SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકત્રના કર્તા કેણુ? [૭૪ (૨) સામાયિક અધ્યયનને શ્રીગણધરકૃત બતાવવા માટે બીજું પ્રમાણ ઉપર સૂચવેલ ગૂજરાતી અનુવાદના ટિપ્પણમાં જે મૂકવામાં આવ્યું છે તે એ છે કે જેમાં ભગવાનના સામાયિક પરના ભાષણનું પ્રયોજન બતાવ્યા બાદ ગણધરોએ સામાયિક સાંભળ્યાના પ્રયજનનું વર્ણન છે. તે આ પ્રમાણે છે : गोयममाई सामाइयं तु किं कारण निसामेति । नाणस तं तु सुन्दरमंगुलमावाण उवलद्धी ॥ --विशेषावश्यकसूत्र, माथा २१२५ સામેના પક્ષકાર આ ગાથાઓ ઉપરથી એમ કહેવા લાગે છે કે સામાયિક ઉપદેશ્ય તે ભગવાને, પણ રચ્યું ગણધરેએ, પરંતુ કોઈ પણ વિચારક આ ગાથાઓ કાઢી તેને અર્થ વાંચી આગળપાછળનું પ્રકરણ વિચારી જોશે તો તેને જણાશે કે એવો અર્થ કરવામાં કેટલી ભૂલ થાય છે. અહીં તે એટલું જ ઉદ્દિષ્ટ છે કે સામાયિક-આચારનું પ્રથમ નિરૂપણ ભગવાને શા માટે કર્યું અને તે આચારનું શ્રવણ ગણધરેએ પ્રથમ શા માટે કર્યું ? અર્થાત્ સામાયિકરૂપ જૈન ધર્મના આત્માનું પ્રથમ પ્રથમ ગણુધરેએ જે શ્રવણ કર્યું તેનું પ્રયોજન પરંપરાએ મોક્ષ છે એવું આ ગાથાઓમાં બતાવવામાં આવ્યું છે. તેમાં ત્રણ ધરએ સામાયિક સૂત્ર રચાની ગંધ સરખી પણ નથી. સામાયિક–આચાર સાંભળ, તેને જીવનમાં ઉતારે, તેનું ફળ મેળવવું, તેને વિચાર કરે એ જુદી વાત છે અને સામાયિક સૂત્રની શાબ્દિક રચનાને વિચાર એ જુદી વાત છે. સામાયિક-આચારના શ્રવણ સાથે સામાયિક સૂત્રની શાબ્દિક રચનાને ભેળવી દેવી અને સામાયિક-આચારના પ્રથમ સાંભળનારને સામાયિકસૂત્રના રચયિતા કહેવા એ બ્રાંતિ નથી શું? (૩) એ જ ગૂજરાતી અનુવાદના ઉપોદઘાતની ટિપ્પણુંમાં ત્રીજાં પ્રમાણ નિમાર વિશેનું છે. તેને લગતી ગાથા આ છે: मिच्छत्ताइतमाओ स निम्गो जह य केवलं पत्तो । जह य पसूर्य तत्तो सामाइयं तं पक्क्खामि ॥ –વિરોણાચવર્ક જાથા ૧૪૨ આને અર્થ સામા પક્ષકારની જરાયે તરફેણમાં નથી જ. આ માથામાં તે ભગવાન શ્રી મહાવીરનું મિથ્યાત્વથી નિર્ગમન થયું, તેઓશ્ની જે પ્રકારે કેવળજ્ઞાન પામ્યા અને તેઓશ્રીથી સામાયિક જે રીતે પ્રગટ થયું તેનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા માત્ર છે. આમાં તે એટલું જ કથન છે કે ભગવાનથી સામાવિક–આચાર શી રીતે ઉદ્ભવ્યો, પરંતુ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249238
Book TitleAvashyak sutrana Karta Kon
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Agam
File Size328 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy