SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ [ 917 હતુબિન્દુને પરિચય આપ્યું તે થયું ન હતું તે તાડપત્રીય સંસ્કૃત મૂળ આદર્શ, જે ઘણે સ્થળે ખંડિત અને અસ્તવ્યસ્ત સ્થિતિમાં હતું, તેવા એકમાત્ર આદર્શ ઉપરથી આ બન્યું છે તેવું સંસ્કરણ કદી તૈયાર થઈ શક્યું ન હોત, ગૂજરાત વિદ્યાપીઠના વ્યવસ્થાપકેની સહાનુભૂતિ પણ ઉપકારક નીવડી છે. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે તેમણે શ્રીમદ્વાજચંદ જ્ઞાનસંગ્રહમાંના મુનિ શ્રી. પુણ્યવિજ્યજીત નો આદર્શ અમને ધીરજપૂર્વક ધી છે. શ્રી. રાહુલજીની અનન્ય ઉદારતા અને અસાધારણ પુષાર્થને લાભ મળ્યો ન હોત તો નેપાલના ભંડારની ખંડિત પ્રતિ અને બિહાર ઓરિસા રિસર્ચ સોસાયટીમાં સંગ્રહાયેલ ફોટો પ્રતિને લાભ કદી જ મળત નહિ અને આ પ્રસિદ્ધ થતું દુર્વેકનું લખાણ કોઈના હાથમાં–વાચકેના હાથમાં–ક્યારે આવત તે કહેવું કઠણ છે. મારા અન્યતમ શિષ્ય 50 મહેન્દ્રકુમાર “અભય” કેટે વાંચવા આદિમાં જે એકાગ્ર શ્રેમપૂર્વક મદદ કરી છે તે અમારે માટે બહુમૂલ્ય નીવડી છે. કાશી વિશ્વવિદ્યાલયના સંસ્કૃત મહાવિદ્યાલયના જૈનદર્શનાધ્યાપક શ્રી. દલસુખ માલવણિયા, જે મારા પ્રિયતમ શિષ્ય અને મિત્ર છે, તેમની સતત અને અસાધારણ ખંત તેમ જ મહેનત ન હોત તો આ આખું સંસ્કરણ આ રૂપમાં, બીજી બધી સામગ્રી હોવા છતાં, કુદી જ તૈયાર થયું ન હોત. તાડપત્રીય મૂળ પ્રતિથી માંડી દુર્વેકકૃત અનુટીકાના ફોટા વાંચવા સુધીનું સમગ્ર કામ તેમ જ જરૂર જણાઈ ત્યાં નવી નકલ કરવાનું કામ અને પહેલેથી છેલ્લે સુધી બધાં જ પ્રો જોવા સુધારવા વગેરે સંપાદનને લગતું યાવત ઝીણું ઝીણું કામ તેમણે જ કર્યું છે. એ રીતે આખા સંપાદનનો યશ તેમને જ ભાગે જાય છે. નેત્રની પરાધીનતા અને બીજુ ઘણાં કારણોસર હું ઉત્તરોત્તર લંબાતું આ કામ કદી જ શ્રી. માલવણિયાની મદદ વિના પાર પાડી શક્યો ન જ હેત, અને મેં જે હેતુબિન્દુના સંપાદનનું કામ સ્વીકારેલું તે પણ તેમના સહકારની ખાતરી વિના સ્વીકાર્યું જ ન હોત. આ સંપાદનમાં શું પરિશિષ્ટ કે શું અવતરણોની શેધ કે શું શીર્ષક, વિષયવિભાજન અને શુદ્ધીકરણ આદિ જે કાંઈ ધ્યાન ખેંચે તેવું છે તે બધું શ્રીયુત માલવણિયાની અનન્ય સાહિત્યોપાસનાનું જ ફળ છે. ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝના મુખ્ય સંપાદક શ્રીયુત બી. ભટ્ટાચાર્યે પ્રસ્તુત સંપાદન માટે અમને પસંદ કર્યા અને તે કામ હૈયું તેથી જ આ સંપાદન-ન્યજ્ઞ અત્યારે પૂર્ણ થયો છે. આ સબબથી ઉપર નિર્દેશલ બધા જ મહાનુભાવે પ્રત્યે અમે અમારી હાર્દિક કૃતજ્ઞતા પ્રકટ કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249250
Book TitleHetubinduno Parichaya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages34
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size614 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy