Book Title: Sansmarnoni Samalochana
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ‘ સંસ્મરણેા 'ની સમાલાચના [ ૩૩ ] પ્રસ્તુત પુસ્તક ‘ સ’સ્મરણો ' ગુજરાત વિદ્યાસભાએ પ્રસિદ્ધ કર્યું છે. એના લેખક છે વહાલસોયું ‘ દાદાસાહેબ ’ ઉપનામ ધારણ કરનાર શ્રી. ગણેશ વાસુદેવ માવળ કર. મધ્યવર્તી લોકસભાના સ્પીકર તરીકે દાદાસાહેબનું નામ એટલું બધું જાણીતું અને સાથે સાથે લોકપ્રિય છે કે તેમને વિશે કરા વધારે ઉલ્લેખ કરવાની જરૂર રહેતી નથી. < દાદાસાહેબે માનવતાનાં ઝરણાં', · My Life at the Bar ' કાંહી પાલે' વગેરે ગુજરાતી, અંગ્રેજી, મરાઠીમાં જુદા જુદા પ્રસંગો લઈ પુતકરૂપે સ્મૃતિઓ લખેલી છે. પ્રસ્તુત પુસ્તક, એના નામ પ્રમાણે, વિશિષ્ટ સ્મૃતિઓનુ સંકલન છે. એ સ્મૃતિએ ગાંધીજી સાથે પરિચયમાં આવ્યા પછી તેમની ઘરવણી પ્રમાણે કે તેમની સાથે કામ કરતાં ઉપસ્થિત થયેલા પ્રસંગેાની એક અનુભવયાત્રા છે. ગાંધીજી સાથેના આ જીવન-પ્રસગે પણ લેખિત આધાર પૂરતા મર્યાદિત છે. તેથી જ શ્રી. નરહરિભાઈ પ્રસ્તાવનામાં ઠીક જ કહે છે કે, હું આ પુસ્તકની ગૂંથણી ગાંધીજીના એમના ઉપર આવેલા પત્રાતી આસપાસ કરી છે. એ પત્રા આપતાં પહેલાં કઈ પરિસ્થિતિમાં ગાંધીજીએ તેમને અમુક પત્ર લખ્યા અને એ પત્રની એમના શ્ર્વત ઉપર શી અસર થઈ એ તેમણે ઝીણવટથી વિગતવાર વર્ણન્યું છે.” ગાંધીયુગમાં ગાંધીજીના દેશમાં જન્મવું એ પ્રથમ ધન્યતા. તેમના પરિચયમાં આવવું એ બીજી ચડિયાતી ધન્યતા. પરિચયમાં આવ્યા પછી પણ તેમની દૃષ્ટિની સમજણ અને તે પ્રમાણે જીવન જીવવાની આવડત અને તાલાવેલી એ ત્રીજી પણ વધારે ઉત્તમ ધન્યતા. આ બધી ધન્યતાથી વધારે ચડિયાતી અને વધારે મૂલ્યવતી ધન્યતા તો તેમની સાથે એક યા બીજી રીતે કામમાં સહભાગી બનવું તે. આ મારું' અનુભૂત અને મૂળગત મંતવ્ય છે. એ મતવ્યની કસોટીએ જોઈએ તે દાદાસાહેબનાં પ્રસ્તુત સ્મરણ એ બધી ધન્યતાઓના પરિપાકરૂપે છે. આ વસ્તુની પ્રતીતિ હરકાઈ સમજદાર વાચકને · સંસ્મરણૢા ’ વાંચ્યા પછી થય! વિના નહિ રહે એમ હું સમજુ છુ'. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4