________________ આવશ્યકસૂરના કર્તા કેશુ? [ 53 આદિના પરિવર્તન સાથે લાભની સંભાવનાથી નિતિ પછી પણ રચાયેલાં છે અને ઉમેરાયેલાં પણ છે; અને આજે આપણે એ સૂત્રોને નિયંતિપૂર્વભાવી સૂત્ર જેટલાં જ અગત્યના માનીએ છીએ. તેવી રીતે ગણધર સુધમાંથી માંડી શ્રી. ભદ્રબાહુસ્વામી સુધી અનેક સૂત્રો રચાયેલાં હેવાં જ જોઈએ. તેથી જ શ્રી. સિદ્ધસેન ગણિ વગેરે આવશ્યકત્રને શ્રી જંબુ, પ્રભવ આદિ આચાર્ય પ્રણંત કહે છે. અલબત્ત, એ સૂત્રસમૂહમાં કઈ કઈ સત્ર ગૌતમાદિ ગણધરત પણું હોય એવી સંભાવનાને ખાસ સ્થાન છે, પણ અહીં મારો મુદ્દો સંપૂર્ણ ઉપલબ્ધ આવકના કત સંબંધે છે. હું પહેલાં જ સૂચિત કરી ગયો છું કે ઉપલબ્ધ પ્રમાણે માત્ર એટલું જ સાબિત કરી શકે છે કે ઉપલબ્ધ સંપૂર્ણ આવશ્યક શ્રુતસ્કંધ ગણધરત નથી. આથી કોઈ અમુક સૂત્ર ગણધરકૃત હેય એમ માનવામાં કશું જ બાધ નથી અને તેથી જ શ્રી. હરિભદ્રસૂરિના ઈરિયાવહિય સૂત્ર ગણુધરકથિત છે” એવા મતલબને ઉલ્લેખને પણ વટાવી શકાય તેમ છે. સંપૂર્ણ આવશ્યકનાં સૂત્રો કઈ એક જ કર્તાની કૃતિ હોય તેમ નથી. તેના કર્તા શ્રી. જંબુ, પ્રભવ આદિ અનેક સ્થવિરે હોય તે સંભવ છે, અને તેમ છતાં તે આવશ્યકનું પ્રાચીનત્વ અને મહત્ત્વ જરાયે ઘટતું નથી. હવે પછી ઈ વિચારક સંપૂર્ણ આવશ્યકમુત્રને ગણધરકૃત સાબિત કરે એવા સ્પષ્ટ ઉલેખે રજુ કરશે તે તે સંબંધમાં જરા પણ પૂર્વગ્રહ રાખ્યા સિવાય પ્રમાણે નુસારી વિચાર કરવા અને ફરી પ્રમાણેનું બલબલ તપાસવા પ્રયત્ન થશે. સંપૂર્ણ ઉપલબ્ધ આવશ્યક શ્રુતસ્કંધ ગણધરકૃત નથી, તેમ જ તેનાં બધાં સૂત્રો કોઈ એક કર્તાની કૃતિ નથી એ વાત જે ઉપરની વિચારસરણીથી સાબિત થતી હોય તે કેટલુંક ખાસ વિચારવાનું અને પરીક્ષણ કરવાનું કામ બાકી રહે છે. જેમ કે ભગવાન મહાવીરના સમયમાં કયાં કયાં આવશ્યકને લગતાં સૂત્રે વ્યહવારમાં આવતાં અને કયાં કયાં તે વખતે રચાયેલાં, તેમ જ તે પ્રાચીન સુત્રો ચાલુ રહીને નવીન સૂત્રો કયાં કયાં ક્યારે ઉમેરાયાં, તેમ જ નવીન સુ દાખલ થતાં કયાં અને કેટલાં પ્રાચીન સુત્ર વ્યવહારમાંથી અદ્રશ્ય થયાં અગર તે રૂપાન્તર પામ્યાં; તેમ જ પ્રત્યેક પ્રાચીન કે ઉત્તરકાલીન સૂત્ર કોની કોની કતિ છે ? –આ અને આના જેવા અનેક વિચારણીય પ્રશ્નો છે. તેને ઊહાપોહ કરવાનું મન નથી એમ તો નહિ જ, પણ અત્યારે એ કામ કરવા સાવકાશ ન હોવાથી વિચારક અને ઐતિહાસિક વિદ્વાનેનું આ બાબત તરફ લક્ષ ખેંચું છું. આશા છે કે વિદ્યારસિકે આ બાબતમાં વધારે મહેનત કરી નવું ઘણું જાણવા જેવું ઉપસ્થિત કરશે. –જૈન સાહિત્ય સંશોધક ખ 3, અંક 2. 48 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org