Book Title: Sansmarnoni Samalochana
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249256/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ‘ સંસ્મરણેા 'ની સમાલાચના [ ૩૩ ] પ્રસ્તુત પુસ્તક ‘ સ’સ્મરણો ' ગુજરાત વિદ્યાસભાએ પ્રસિદ્ધ કર્યું છે. એના લેખક છે વહાલસોયું ‘ દાદાસાહેબ ’ ઉપનામ ધારણ કરનાર શ્રી. ગણેશ વાસુદેવ માવળ કર. મધ્યવર્તી લોકસભાના સ્પીકર તરીકે દાદાસાહેબનું નામ એટલું બધું જાણીતું અને સાથે સાથે લોકપ્રિય છે કે તેમને વિશે કરા વધારે ઉલ્લેખ કરવાની જરૂર રહેતી નથી. < દાદાસાહેબે માનવતાનાં ઝરણાં', · My Life at the Bar ' કાંહી પાલે' વગેરે ગુજરાતી, અંગ્રેજી, મરાઠીમાં જુદા જુદા પ્રસંગો લઈ પુતકરૂપે સ્મૃતિઓ લખેલી છે. પ્રસ્તુત પુસ્તક, એના નામ પ્રમાણે, વિશિષ્ટ સ્મૃતિઓનુ સંકલન છે. એ સ્મૃતિએ ગાંધીજી સાથે પરિચયમાં આવ્યા પછી તેમની ઘરવણી પ્રમાણે કે તેમની સાથે કામ કરતાં ઉપસ્થિત થયેલા પ્રસંગેાની એક અનુભવયાત્રા છે. ગાંધીજી સાથેના આ જીવન-પ્રસગે પણ લેખિત આધાર પૂરતા મર્યાદિત છે. તેથી જ શ્રી. નરહરિભાઈ પ્રસ્તાવનામાં ઠીક જ કહે છે કે, હું આ પુસ્તકની ગૂંથણી ગાંધીજીના એમના ઉપર આવેલા પત્રાતી આસપાસ કરી છે. એ પત્રા આપતાં પહેલાં કઈ પરિસ્થિતિમાં ગાંધીજીએ તેમને અમુક પત્ર લખ્યા અને એ પત્રની એમના શ્ર્વત ઉપર શી અસર થઈ એ તેમણે ઝીણવટથી વિગતવાર વર્ણન્યું છે.” ગાંધીયુગમાં ગાંધીજીના દેશમાં જન્મવું એ પ્રથમ ધન્યતા. તેમના પરિચયમાં આવવું એ બીજી ચડિયાતી ધન્યતા. પરિચયમાં આવ્યા પછી પણ તેમની દૃષ્ટિની સમજણ અને તે પ્રમાણે જીવન જીવવાની આવડત અને તાલાવેલી એ ત્રીજી પણ વધારે ઉત્તમ ધન્યતા. આ બધી ધન્યતાથી વધારે ચડિયાતી અને વધારે મૂલ્યવતી ધન્યતા તો તેમની સાથે એક યા બીજી રીતે કામમાં સહભાગી બનવું તે. આ મારું' અનુભૂત અને મૂળગત મંતવ્ય છે. એ મતવ્યની કસોટીએ જોઈએ તે દાદાસાહેબનાં પ્રસ્તુત સ્મરણ એ બધી ધન્યતાઓના પરિપાકરૂપે છે. આ વસ્તુની પ્રતીતિ હરકાઈ સમજદાર વાચકને · સંસ્મરણૢા ’ વાંચ્યા પછી થય! વિના નહિ રહે એમ હું સમજુ છુ'. Page #2 -------------------------------------------------------------------------- ________________ “ સ’સ્મરણા ”ની સમાàાચના [૧ દાદાસાહેબના વનનાં અનેક પાસાં છેઃ અધ્યયન, ગાસ્થ્ય વનમાં પ્રવેશ, વકીલાત, ગુજરાત સભા, મ્યુનિસિપાલિટી અને ગુજરાત વિદ્યાસભા જેવી માતબર સંસ્થાએમાં પ્રમુખપદ સુધીના જવાબદારીવાળા કાર્ય ભાર, મોટા સંકટપ્રસંગે રાહતકાય માં પ્રત્યક્ષ ભાગ લેવા, રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની લડાઈમાં એક વિશિષ્ટ સૈનિક તરીકે ઝ ંપલાવવું, કેળવણીનાં વિવિધ ક્ષેત્રામાં એકસરખે રસ લેવા ઉપરાંત તેને લગતાં અનેક સ્વપ્નાને સાકાર કરવાં, અધિકારીના અન્યાય કે જોહુકમી સામે લડતા તરુણવર્ગને પડખે ઊભા રહી નમૂનારૂપ કહી શકાય એવી દોરવણી દ્વારા લડતને વિજયી બનાવવી, કેળવણીના કામ અગે તેમ જ લોકહિતનાં મોજા અનેક કામેા અંગે કાળા એકઠા કરવા, ૉંગ્રેસ અને ખીજી અનેક સંસ્થાનાં નાણાંને પ્રામાણિક તેમ જ કુશળ વહીવટ કરવા, કસ્તૂર રાષ્ટ્રીય સ્મારક અને ગાંધીસ્મારક જેવાં અનેક દેશવ્યાપી ટ્રસ્ટેાના ટ્રસ્ટી થવું, તેને વહીવટ કરવા અને ઠરાવેલ ઉદ્દેશ અનુસાર ચાલતાં કામેાને જાતદેખરેખથી વેગ આપવા, સ્પીકર તરીકેની મહત્તમ જવાબદારીઓને યશસ્વીપણું પહેાંચી વળવું, વગેરે વગેરે. એમના જીવનનાં કેટલાં બધાં પાસાં છે ને પ્રત્યેક પાસામાં કેટલા અધા અનુભવ સ ંભાર ભરેલા છે તે બધું આ મર્યાદિત સ્મરણામાં પણ સીધી કે આડકતરી રીતે જોવા મળે છે. જેમ એક જ મધુબિન્દુમાં અનેક મેસમેનાં, અનેક જાતનાં, અનેક આકારનાં અને વિવિધ રંગસ્વાદ તથા ગધનાં ફૂલોનું સત્ત્વ એકરસ થયેલું હેાય છે તેમ પ્રસ્તુત સંસ્મરણ વિશે કહી શકાય. નેટના કોઇ એક જ હૈાય છે, પણ જ્યારે દાદા એને લગતા અનુભવનું સ્મૃતચિત્ર ખેંચે છે ત્યારે અખંડ વનમાં વેલાં અને જિવાતાં અનેક પાસાં તે ચિત્રમાં સાકાર થયા વિના નથી રહેતાં, સત્યની ચાહના, સાહજિક તેજસ્વિતા અને ઊંડી ધાર્મિકતા, સ્પષ્ટ સમજણ અને વિવિધ ક્ષેત્રે કામ કરવાની ધગશ તેમ જ તેને યશસ્વી રીતે પાર પાડવાની કલા—એ પ્રસ્તુત સંસ્મરણાના પ્રાણ તેમ જ તેની ભૂમિકા છે. સત્યનિષ્ઠાના પુરાવા ટ્ટા અને બાવનમા સસ્મરણમાં સ્પષ્ટ છે. આશ્રમ ટ્રસ્ટના લાંખા કાયદેસર દસ્તાવેજ મહેનત કરી દાદાસાહેબે લક્યો, પણ જ્યારે ગાંધીજીએ દસ્તાવેજ ટૂંકા કરવાની દૃષ્ટિ સૂચવી ત્યારેદાદા જરાય આનાકાની વિના એ દૃષ્ટિનું સત્ય સ્વીકારી લે છે અને પેાતાને એક નવ દૃષ્ટિ લાધ્યાન સતાષ પ્રગટ કરે છે. આ એક વાત. તેથી ઊલટું, જ્યારે પ્રાદેશિક વિદ્યાપીઠ પરત્વે પોતાના વિચાર ગાંધીજી કરતાં જુદો પડવા છતાં પોતાને તે સત્યપૂત Page #3 -------------------------------------------------------------------------- ________________ ૯૮૨] દર્શન અને ચિંતન લાગ્યો ત્યારે, ગાંધીજી પ્રત્યે અનન્ય માન ધરાવવા છતાં, પિતાની વિચારસરણને મક્કમપણે રજૂ કરતાં ગાંધીજી સાથે થયેલ વાતચીતને મુસદ્દો દાદાસાહેબે ગાંધીજીને મેક અને તેથી ગાંધીજી કાંઈક વળ્યા અને ખુશ પણ થયા. જેનામાં સત્યનિષ્ઠા હોય છે તે જેમ બીજા હરકોઈ પાસેથી સત્ય સ્વીકારતાં ખમચા નથી તેમ તે પોતાને સ્પષ્ટ પ્રતીત થતા સત્યને મક્કમપણે છતાં વિનમ્રપણે વળગી રહે છે અને જેને શિરસાવધ લેખતે હેય તેની સામે પણ તે સત્ય મૂકતાં જરાય પાછો પડતું નથી. તેજવિતા અને રાષ્ટ્રીય સ્વમાનને પુરા સંસ્મરણ નં. ૮ થી ૧૪ સુધીમાં એ મળે છે કે તેમાં દાદાનું હીર તરી આવે છે. તેમણે જે રીતે વિદ્યાર્થીઓની લડત અને હડતાલનું સંચાલન કર્યું, જે સાવધાનીથી લેકમતને પિતાને પક્ષે વાળે અને જે હિંમત તેમ જ બહાદુરીથી તે વખતના કેળવણપ્રધાનની સાન ઠેકાણે આણી એ બધું વાચનારને એમ જરૂર થઈ આવવાનું કે પરરાજ્ય કે સ્વરાજ્યમાં કોઈ પણ અન્યાય કે જોરતલબી સામે સત્યાગ્રહમૂલક લડત લડવાની હોય તો તેની આગેવાની લેવાનું ખમીર દાદાસાહેબમાં અવશ્ય છે. - દાદામાં તેજસ્વિતની જેમ ધાર્મિકતા પણ ઊંડી છે. આની જીવન્ત પ્રતીતિ પંઢરપુરનું શ્રીવિઠ્ઠલમંદિર હરિજનને માટે ખુલ્લું કરાવવા શ્રી. સાને ગુરુજીની જહેમત, મંદિરના પગથિયા પાસેથી જ પોતે કરેલું દર્શન, દિવસરાત ચાલેલી મંત્રણાઓ તેમ જ હરિજનપ્રવેશને ઠરાવ અને સાને ગુરુજીનાં પારણાં–આ ચાર પ્રકરણમાં થાય છે. કદ્દર પૂજારીઓને એક આગેવાન સાથે દાદાને થયેલી પ્રશ્નોત્તરી પ્રકરણ ૪૯માં છે તે તથા છેલા પ્રકરણ પર માં ગાંધીજીને પાઠવેલ પત્ર વાંચનાર દાદાની સત્યનિ વકીલાતને નમને જોઈ શકશે.' " દાદાએ જે જે કામમાં હાથ નાખ્યો છે ત્યાં સર્વત્ર તેમને કેવો જશ મળે છે અને ગાંધીજીએ તેમને કેટલા સદ્ભાવથી અપનાવ્યા છે એ બધું તમામ સંસ્મરણોમાં તરી આવે છે. દાદા એવા વિનમ્ર છે કે જરૂર પડે ત્યાં વડીલોની સલાહ લેવાનું ચૂકતા નથી. તેથી જ ગાંધીજીની પેઠે સરદારની પણ દરવણીને લાભ લેતાં તેઓ ચૂક્તા નથી. આ સંસ્મરણોમાં એક મહત્ત્વની વસ્તુ ધ્યાન ખેંચે છે અને તે એ કે દાદાસાહેબનાં માતુશ્રી અસાધારણ હૈયાઉકલતવાળાં અને હિંમતવાળાં છે. જ્યારે મૂંઝવણ પ્રસંગે નિર્ણય લેવાનો હોય ત્યારે દાદા માતુશ્રીને પૂછે છે, Page #4 -------------------------------------------------------------------------- ________________ “સ્મરણેના સમાચના ને માતુશ્રી પણ એવાં કે પુત્રમેહમાં તણાયા સિવાય કર્તવ્યને અનુરૂપ જ પિતાને નિર્ણય આપે છે. દાદાએ “સંસ્મરણ” લખવાનું પ્રજન અનુભૂત જીવનપ્રસંગોમાં ડોકિયું કરી તે સાથે તાદામ્ય સાધવા દ્વારા સ્વસ તેષરૂપે દર્શાવ્યું છે. એ વાત અન્તર્મુખ દૃષ્ટિએ તદ્દન સાચી છે, પરંતુ એની બીજી બાજુયે છે અને તે વાચકોની દૃષ્ટિ. લેખકનું મુખ્ય પ્રયજન આત્મસતિષ હોય તેય વાચકને પ્રયોજન તે સાથે સંકળાયેલું છે જ. તેથી દાદાએ દશૉવેલું પ્રોજન બહિર્મુખ દૃષ્ટિએ વાચકેના પરિતેષને પણ વ્યાપે છે. મેં આ સંસ્મરણે બીજી વાર સાંભળ્યાં તેય મને જરાય કંટાળો ન આવ્યો; ઊલટું, વધારે સમજવાનું પ્રાપ્ત થયું. તેથી હું એમ કહી શકું છું કે પ્રસ્તુત સંસ્મરણો દરેક સમજદાર વાચકે વાંચવા જેવાં છે. તેથી જ તે શ્રી. નરહરિભાઈ લખે છે કે શ્રી. દાદાસાહેબ માવળંકરનું આ પુસ્તક વાચકવર્ગને બહુ ઉપયોગી, રસપ્રદ અને બેધક લાગશે. જાણું છું કે દાદાસાહેબ કેટલા કામના બોજ નીચે સતત દબાયેલા રહે છે, તેમ છતાં તેમનાં સંસ્મરણેનું રસિક અને બધપ્રદ વાચન એવી વિનંતી કરવા પ્રેરે છે કે દાદાસાહેબ પિતાના જીવનનાં બધાં જ પાસાને સ્પર્શતી જીવનકથા વિગતે સત્વરે લખે તે તે અત્યારની અને ભાવી પેઢીને અનેક રીતે ઉપકારક નીવડશે. સંસ્મરણ સાથે જે અગત્યનાં ત્રણ પરિશિષ્ટ આપ્યાં છે તેને લીધે પુસ્તકની ઉપયોગિતા સાચે જ વધી જાય છે. અને અંતે જે સૂચિ આપી છે તે ચોકસાઈ અને ઝીણવટને એક નમૂને છે. ગાંધીના નામ સાથે અને દાદાના નામ સાથે સૂચિમાં બધી જ વિગતે અને ઘટનાઓને ટૂંક નિર્દેશ એવી રીતે કરવામાં આવ્યું છે કે માત્ર સૂચિ જોતાં જ ગાંધીજી અને દાદાસાહેબ વચ્ચેના સંબંધ ને જીવનપ્રસંગોને આ ચિતાર રજૂ થાય. પુસ્તકની છપામણી, શુદ્ધિ અને ગોઠવણ એ બધું અઘતન હેઈ પ્રકાશક અને મુદ્રકને શોભા આપે તેવું છે. મારી ખાતરી છે કે જે આ સંસ્મરણે ધ્યાનથી વાંચશે તેને અનેક રીતે ઈષ્ટપ્રેરણું મળશે. * માનનીય શ્રી ગણેશ વાસુદેવ માવલંકરની આત્મકથા સંસ્મરણ'ની સમાચિના.