SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેનો ઉપયોગ [ રસ ] જ્યાં ધાર્મિક આત્માઓને કાંઈ પણ સંબંધ રહ્યો હોય, અગર જ્યાં કુદરતી સુંદરતા હોય અથવા એ બેમાંથી એકે ન હોય છતાં જ્યાં કોઈ પૈસાદારે પુષ્કળ નાણું ખરચી ઈમારતની, સ્થાપત્યની, મૂર્તિની કે એવી કોઈ વિશેષતા આણી હોય ત્યાં ઘણે ભાગે તીર્થ ઊભાં થઈ જાય છે. ગામ અને શહેરે. ઉપરાંત સમુદ્રતટ, નદીકાંઠે, બીજા જળાશય અને નાનામોટા પહાડ એ જ મોટે ભાગે તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. જૈન તીર્થો જળાશય પાસે નથી આવ્યાં એમ તો નથી જ કેટલાંક સુંદર તીર્થે ગંગા જેવી મહતી નદીને કિનારે અને બીજા જળાશયો પાસે આવેલાં છે. તેમ છતાં સ્થાન પરત્વે જૈન તીર્થોની ખાસ વિશેષતા પહાડોની પસંદગીમાં છે. પૂર્વ હિંદુસ્તાન કે પશ્ચિમ હિંદુસ્તાન, દક્ષિણ હિંદુસ્તાન કે ઉત્તર હિંદુસ્તાન–જ્યાં જાઓ ત્યાં જૈનેનાં પ્રધાન તીર્થો ટેકરીઓ અને પહાડની ઉપર જ આવેલાં છે. માત્ર શ્વેતાંબર સંપ્રદાય જ નહિ પણ દિગંભર સંપ્રદાય સુધ્ધાંની સ્થાન પરત્વે ખાસ પસંદગી પહાડોની જ છે. જયાં શ્વેતાંબરેને જરા પણ સંબંધ નથી, અવરજવર નથી એવાં કેટલાંક ખાસ દિગંબરનાં તીર્થો દક્ષિણ હિંદુસ્તાનમાં છે, અને તે પણ પહાડી ભાગમાં આવેલાં છે. આ ઉપરથી એટલું જ ફલિત થાય છે કે તીર્થના પ્રાણભૂત સંતપુરુષનું મન કેવાં કેવાં સ્થાનમાં વધારે લાગતું, અને તેઓ કઈ જાતના સ્થાને પસંદ કરતા. વળી ભક્તવર્ગ છે કે મનુષ્યમાત્ર છે, તેમને એકાંત અને કુદરતી સુંદરતા કેવી ગમે છે એ પણ એ તીર્થસ્થાનોના વિકાસ ઉપરથી જાણી શકાય છે. ગમે તેટલું ભોગમય અને ધમાલિયું જીવન ગાળ્યા પછી પણ છેવટે, અથબ વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક, માણસ આરામ અને આનંદ માટે ક્યાં અને કેવાં સ્થાન તરફ દૃષ્ટિ દોડાવે છે એ આપણે તીર્થસ્થાનોની પસંદગી ઉપરથી જાણી શકીએ છીએ. તીર્થોનું બધું તેજ અને મહત્વ એ આજે મૂર્તિપૂજા ઉપર અવલંબિત છે. કોઈ જમાનામાં અને તે પણ ક્યાંક કાંઈક તીર્થસ્થાનમાં વિદ્યાની પ્રતિષ્ઠા, પ્રચાર અને વિદ્વાનોની કાયમી ગોષ્ઠી ભલે રહી હોય, પણ આજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249204
Book TitleSadhusanstha ane Tirthsanstha
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages18
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size88 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy