________________ -300 ] દર્શન અને ચિંતન જતાં જ નિવૃત્તિ પણ બનાવટી બની ગઈ. ગૃહસ્થ કાળાં બજાર અને શેષણું કરે તે તેમને દેષ છે જ, પણ એ જાણવા છતાં એવી આવકમાંથી ત્યાગીજીવન પોષવું, એ શું કાળા બજાર અને શોષણથી ઊતરતું છે? ત્યાગીઓ ગૃહસ્થોના ધંધાને દૂષિત કહે છે જ્યારે ગૃહસ્થ ઊંડે ઊંડે સમજતા હોય છે કે ધધો દૂષિત છે, પણ એની શુદ્ધિ ત્યાગીઓના પોષણ દ્વારા થઈ જાય છે. એટલે સામાજિક અશુદ્ધિનું ચક્ર ચાલુ જ રહે છે. પરિસ્થિતિ બદલાતાં સિદ્ધાંતની વ્યાખ્યા બદલવી જરૂરી બને છે. એને એક દાખલે વિચારીએ. સ્વદારસંતિષ એ ગૃહસ્થનું બ્રહ્મચર્ય વ્રત છે. હવે આજે આવા વ્રતને ધારણ કરનાર કોઈ ગૃહસ્થ પરસ્ત્રી તરફ કદી પણ નજર ન કરતાં માત્ર સ્વસ્ત્રિીમાં સંતુષ્ટ રહે અને તે પિતે પિષણ અને સંસ્કાર-દાનને પ્રબંધ કરી ન શકે એટલી સંતતિ પેદા કર્યા કરે તે દેખીતી રીતે તે સ્વદારસંતોષનું વ્રત પાળવા છતાં તાવિક રીતે તેને ભંગ જ કરે છે, એમ આજની પરિસ્થિતિમાં કહેવું જોઈએ, કારણ કે, સ્વસ્ત્રીમાં સંતુષ્ટ રહેવું એ તે સ્વદારસંતોષને અર્થ છે જ, પણ તેથી આગળ વધી એમાં એ પણ ગર્ભિત અર્થ સમાયેલું છે કે પિતાનું, સંતતિનું અને સમાજનું જીવન ન વણસે એટલી જ હદે દામ્પત્યજીવનમાં જાયસંબંધને અવકાશ આપવો. સાધ્વીજીએ કહ્યું કે કુમારિક ભટે બુદ્ધ અને મહાવીર જેવા ક્ષત્રિના મુખેથી ઉપદેશાયેલી અહિંસાને પાત્રમાં ભરેલ દૂધ જેવી કહી છે. તેમનું આ કથન સાચું છે, પણ આ ઉપરથી શ્રોતાઓ રખે એમ માની લે કે બ્રાહ્મણ કુમારિલે મહાવીર જેવા અહિંસક ક્ષત્રિયોની નિંદા કરી છે અને તેથી બ્રાહ્મણ માત્ર નિંદક જ છે. વાત એમ છે કે કુમારિલ તે સાતમા સૈકામાં થયા, જ્યારે તેથી કેટલીય શતાબ્દીઓ પહેલાં જેનેએ બ્રાહ્મણકુળને હીન અને તુચ્છ કુળ કહેલું છે. કુમારિલે જેનોએ બ્રાહ્મણકુળ ઉપર કરેલ આક્ષેપ ઉત્તર જ આ છે અને આગળ જતાં બારમા સૈકામાં આ. હેમચંદ્ર કુમારિકને તેથીયે વધારે સખત જવાબ આપે છે. તેથી આપણે અહિંસક દૃષ્ટિએ તે એ વિચારવું ધટે કે ગમે તે પક્ષ તરફથી આક્ષેપ શરૂ થાય પણ એમાં તટસ્થ જ રહેવું જોઈએ અને બીજા કરતાં પિતાના જ દેને જોવાની વૃત્તિ કેળવવી જોઈએ. 1 –પ્રબુદ્ધ જૈન, 15-10-45 1. પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન તા. ૯-૯-૪પના રોજ મહાસતી શ્રી. ઉજજ્વલકુમારજીએ આપેલ વ્યાખ્યાન પછી અધ્યક્ષપદેથી પૂ. પંડિતજીએ આપેલ * વ્યાખ્યાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org