________________
જૈન જત
[ ૩૮ ]
ઘણા જૂના કાળથી બે જાતની ભાવના આપણે ત્યાં ચાલી આવે છે; એક તા, આ શરીર અશુચિ છે, અનિત્ય છે, નકામું' છે, દુનિયા દુઃખમય છે, એમાં કાંય સુખ કે સૌ નથી એ ભાવના; અને બીજી ભાવના તે આ સંસાર દુ:ખમય નહિ પણ સુખમય છે, વવાલાયક છે, સૌથી ભરેલા છે, આનંદમય છે તે ભાવના.
આમાં પહેલી ભાવનાનો વિકાસ થવાથી જીવન ક્લેશમય જ નહિ, પણ કૃત્રિમ પણ બનતું ગયું છે. :લયામિવાત્તાત્—એ સૂત્ર મુજ્બ દેશમાં દુનિયાને અને જીવનને દુઃખમય, અશુચિ, અનિત્ય વર્ણવતું સાહિત્ય ખૂબ વધ્યુ છે, પણ હું આ ભાવનાને અપનાવવામાં અને બિનજરૂરી રીતે જીવનને નિરાશ અને કલેશમય અનાવવામાં નથી માનતા.
ખીજી ભાવના તે એમ કહે છે કે દુનિયામાં સધળે સુખ જ છે. જેને એક જણ દુઃખ કહે છે તે જ બીજાને મન સુખ છે. દુઃખને છેડવું, એને ત્યાગ કરવા એ એક વાત છે, અને પહેલાંથી જ સત્ર દુઃખ માની લેવું એ ખીજી વાત છે. દુઃખ છે કાં? એ પણ એક સવાલ છે. એક વ્યક્તિ શરીરને ખરાબ ગણીને એનો ઉપેક્ષા કરે છે અને છતાં પાંચ માળના મહેલમાં રહે છે; એ શું સમજવું? જન્મે તે હું પહેલી ભાવનામાં જ ઊઠ્યો, પણ તત્ત્વચિંતન પછી મારી એ ભાવના બદલાઈ ગઈ છે, અને તેથી જગતમાં કાંય દુઃખ નથી એ મારા અનુભવ છે. જરાક રમૂજમાં કહેવું હોય તે કહી શકાય કે આ સભા સુંદર છે, આ સ્વાગત સુંદર છે, કાકાસાહેબ વિદ્યામૂર્તિ છે અને આ સત્કાર સમારંભમાં હું મારી જાતને ધન્ય નથી માનતે, તમા પશુ ધન્ય છે ! દેહ દેવળમાં અખંડ દીવા, તેજેથી મારું મનડુ ડેલે – એ કાવ્યપંક્તિ આવા અવસરે સાચી પડતી લાગે છે.
>
જૈને અને અસ્પૃશ્યતા
નાની ઉંમરમાં અને પછી મહાવીર–મુદ્દ વિશે વાંચ્યું હતુ, મહ’મદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org