SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ -૭૪૪ ] દર્શન અ, ચંતન गणधरा इन्द्रभून्यादयः, तेषामनन्तरे ये साधवस्तेऽनन्तर्याः शिष्या इत्यर्थः। ते गणधरानन्तर्याः जम्बूनामादयः आदियेषां प्रभवादीनां ते गणधरानन्तर्यादयः ।। सामायिकं समभावो यत्राध्ययने वर्ण्यते, चतुर्विशतीनां पूरणस्यारादुपकारिणो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां स चतुर्विशतिस्तवः । वन्दनं गुणवतः प्रणामो यत्र वर्ण्यते तत् वन्दनम् । असंयमस्थान प्राप्तस्य यतेस्तस्मात् प्रतिनिवर्तन यत्र वर्ण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पापस्य यत्र स्थानमौनध्यानरूपकायत्यागेन विशुद्धिराख्यायते स कायव्युत्सर्गः । मूलोत्तरगुणधारणीयता यत्र ख्याप्यते तत् प्रत्याख्यानम् । एतैरभ्ययनरावश्यकश्रुतस्कन्ध उक्तः।। -मनसुखभाई भगुभाई प्रकाशित श्रीयशोविजयजीकृत तत्वार्थ व्याख्या, पृ. ५० ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જેવા શાબ્દિક, આલંકારિક, નયાયિક અને આગમિક વિશે કોઈ પણ એમ કહેવાનું સાહસ ભાગ્યે જ કરશે કે તેઓ ચાલતી શ્રુતપરંપરા કરતાં કાંઈ નવું જ લખી ગયા છે અથવા તે તેઓને લાક્ષણિક અર્થ કરવાનું સૂઝયું નહિ. ઉપાધ્યાયજી વિશેષાવશ્યકભાષ્ય વગેરે અન્ય સમગ્ર આગમ ગ્રંથના ઊંડા અભ્યાસી હતા અને વળી ભલધારી શ્રી. હેમચંદ્રની વૃત્તિ પણ તેઓની સામે હતી, તેથી જ તેઓને આવશ્યક અર્થ નિર્યુક્તિ પરક કરવાનું ગ્ય લાગ્યું હતું તે તેઓશ્રી પિતાની તત્વાર્થભાષ્યની વૃત્તિમાં તે પ્રમાણે જરૂર કરત; પરંતુ તેમ ન કરતાં જે સીધે અર્થ કર્યો છે તે વાચકશ્રીના ભાષ્ય અને શ્રી. સિદ્ધસેન ગણિની ટીકાના વિચારને પિોષક છે એમ કબૂલ કરવું જ પડશે. (૪) તત્ત્વાર્થભાષ્ય અને તે ઉપરની બે ટીકાઓ એ ત્રણે પ્રમાણેનું સંવાદી અને બલવત સ્પષ્ટ પ્રમાણે એક એથું પણ છે, અને તે છે સેનપ્રશ્નનું. સેનપ્રશ્નના પૃ. ૧૯ પ્રશ્ન ૧૩ આવશ્યકસૂત્રના કર્તા સંબંધમાં જ છે. તેમાં પૂછવામાં આવ્યું છે કે આચારાંગના બીજા અધ્યયનની ટીકામાં લેગસ સૂત્રને શ્રી. બહુસ્વામીકૃત કર્યું છે; તો શું એ એક જ સૂત્ર શ્રી. ભદ્રબાહુસ્વામીકૃત છે કે આવશ્યકનાં બધાં સૂત્રો શ્રી. ભદ્રબાહુસ્વામીકૃત છે અગર તે એ બધાં સૂત્ર ગણધરકૃત છે? આને ઉતર સેનપ્રશ્નમાં જે આપવામાં આવ્યું છે તે ખાસ ધ્યાન આપવા જેવો છે. તેમાં કહ્યું છે કે “આચારાંગ આદિ અંગપ્રવિષ્ટ કૃત ગણુધરેએ રચેલું છે અને આવશ્યક આદિ અંગબાહ્ય શ્રત શ્રતસ્થવિરાએ રચેલું છે, અને એ વાત વિચારામૃતસંગ્રહ, આવશ્યકવૃત્તિ આદિથી જણાય છે. તેથી લોગસ્સસુત્રની રચના શ્રી, ભદ્રબાહુસ્વામીની છે અને અન્ય આવશ્યકસૂત્રોની રચના નિર્યુક્તિરૂપે તે તેઓની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249238
Book TitleAvashyak sutrana Karta Kon
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Agam
File Size328 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy