________________
દશન અને ચિંતન
केणकयं ति य क्वहारओ जिणिदेण गणहरेहिं च । तस्सामिणा उ निच्छयनयस्स तत्तो जओऽणन्नं ॥
-विशेषावश्यकसूत्र, गाथा ३३९२ વિશેષાવશ્યકભાષ્યના એ ગૂજરાતી અનુવાદની ઉપેઘાતની ટિપ્પણમાં આ ગાથાને અર્થ આ પ્રમાણે કર્યું છે: “સામાયિક, જે આવશ્યકસૂત્રને એક પહેલે ભાગ છે તે અર્થથી શ્રી જિનેન્દ્ર ભગવાને કહ્યું અને સૂત્રથી શ્રી ગણધર મહારાજે કર્યું છે.” પરંતુ મારે કહેવું જોઈએ કે આ અર્થ નથી ગાથામાંથી નીકળતો કે નથી તેની માલધારી શ્રી. હેમચંદ્રકૃત ટીકામાંથી. ઊલટું આ નકૃત દ્વારનું વર્ણન તે સામા પક્ષકારની તરફેણમાં નહિ, પરંતુ વિરુદ્ધમાં જ જાય છે, આ દ્વારમાં એમ કહેવામાં આવ્યું છે કે
સામાયિક કોણે કર્યું?” અને તેને ઉત્તર ઉક્ત ગાથામાં એ પ્રમાણે આપે છે કે “ વ્યવહારથી સામાયિક શ્રી તીર્થકરે અને ગણુધરેએ કર્યું છે, પરંતુ નિશ્ચયદષ્ટિએ સામાયિકના કર્તા તેના સ્વામી અર્થાત તેના અનુષ્ઠાન કરનારાઓ છે. સામાન્ય અભ્યાસીઓ સાથું માનિ , સૂર્ત જન્યરિત કાળ ના એ સર્વવિદિત કથન અનુસાર જરૂર એમ માનવા પ્રેરાય કે સામાયિક એ વસ્તુરૂપે શ્રી તીર્થકરેએ ઉપદેશ્ય અને સુત્રરૂપે શ્રી ગણધરેએ રચ્યું; પરન્તુ જેનવૃત્ત દ્વારની એ ગાથાનો એ અર્થ જ નથી, એને ભાવ જુદો જ છે. એ ગાથામાં અર્થ દ્વારા સામાયિક કેણે કર્યું અને સત્ર દ્વારા કેણે રચ્યું એ પ્રશ્નનો ઉત્તર જ નથી. એમાં તો સામાયિક, જે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આત્મિક પરિણામ છે, તેના વ્યવહાર અને નિશ્ચયદષ્ટિએ કરનારનું નિરૂપણ છે. એ ગાથામાં કહેવામાં આવ્યું છે કે સામાયિકરૂ૫ આત્મિક પરિણામના નિશ્ચયષ્ટિથી કર્તા તેના અનુષ્ઠાન કરનારાઓ છે " અને વ્યવહારદષ્ટિથી તેના કર્તાઓ એટલે ઉપદેશકે, પ્રેરકે અર્થાત્ સામાયિકરૂપ આચારનું ઉપદેશ દ્વારા પ્રવર્તન કરાવનારાઓ શ્રી તીર્થંકર, શ્રી ગણધર આદિ છે. તે જ વ્યવહારદષ્ટિએ તેના કર્તા કહેવાય. આ અર્થ કે ગાથામાં વપરાયેલા “સ્વામી ' શબ્દથી સ્પષ્ટ થાય છે, છતાં તેની ટીકામાં તે એ અર્થે એટલે બધે સ્પષ્ટ કર્યો છે અને તે ગાથાની આગળપાછળનું પ્રકરણ તથા તે ઉપરની ટીકામાં આ મારે કહેલે જ અર્થ અસંદિગ્ધ રીતે પ્રતિપાદન કરવામાં આવ્યો છે. સા. શ એ છે કે જેના દ્વારની પ્રસ્તુત ગાથા સામાયિક અધ્યયનના કર્તનું પ્રતિપાદન નથી કરતી, પરંતુ સામાયિકરૂપ આમિક ગુણના વ્યાવહારિક અને નૈઋયિક કર્યાનું નિરૂપણ કરે છે, જેને શબ્દાત્મક સામાયિક અધ્યયનના કર્તાના નિરૂપણ સાથે કશે જ સંબંધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org