SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૪ ] દર્શન અને ચિંતન ship. Taranatha tells us that when he finished his great work, he showed it to the pandits, but he met with no appreciation and no good will. He bitterly complained of their slow wits and their envy, His enemies, it is reported, then tied up the leaves of his work to the tail of a dog and let him run through the streets where the leaves became scattered. But Dharmakirti said, “ just as this dog Tuns through all streets, so will my work be spread in all the world." શેરબસ્કીએ આપેલા ઉપરના જીવનમાં સમયનો પ્રશ્ન ચર્ચા નથી, જ્યારે તે પ્રશ્ન ડૉ. વિદ્યાભૂષણ અને શ્રી. રાહુલજીએ ચર્ચે છે. વિદ્યાભૂષણ ધર્મ કાર્તિને અસ્તિત્વ–સમય ઈ. સ. ૬૩૫–-૬૫૦ ધારે છે, જ્યારે રાહુલ (વાદન્યાયની પ્રસ્તાવના તેમાં થોડે જ ફેરફાર સૂચવી તે સમયને ૬૨૫ થી શરૂ કરે છે. આ સમય એટલે જન્મસમય લેખવાનો નથી. એ માત્ર તેના કાર્ય કાળને સૂચક છે. આ વિશે કોઈ એક ચોક્કસ નિર્ણય ઉપર આવવું એ શક્ય નથી, તેમ છતાં પંડિત મહેન્દ્રકુમાર ન્યાયાચાર્યો અલંગ્રન્થત્રયની પ્રસ્તાવના (પૃ૦૧૮–૨૩)માં એ સમય વિશે જે ઊહાપોહ કર્યો છે તે વિશેષ સંગત લાગતો હોવાથી ખાસ ધ્યાન ખેંચે છે. તે પ્રમાણે ધર્મકીર્તિને સમય ૬૨૦ થી ૬૯૦ આવે છે. ગમે તેમ હો, પણ ધમકીર્તિ સાથે સંબંધ ધરાવનાર કેટલાક આગળપાછળના મહત્વના વિદ્વાનોનું પૌવંપર્ય નક્કી કરવામાં તે સંદેહને ભાગ્યે જ સ્થાન રહે છે. અમારા વિચાર પ્રમાણે તે પૌપયં નીચે પ્રમાણે છે. વૈયાકરણ ભતૃહરિ, ઉદ્યોતકર, ઈશ્વરસેન અને કુમારિલ એ ચારેય ધર્મકાતિના સમકાલીન હોવા છતાં તેના કરતાં ઓછેવત્તે અંશે વૃદ્ધસમકાલીન હોવા જોઈએ, કેમકે ધમકીર્તિ ઈશ્વરસેનને શિષ્ય લેખાય છે અને હેતુબિન્દુ આદિમાં તેના મતની, અચંટ આદિ ટીકાકારેના કથનાનુસાર, સમાચના પણ કરે છે. એ જ રીતે તે ઉદ્યોતકર, ભર્તુહરિ અને કુમારિક એ ત્રણેનાં ભક્તની તીવ્ર સમાલોચના પણ કરે છે, જ્યારે તે ત્રણ વિદ્વાન પૈકી કોઈપણ ધર્મ કીર્તિના વિચારની સમાલોચના કરતા હોય તેવું ચોક્કસ પ્રમાણ મળતું નથી. જૈનતાર્કિક સમન્તભદ્ર અને પ્રભાકર એ બને ધમકીર્તિના સમકાલીન હોવા છતાં લઘુસમકાલીન છે, કેમકે સમન્તભદ્ર ધર્મકીર્તિના પ્રમાણવાર્તિકગત પ્રથમ પરિડેનું અનુકરણ કરી આપ્તમીમાંસા રચે છે. ૧, અલંકગ્રંથવય પ્રસ્તાવના ૫૦ ૧૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249250
Book TitleHetubinduno Parichaya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages34
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size614 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy