Book Title: Mahavirno Trividh Sandesh
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ભગવાન મહાવીરનો ત્રિવિધ સન્ડેશ અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્ત L[ ૭ ] સાધ્વી શ્રી ઉજવલકુમારજીએ ત્રણ મુદ્દાઓ ઉપર જે સરલ અને સ્પષ્ટ વિવેચન કર્યું છે તેને હરકેઈ સરળતાથી સમજી શકે તેમ છે. તે બલ. હું મારા તરફથી અને સંધ તરફથી તેમને આભાર માનું છું. ગયે વર્ષે સાધ્વીજી ગાંધીજીને રોજ બિરલા હાઉસમાં મળતાં, તેમની સાથે અહિંસા અને તેને લગતા મુદ્દાઓ વિશે ચર્ચા કરતાં. મારે પણ સાધ્વીજી સાથે પરિચય તે વખતે તાજો જ હતો. હું તેમની અને ગાંધીજી વચ્ચે થયેલી ચર્ચાઓ વિશે તેમની જ પાસેથી કાંઈક જાણી લે. તેને સરકારે મારા મન ઉપર પડેલા જ છે. તેને ધ્યાનમાં રાખી અત્યારે તેમના પ્રવચન-શ્રવણ ઉપરથી જે વિચારે ફુર્યો છે તેને જ ટૂંકમાં દર્શાવવા ધારું છું. જે અનેકાંત અહિંસા અને અપરિગ્રહની પૃષ્ઠભૂમિકા છે તે અનેકાંત કેવળ શાસ્ત્રીય વાદના સમન્વયમાં જ સમાતો નથી, તે તે જીવનના પ્રત્યેક ક્ષેત્રને સ્પર્શે છે. વ્યવહારુ જીવનની દરેક બાજુને અવિવેકી આત્યંતિકતા તરફ ઢળતાં રોકવી એ જ સાચી અનેકાન્તદષ્ટિ છે. એવી દષ્ટિ ન હોય તો અહિંસા અને અપરિગ્રહના સિદ્ધાંતિ વ્યક્તિગત અને સામાજિક જીવનમાં વિકૃત થયા વિના રહે જ નહિ. સામાજિક જીવનને સંવાદી અને સૂરીલું બનાવવા માટે આ ત્રણે સિદ્ધાંત અગત્યના હઈ સમગ્ર જીવનમાં તે ધ્રુવ સ્થાને છે. આમ છતાં અને તે ઉપર વારંવાર થતાં વિવેચન સાંભળવા છતાં આપણે જ્યાંના ત્યાં છીએ, તેનું શું કારણ એ પ્રશ્ન મારી પેઠે સૌને થતા હશે. એના ઉત્તરને ઊંડો વિચાર કરતાં એમ લાગે છે કે આપણે સિદ્ધાંત અને તેના બાહ્ય દેખા વચ્ચેનું અંતર જાણી શક્યા નથી. એટલે એક કાળે તેવા સિદ્ધાંતને જીવનમાં સિદ્ધ કરવા અમલમાં મૂકાયેલા અને અત્યારે નિરર્થક બની ગયેલા આચારના ચીલાને જ અનુસરી આપણે તેવા સિદ્ધતિ પ્રમાણે જીવન જીવ્યાનો ખોટો સંતોષ માની લઈએ છીએ અને પ્રસંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3