SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ છ૪૮ ] દર્શન અને ચિંતન ગાથામાં સામાયિક સૂત્ર કે અન્ય આવશ્યકસૂત્રની શાબ્દિક રચના સંબંધમાં કશું જ સૂચન કે કથન નથી. સામાયિકધર્મ ભગવાને પ્રગટાવ્યો અને શ્રી ગણુધરેએ ઝીલ્યો, તેની તે કણ ના પાડે છે? પ્રશ્ન સૂત્રરચનાને છે. તેની સાથે આચારના ઉપદેશને સંબંધ નથી. તેથી આ પ્રમાણ પણ ગ્રાહ્ય થઈ શકતું નથી. (૪) ચોથું પ્રમાણ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતની વ્યાખ્યાઓ વિશેનું તે જ ટિપ્પણમાં ટાંકવામાં આવ્યું છે. તેની ગાથા આ છે : गणहर-थेरकयं वा आएसा मुक्कवागरणओ वा । धुव-चलविसेसओ वा अंगा-णगेसु नाणत्त ।। –વિશેષા રચવત્ર, નાથા પર આ ગાથામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતની ત્રણ વ્યાખ્યાઓ છે, અને આ વ્યાખ્યાઓ શબ્દાત્મક શ્રતને લાગુ પડતી હોવાથી તે જ આવશ્યક સૂત્રના કર્તાને નિર્ણય કરવામાં વધારે, બધે ખાસ, ઉપયોગી છે. તેથી એ વ્યાખ્યા વિશેની પ્રસ્તુત ભાષ્યગાથા અને તેના ઉપરની મલધારીત ટીકા એ બન્નેને આ સ્થલે પ્રસ્તુત પ્રશ્ન પરત્વે જરા વિસ્તારથી ઊહાપોહ કરી લે જરૂરનો છે. • વિશેષાવશ્યકભાષ્યના પ્રણેતા શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ તત્ત્વાર્થભાષ્યના પ્રણેતા વાચક શ્રી. ઉમાસ્વાતિના પછી થયેલા છે, એટલે વાચકશ્રી સામે એ ભાષ્ય નહિ, પણ તેને મૂલભૂત ગ્રંથ (આવશ્યકનિર્યુકિત) હતે. તે વખતની આવશ્યકનિર્યુક્તિની કઈ પ્રાચીન વ્યાખ્યા અગર તે તે વખતની ચાલુ અર્થપરંપરા વાચકશ્રી સામે હતી એમ માનવું જોઈએ. આવશ્યકનિર્યુક્તિની પ્રસ્તુત ગાથા આ પ્રમાણે છે : अश्खरसणीसम्म साइयं खलु सपज्जवसिय च । गमियं अंगविट्ठ सत्त वि एए सपडिवखा ॥ -विशेषावश्यकसूत्र, गाथा ४५४ આ ઉપર્યુક્ત મૂળ ગાથામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતને નિર્દેશ છે. તે ગાથાની તે વખતની કોઈ પ્રાચીન વ્યાખ્યા અગર ચાલુ અર્થપરંપરાને આધારે જ વાચકશ્રીએ પિતાના તત્ત્વાર્થસૂત્રના ભાષ્યમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય વિવેક કરેલે હવે જોઈએ, અથવા તે ઓછામાં ઓછું એ વિવેક કરતી વખતે આવશ્યકનિયુક્તિતી એ ગાથાને અર્થે એમના ધ્યાન બહાર ન જ હવે જોઈએ. એટલે વાચકશ્રીએ અંગબાહ્યનું જે સ્વરૂપ બતાવ્યું છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249238
Book TitleAvashyak sutrana Karta Kon
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Agam
File Size328 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy