________________
૪૦૬]
દર્શન અને ચિંતન તે કાશી જેવા એકાદ સ્થળને બાદ કરીએ તે તીર્થસ્થાનેમાં વિદ્યા અને વિચારને નામે લગભગ મીડું જ છે. ખાસ કરીને આખા હિંદુસ્તાનમાં જૈન તીર્થ તે એવું એકે નથી કે જ્યાં વિદ્યાધામ હોય, વિદ્વાનની પરિષદ હોય, વિચારની ગેષ્ઠી હોય અને એમની ગંભીર પ્રાણપૂરક વિદ્યાના આકર્ષણથી જ ભક્તો અને વિદ્યારસિકો આકર્ષાઈ આવતા હોય. વધારેની આશા તે બાજુએ રહી, પણ કોઈ એક તીર્થમાં એક પણ એવું જૈન વિદ્યાલય નથી, જૈન વિદ્યામઠ નથી કે એકાદ પણ એવો સમર્થ વિદ્યાછવી વિદ્વાન નથી કે જેને લીધે ત્યાં યાત્રીઓ અને જિજ્ઞાસુઓ આકર્ષાઈ આવતા હોય અને પિતાના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય. તીર્થોની પ્રાકૃતિક જડતા અને નૈસર્ગિક રમણીયતામાં કાં તે તપ અને કાં ને વિદ્યા અને કાં તે બન્ને ચેતના પૂરે છે; જ્યારે આજનાં આપણું તીર્થોમાં તપ અને વિદ્યાને નામે શું છે તે તમે બધાં જ જાણે છે. મૂર્તિની માન્યતા અને પ્રાણીઓની પૂજા પછી મનુષ્યપૂજાએ જ્યારે સ્થાન લીધું એ ચોક્કસપણે કહેવું આજે કઠણ છે, ક્તાં ભગવાન મહાવીર અને બુદ્ધના તપસ્વી જીવન સાથે જ મનુષ્યપૂજા વિશેષ પ્રતિષ્ઠા પામી અને એ બે મહાન પુરુષના સંઘના પ્રચારકાર્યના વિકાસની સાથે અને સાથે જ મનુષ્યપૂજા અને મૂર્તિ પ્રચાર વિકાસ પામતાં ગયાં એ સાબિત કરવાને પૂરતાં સાધન છે. ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં પુરુષોત્તમ રામ અને કૃષ્ણની મૂર્તિપૂજા હતી કે નહિ અને હતી તે કેટલા પ્રમાણમાં અને કેવી, તે આપણે નથી જાણતા; પણ જૈન અને બૌદ્ધ સંઘની વ્યવસ્થિત સ્થાપના અને તેમના વ્યવસ્થિત પ્રચાર પછી રામ અને કૃષ્ણની પૂજા વધારે અને વધારે જ પ્રચારમાં આવતી ગઈ એ વિશે કશી જ શંકા નથી. જેમ જેમ મહાવીર, બુદ્ધ, રામ અને કૃષ્ણ એ વિશિષ્ટ પુરુષ તરીકે પૂજાવા લાગ્યા તેમ તેમ પક્ષીઓ, દેવ-દાનવો અને કમળ તેમ જ ભયંકર પ્રકૃતિનાં પ્રાણીઓની પૂજા ઓછી અને ઓછી થતી ગઈ. તેમ છતાં હજી પણ એનાં અવશે તે છે જ.
તીર્થોના વિકાસમાં મૂર્તિપ્રચારને વિકાસ છે અને મૂર્તિ પ્રચારની સાથે જ મૃતિનિમણુકળા તેમ જ સ્થાપત્યકળા સંકળાયેલાં છે. આપણા દેશના સ્થાપત્યમાં જે વિશેષતાઓ અને જે મહકતા છે તે તીર્થસ્થાને અને મૂર્તિપૂજાને જ મુખ્યપણે આભારી છે. ભેગસ્થાનમાં સ્થાપત્ય આવ્યું છે ખરું, પણ તેનું મૂળ ધર્મસ્થાને અને તીર્થસ્થાનમાં જ છે.
જેનેનાં તીર્થો એ કાંઈ બે—પાંચ કે દશ નથી પણ સેંકડોની સંખ્યામાં, અને તે પણ દેશના કોઈ એક જ ભાગમાં નહિ, પરંતુ જ્યાં જાઓ ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org