________________
જૈન જન
[ પN અને જિસસ વિશે વાંચ્યું હતું, પણ એ કઈ મારી સામેના ન હતા, એ બધા પક્ષ હતા. કાશીમાં ભણતા હતા ત્યારે બંગભંગના દેશવ્યાપી ઉગ્ર આંદોલન વખતે, એક પુરુષે આફ્રિકામાં કરી બતાવેલ સફળ સત્યાગ્રહના કાળની વાતે વાંચી. પછી આ દેશમાં એ મહાપુરુષે કરેલું કામ જેયું. એમની વિચારસરણી, આશ્રમપદ્ધતિ, તટરવૃત્તિ એ બધું જાતે પ્રત્યક્ષ રીતે જોયું અને મને બધું સમજાયું.
રામ-રાવણ, કૃષ્ણ-અર્જુન એ પરોક્ષ છે. એ કવિની કલ્પના હો કે ગમે તે હે, પણ ગાંધીજીને જોઈને મને એ બધું સાચું લાગ્યું. બુદ્ધ-મહાવીર, રામરાવણ, કૃણ–અર્જુન, મહંમદ–જિસસ વિશે જેમને શંકા હોય તે પિતાની શંકા ગાંધીજીને જોઈને દૂર કરી શકે.
न त्वहं कामये राज्यं, न स्वर्ग' नापुनर्भवम् । #ાથે સુરતવાન, શનિનામાáનારાનમ્
આ શ્લોકમાંની ભાવનાને અનુરૂપ ગાંધીજીએ એક વાત કરી જીવન હોય તે તે માનવતા માટે. અને આ વાત તેમણે ઉપદેશથી નહિ, પણ પિતાના આચરણથી સમજાવી. આ બધું જોતાં લાગે છે કે જીવન દુઃખમય નહિ, પણ સુખમય અને સૌન્દર્યમય છે. આ સૌન્દર્યની દૃષ્ટિએ, હું જરા પણ આનાકાની વગર, આ સરકારને સ્વીકાર કરું છું, અને આ માટે સંઘનો અને આપ સૌને આભાર માનું છું.
જેને મહાવીર માટે કહેશે કે તેમણે તે આમ કહ્યું હતું અને તેમ કહ્યું હતું. જૈન ધર્મ વિશ્વધર્મ હેવાનું કહેવા છતાં પણ તેઓ અસ્પૃશ્યતાનો પથ્થર છોડવાને તૈયાર નથી ! પ્રશ્નોને હલ કરવાને બદલે તેઓ એને ટાળવાનો જ પ્રયત્ન કરવાના. પણ આમ કરવાથી કંઈ કામ ચાલે નહિ. હરિજનના મંદિર પ્રવેશ પ્રત્યે એમની કેવી વૃત્તિ છે? જેઓ સમાજને ચૂસતા હોય તેને માટે મંદિરનાં દ્વાર સદા ખુલ્લાં અને જે હરિજને વગર તંદુરસ્ત જીવન અશક્ય બની જાય એને અસ્પૃશ્ય માન, એથી મેટી બેવકૂફી કઈ સમજવી ? પણ હવે વખત બદલાય છે. યુવકનું માનસ નર્યા ગાણા ગાવા પૂરતું નહિ, પણ હરિજનોને અપનાવીને તેમને નોકર તરીક, રસોઈયા તરીકે કે બીજી ગમે તે રીતે પોતાની પાસે રાખવામાં દેખાઈ આવવું જોઈએ. યુવક પાસેથી હું ઓછામાં ઓછી આટલી અપેક્ષા રાખું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org