SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન અને વળી જ્યારે ઊલટાં અનેક વિધી પ્રમાણા આવશ્યકસૂત્રને ગંધરભિન્ન આચાર્ય પ્રણીત ખતાવનારાં મળતાં હોય ત્યારે એમ માનવું એ તે સ્પષ્ટ પ્રમાણાની અવમાનના કરવા જેવું થાય. અલબત્ત, સ્થવિર શબ્દ ગુણધરને પણ લાગુ પડે છે, પણ તેથી આવશ્યકસૂત્ર ગધરકૃત જ છે એમ કાંઈ લિત થતું નથી. મલધારીની ટીકાના ઉલ્લેખ ઉપરથી ( તત્ત્વાર્થં ભાષ્ય આદિના ઉલ્લેખાને ધ્યાનમાં લઈ) અથ કાઢવા જઈએ તે સરલપણે એટલા જ અથ નીકળી શકે કે વગર પ્રશ્ને જતી કર્ના ઉપદેશ ઉપરથી રચાયેલ જે આવશ્યક વગેરે શ્રુત તે અંગખાર્થે. આટલા અર્થ આવશ્યકના કર્તા તરીકે કાઈ વ્યક્તિને નિર્ણય કરવા ખસ નથી. તેવા નિર્ણય માટે તે વિવાદથ્રસ્ત સ્થળમાં સ્પષ્ટ પ્રમાણે જોઈએ. જો તત્ત્વાર્થભાષ્ય આદિનાં ઉપર ટાંકેલાં ચાર સ્પષ્ટ પ્રમાણે આપણી સામે ન હેત તે મલધારીની ટીકાનો અધ્યાહારવાળા ઉલ્લેખ ગણધરને આવસ્યકના કર્તા તરીકે મનાવવા આપણને લલચાવત. ત્રીજી વ્યાખ્યા અને તેમાં ટાંકેલ ઉદાહરણ આપણને પ્રસ્તુત ચર્ચામાં કાંઈ ઉપયેાગી નથી, તેથી તે પર વિચાર કરવા એ અસ્થાને છે. એકંદર ઉપર આપેલ મલધારી શ્રી. હેમચંદ્રની ટીકા આવશ્યકને ગણધરકૃત સાબિત કરવા કાઈ સ્પષ્ટ પુરાવા પૂરે! પાડતી નથી. તેથી મૂલ નિયુક્તિ, તેનુ ભાષ્ય અને મલબારીકૃત ટીકા એ બધાં, તત્ત્વા ભાષ્ય આદિના પ્રથમ ટાંકેલ ઉલ્લેખાને સવાદી અને એ રીતે જ ઘટાવવાં જોઈ એ. પર છેલ્લે એક પ્રશ્ન રહે છે અને તે એ કે ભગવાન શ્રીમહાવીરે પ્રતિક્રમણધર્મ ઉપદેશ્યો. જ્યારે તેઓશ્રીએ પોતાના શિષ્યપરિવારને પ્રતિક્રમણનું વિધાન અવશ્યકતા વ્ય તરીકે ઉપદચ્યું ત્યારે તે શિષ્યપરિવાર એ વિધાનનું પાલન કરતી વખતે કાંઈ ને કાંઈ શબ્દો, વાકયો કે સૂત્રો ખેલતાં જ હશે. જો એ શિષ્યપરિવાર સમક્ષ પ્રતિક્રમણવિધાયી શબ્દપાઠ ન હોય તા તે પ્રતિક્રમણ કરે જ કેવી રીતે? અને જો શબ્દપાઠ હોય તે તે પાઠ ગણધર સિવાય અન્ય રચિત માનવામાં શું પ્રમાણ છે? અલબત્ત, આ પ્રશ્ન મને પહેલાં પણ થયેલા, અને અત્યારે પણ થાય છે; છતાં જ્યારે સંપૂર્ણ આવશ્યક ગણધર કૃત જ છે એ મતલબનુ કાઈ સ્પષ્ટ પ્રમાણ જ નથી મળતું અને ગણધરભિન્નકૃત હોવાનાં એકથી વધારે સ્પષ્ટ પ્રમાણો મળે છે ત્યારે એમ જ સમન્વય કરવાની ફરજ પડે છે કે અત્યારે જે આવશ્યકસૂત્રના કર્તાને પ્રશ્ન ચવામાં આવે છે તે આવશ્યકસૂત્ર એ સમજવું જોઈ એ કે જેના ઉપર શ્રી. ભદ્રબાહુસ્વામીની નિયુક્તિ મળે છે તે. ખધાં સૂત્રો નિયુક્તિથી પ્રાચીન તે છે જ અને એ સૂત્રેાના કર્તાની જ આ સ્થળે ચર્ચા છે. આવશ્યક તરીકે આજે મનાતાં બધાં સૂત્રો અક્ષરશઃ નિયુક્તિપૂર્વભાવી નથી. ધણાં સૂર્વે દેશ, કાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249238
Book TitleAvashyak sutrana Karta Kon
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Agam
File Size328 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy