રસ લેવા ઉપરાંત તેને લગતાં અનેક સ્વપ્નાને સાકાર કરવાં, અધિકારીના અન્યાય કે જોહુકમી સામે લડતા તરુણવર્ગને પડખે ઊભા રહી નમૂનારૂપ કહી શકાય એવી દોરવણી દ્વારા લડતને વિજયી બનાવવી, કેળવણીના કામ અગે તેમ જ લોકહિતનાં મોજા અનેક કામેા અંગે કાળા એકઠા કરવા, ૉંગ્રેસ અને ખીજી અનેક સંસ્થાનાં નાણાંને પ્રામાણિક તેમ જ કુશળ વહીવટ કરવા, કસ્તૂર રાષ્ટ્રીય સ્મારક અને ગાંધીસ્મારક જેવાં અનેક દેશવ્યાપી ટ્રસ્ટેાના ટ્રસ્ટી થવું, તેને વહીવટ કરવા અને ઠરાવેલ ઉદ્દેશ અનુસાર ચાલતાં કામેાને જાતદેખરેખથી વેગ આપવા, સ્પીકર તરીકેની મહત્તમ જવાબદારીઓને યશસ્વીપણું પહેાંચી વળવું, વગેરે વગેરે. એમના જીવનનાં કેટલાં બધાં પાસાં છે ને પ્રત્યેક પાસામાં કેટલા અધા અનુભવ સ ંભાર ભરેલા છે તે બધું આ મર્યાદિત સ્મરણામાં પણ સીધી કે આડકતરી રીતે જોવા મળે છે. જેમ એક જ મધુબિન્દુમાં અનેક મેસમેનાં, અનેક જાતનાં, અનેક આકારનાં અને વિવિધ રંગસ્વાદ તથા ગધનાં ફૂલોનું સત્ત્વ એકરસ થયેલું હેાય છે તેમ પ્રસ્તુત સંસ્મરણ વિશે કહી શકાય. નેટના કોઇ એક જ હૈાય છે, પણ જ્યારે દાદા એને લગતા અનુભવનું સ્મૃતચિત્ર ખેંચે છે ત્યારે અખંડ વનમાં વેલાં અને જિવાતાં અનેક પાસાં તે ચિત્રમાં સાકાર થયા વિના નથી રહેતાં, સત્યની ચાહના, સાહજિક તેજસ્વિતા અને ઊંડી ધાર્મિકતા, સ્પષ્ટ સમજણ અને વિવિધ ક્ષેત્રે કામ કરવાની ધગશ તેમ જ તેને યશસ્વી રીતે પાર પાડવાની કલા—એ પ્રસ્તુત સંસ્મરણાના પ્રાણ તેમ જ તેની ભૂમિકા છે. સત્યનિષ્ઠાના પુરાવા ટ્ટા અને બાવનમા સસ્મરણમાં સ્પષ્ટ છે. આશ્રમ ટ્રસ્ટના લાંખા કાયદેસર દસ્તાવેજ મહેનત કરી દાદાસાહેબે લક્યો, પણ જ્યારે ગાંધીજીએ દસ્તાવેજ ટૂંકા કરવાની દૃષ્ટિ સૂચવી ત્યારેદાદા જરાય આનાકાની વિના એ દૃષ્ટિનું સત્ય સ્વીકારી લે છે અને પેાતાને એક નવ દૃષ્ટિ લાધ્યાન સતાષ પ્રગટ કરે છે. આ એક વાત. તેથી ઊલટું, જ્યારે પ્રાદેશિક વિદ્યાપીઠ પરત્વે પોતાના વિચાર ગાંધીજી કરતાં જુદો પડવા છતાં પોતાને તે સત્યપૂત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249256
Book TitleSansmarnoni Samalochana
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size85 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy