________________
પછ૧ ]
દર્શન અને ચિંતન હવે બે શબ્દો “યુવક અને જૈન. શબ્દ વિશે કહું. મેં નાની ઉંમરથી મહાવીરનું જીવન સાંભળેલું, અને પછી તે છેલ્લાં સાઠ વર્ષમાં એનું અનેક રીતે પરિશીલન કર્યું. બુદ્ધની જાણ થયા પછી તેમની જીવનકથા પણ અનેક દષ્ટિએ વાંચી-વિચારી. બીજાબીજ સંતનાં જીવન વિશે પણ બને તેટલું વાંચ્યું–વિચાર્યું. છેલ્લે છેલ્લે ગાંધીજીનું જીવન તો પ્રત્યક્ષ જ જોયું. આ બધા ઉપરથી મને લાગ્યું છે કે યુવકને સંબંધ ઉંમર કે શારીરિક તાકાત સાથે નહિ, પણ માનસિક અને હાર્દિક પરિવર્તન કરવાની શક્તિ સાથે છે. જેમાં કેવળ પ્રાચીન પુનાં ગુણગાન કરવાની મૂડી ઉપર જ મદાર બાંધે છે તે યુવકે ન કહેવાય. જેને એવા ગુણ મેળવવાની પ્રત્યક્ષ તાલાવેલી લાગેલી હોય, જે એ માટે સતત પ્રયત્નશીલ હોય તે જ યુવક, જે પારકાના શ્રમને ઉપયોગ કરવાની વૃત્તિથી મુક્ત હય, જે શ્રમનું મૂલ્ય પિછાત હોય અને જે લેભ-લાલચની વૃત્તિ ઉપર વિજય મેળવી શકે તે જૈન. હું ઈચ્છું કે તમે બધા આ અર્થમાં જૈન યુવક છે, અને ન હો તે એવા બને ! બનવાને પ્રયત્ન કરે !
એક વખતે “વૈષ્ણવ જન” નું ભજન ગવાતું હતું ત્યારે કોઈ એ કહ્યું કે ત્યાં “જૈન જન” કરીએ તે ? એ ભજનમાંના બધા ગુણ જૈનમાં પણ હોવા જ ઘટે. એટલે એ ભજનમાં વર્ણવેલા “વૈષ્ણવ જન’ને “જૈન જન કહીએ તે જરૂર કહી શકાય. પણ આજે સ્થિતિ જુદી બની ગઈ છે. ગુણને વિચાર જ જાણે ભુલાઈ ગયો છે.
કોઈ પણ વ્યક્તિ, સમાજ કે દેશ ગૌરવ ત્યારે જ લઈ શકે કે જ્યારે એની શાખ હેય. જેની બજારમાં શાખ હેય તે જ વેપારી. આપણું ઉંમરલાયક કન્યા આપણે કોને સોંપીએ ? જેની શાખ હોય તેને. પણ જેની શાખ હવે રહી નથી. પહેલા પૈસા વ્યાજે મૂકવા હોય તો જૈનની પેઢીને પહેલી પસંદગી મળતી. સાક્ષી આપવામાં પણ જૈન જૂઠું બોલે નહિ, એવી એની આબરૂ. પણ આજે બધું અવળું થઈ ગયું છે. કાળાબજારનું ભૂત પણ જૈનેને વળગી ગયું છે, એટલે જેનોએ પિતાની શાખ ગુમાવી દીધી છે. અને શાખ જે ગુમાવી દીધી તે પછી મંદિરમાં જાવ કે ન જાવ, સ્થાનકમાં જાવ કે ન જાવ એ બધું નકામું છે. મૂળ વાત તે શાખ હેવી તે જ છે, બાકી કોઈને વગર શાખે “જૈન” કહેવાવું હોય તે તેમને મારે કંઈ કહેવું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org