________________
જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા એ વર્ણવિભાગને તેઓ વ્યાવહારિક કે આધ્યાત્મિક વિકાસમાં બંધનરૂપ માનવાની ના પાડે છે. બ્રાહ્મણ સંપ્રદાય વર્ણવિભાગમાં વહેંચાયેલું અને બંધાયેલ છે. એમાં જ્યારે વર્ણવિભાગે વ્યાવહારિક અને આધ્યાત્મિક વિકાસ સાધવામાં બંધન ઊભું કર્યું અને આર્ય માનવોના માનસિક વિકાસમાં આડ ઊભી કરી ત્યારે ભગવાન મહાવીરે એ આડ ફેંકી દેવા અને સામ્યવાદ સ્થાપવા બુદ્ધના જેટલો જ પ્રયત્ન કર્યો.
જેઓ જેઓ ભગવાન મહાવીરના અનુગામી થતા ગયા તેઓ વર્ણનું બંધન ફેંકતા કે ઢીલું તે કરતા જ ગયા, છતાં પિતાના પૂર્વજોના અને પિતાના જમાનાના બ્રાહ્મણપથી પડેશીઓના કડક વબંધનના સંસ્કારોથી છેક જ અલિપ્ત રહી ન શક્યા. એટલે વળી બ્રાહ્મણપથે જ્યારે જ્યારે જોર પકડ્યું, ત્યારે ત્યારે જેનો એ પથના વર્ણબંધનના સંસ્કારથી કાંઈક અને કાંઈક રીતે લેપાયા. એક તરફ વબંધન સામેના જૈનવિધે બ્રાહ્મણપથ ઉપર સીધી અસર કરી અને તે પંથના વણુંબધન સંસ્કારે કાંઈક મેળા પડથા, તે બીજી તરફ બ્રાહ્મણપંથના વર્ણબંધન વિશેના દઢ આગ્રહે જેનપંથ ઉપર અસર પાડી. જેને લીધે ઈચ્છાઓ કે અનિચ્છાએ, એક અથવા બીજે રૂપે, જૈન લોકોમાં વર્ણસંસ્કારોનું કાંઈક વાતાવરણ આવ્યું. આ રીતે વર્ણબંધનના વિરોધી અને અવિરોધી બંને પક્ષો એકબીજા સાથે લડતા
અકળાતા છેવટે એકબીજાની થેડીઘણી અસર લઈ સમાધાનીપૂર્વક આ દેશમાં વસે છે.
આ તે ટૂંકમાં ઐતિહાસિક અવલોકન કર્યું, પણ ભગવાન મહાવીરે જ્યારે વર્ણ બંધનને છેદ ઉડાડી મૂક્યો ત્યારે ત્યાગના દષ્ટિબિંદુ ઉપર પિતાની સંસ્થાના વર્ગો પાડયા. મુખ્ય બે વર્ગ : એક ઘરબાર અને કુટુંબકબીલા વિનાને ફરતો અનગાર વર્ગ, અને બીજે કુટુંબકબીલામાં રાચનાર સ્થાનબદ્ધ અગારી વર્ગ. પહેલો વર્ગ પૂર્ણ ત્યાગી. એમાં સ્ત્રી અને પુરુષ બન્ને આવે, અને તે સાધુ-સાધ્વી કહેવાય. બીજો વર્ગ પૂર્ણ ત્યાગને ઉમેદવાર. એમાં પણ સ્ત્રી અને પુરુષ બને આવે અને તે શ્રાવક-શ્રાવિકા કહેવાય. આ રીતે ચતુર્વિધ સંઘવ્યવસ્થા, અથવા બ્રાહ્મણપંથના પ્રાચીન શબ્દને નવેસર ઉપયોગ કરીએ તે ચતુર્વિધ વર્ણવ્યવસ્થા, શરૂ થઈ. સાધુસંધની વ્યવસ્થા સાધુઓ કરે. એના નિયમે એ સંધમાં અત્યારે પણ છે, અને શાસ્ત્રમાં પણ બહુ સુંદર અને વ્યવસ્થિત રીતે મુકાયેલા છે. સાધુસંધ ઉપર શ્રાવકસંધને અંકુશ નથી એમ કેઈ ન સમજે, પ્રત્યેક નિવિવિદ સારું કાર્ય કરવા સાધુસંધ સ્વતંત્ર જ છે, પણ ક્યાંય ભૂલ દેખાય અથવા તે મતભેદ હોય અથવા તે સારા કાર્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org