________________
આવશ્યકસૂત્રના કર્તા કેશુ?
[ ૭૪૯ અને જેને મેં પ્રમાણ તરીકે ઉપર પ્રથમ જ ટકેલ છે તે સ્વરૂપ ઉક્ત આવશ્યકનિર્યુકિતની મૂલગાથાની અર્થપરંપરાને અનુસરતું જ હોવું જોઈએ, એમ માનવામાં જરાયે અસ્વાભાવિક્તા નથી. આ ઉપરથી જે કહેવાનું છે તે એ કે આવશ્યકનિકિતની એ ગાથામાં નિર્દિષ્ટ થયેલ અંગબાહ્ય શ્રતના સ્વરૂપનો નિર્ણય કરવામાં જૂનામાં જૂને આધાર આપણી પાસે તત્ત્વાર્થ. ભાષ્ય સિવાય બીજો એકે નથી, અને તત્વાર્થભાષ્ય તે સ્પષ્ટ રીતે અંગબાહ્ય શ્રતને ગણધરપશ્ચાદ્ભાવી આચાર્યપ્રણીત કહે છે અને અંગબાહ્ય શ્રતમાં સૌથી પ્રથમ આવશ્યકનાં છ અધ્યયનને ગણાવે છે, જે પહેલાં બતાવવામાં આવ્યું છે. તેથી અંગબાઘની વ્યાખ્યા સંબંધીને આવશ્યક નિર્યુકિતની ગાથાને ઉપયોગ કરવો જ હોય તે તે તત્ત્વાર્થભાષ્યના વક્તવ્ય કરતાં બીજું કાંઈ વધારે અથવા ભિન્ન સૂચવી શકે તેમ નથી.
હવે લઈએ એ નિયુકિત-ગાથા ઉપરનું વિશેષાવશ્યકભાળ્યું. આ ભાષ્ય જ અત્યારે આપણી સામે નિર્યુક્તિની જૂનામાં જૂની અને મોટામાં મેટી વ્યાખ્યા છે. ભાષ્યમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતને સ્પષ્ટ વિવેક કરવામાં આવ્યો છે. આ વિવેક ત્રણ પ્રકારે કરવામાં આવ્યો છે, અર્થાત ક્ષમાશ્રમણત્રીએ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતનો ભેદ સૂચવતી ત્રણ વ્યાખ્યાઓ આપી છે. આ ત્રણે વ્યાખ્યા આપ્યા છતાં મૂલ ભાષામાં ભાષ્યકારે અંગપ્રષ્ટિ અને અંગબાહ્ય શ્રુતના ઉદાહરણ તરીકે કોઈ ગ્રંથને નિર્દેશ કર્યો નથી. ઉદાહરણ તરીકેના ગ્રંથને નિદેશ ભાગના ટીકાકાર મલધારી શ્રી. હેમચંદ્ર પિતાની ટીકામાં કર્યો છે. સામાન્ય રીતે ભારતીય ટીકાકારોની અને ખાસ કરીને જૈન આચાર્યોની પ્રકૃતિપરંપરા જોતાં એમ માનવામાં કશી અડચણ નથી કે મલધારીએ જે ઉદાહરણે ટાંક્યાં છે તે પોતાની પૂર્વવતી ભાષ્યની ટીકાઓને અનુસરતાં જ હોવાં જોઈએ. માલધારીશ્રીની ટીકા પહેલાં ભાષ્ય ઉપર જે ટીકાઓ હોવાનાં પ્રમાણ મળે છે તેમાં એક તે પણ અર્થાત ક્ષમાશમણબીની પિતાની અને બીજી કોહ્યાચાર્યની.
તત્વાર્થભાષ્યના ટીકાકાર શ્રી. સિદ્ધસેન ગણુિ માલધારીશ્રીના પૂર્વવર્તી છે. તેમની સામે ઓછામાં ઓછું વિશેષાવશ્યક ભાષ્ય અને તેની સ્વોપજ્ઞ ટીકા એ બે તે અવશ્ય હેવાં જ જોઈએ. તેથી શ્રી સિદ્ધસેન ગણિની અંગબાહ્યના કવબેધક “જળધરાનામિ એ તત્વાર્થભાષ્યગત પદની વ્યાખ્યા, જે પહેલાં ઉપર ટકી છે તે પ્રાચીન પરંપરાની વિરુદ્ધ હોય એમ ન માની શકાય, અને શ્રી. સિદ્ધસેનગણિ તે એ પદને અર્થ ગણધરવંશજ શ્રી. જંબૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org