Book Title: Mahavirno Trividh Sandesh
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249190/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરનો ત્રિવિધ સન્ડેશ અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્ત L[ ૭ ] સાધ્વી શ્રી ઉજવલકુમારજીએ ત્રણ મુદ્દાઓ ઉપર જે સરલ અને સ્પષ્ટ વિવેચન કર્યું છે તેને હરકેઈ સરળતાથી સમજી શકે તેમ છે. તે બલ. હું મારા તરફથી અને સંધ તરફથી તેમને આભાર માનું છું. ગયે વર્ષે સાધ્વીજી ગાંધીજીને રોજ બિરલા હાઉસમાં મળતાં, તેમની સાથે અહિંસા અને તેને લગતા મુદ્દાઓ વિશે ચર્ચા કરતાં. મારે પણ સાધ્વીજી સાથે પરિચય તે વખતે તાજો જ હતો. હું તેમની અને ગાંધીજી વચ્ચે થયેલી ચર્ચાઓ વિશે તેમની જ પાસેથી કાંઈક જાણી લે. તેને સરકારે મારા મન ઉપર પડેલા જ છે. તેને ધ્યાનમાં રાખી અત્યારે તેમના પ્રવચન-શ્રવણ ઉપરથી જે વિચારે ફુર્યો છે તેને જ ટૂંકમાં દર્શાવવા ધારું છું. જે અનેકાંત અહિંસા અને અપરિગ્રહની પૃષ્ઠભૂમિકા છે તે અનેકાંત કેવળ શાસ્ત્રીય વાદના સમન્વયમાં જ સમાતો નથી, તે તે જીવનના પ્રત્યેક ક્ષેત્રને સ્પર્શે છે. વ્યવહારુ જીવનની દરેક બાજુને અવિવેકી આત્યંતિકતા તરફ ઢળતાં રોકવી એ જ સાચી અનેકાન્તદષ્ટિ છે. એવી દષ્ટિ ન હોય તો અહિંસા અને અપરિગ્રહના સિદ્ધાંતિ વ્યક્તિગત અને સામાજિક જીવનમાં વિકૃત થયા વિના રહે જ નહિ. સામાજિક જીવનને સંવાદી અને સૂરીલું બનાવવા માટે આ ત્રણે સિદ્ધાંત અગત્યના હઈ સમગ્ર જીવનમાં તે ધ્રુવ સ્થાને છે. આમ છતાં અને તે ઉપર વારંવાર થતાં વિવેચન સાંભળવા છતાં આપણે જ્યાંના ત્યાં છીએ, તેનું શું કારણ એ પ્રશ્ન મારી પેઠે સૌને થતા હશે. એના ઉત્તરને ઊંડો વિચાર કરતાં એમ લાગે છે કે આપણે સિદ્ધાંત અને તેના બાહ્ય દેખા વચ્ચેનું અંતર જાણી શક્યા નથી. એટલે એક કાળે તેવા સિદ્ધાંતને જીવનમાં સિદ્ધ કરવા અમલમાં મૂકાયેલા અને અત્યારે નિરર્થક બની ગયેલા આચારના ચીલાને જ અનુસરી આપણે તેવા સિદ્ધતિ પ્રમાણે જીવન જીવ્યાનો ખોટો સંતોષ માની લઈએ છીએ અને પ્રસંગ Page #2 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના ત્રિવિધ સંદેશ [ ક આવે ત્યારે તે સિદ્ધાંતાનું ગૌરવ માઈ પાશ્ત્ર એ જ નિર્થક સિદ્ધ થયેલ ખાદ્ધ આચારના ખાખાના અચાવ કરીએ છીએ, ભગવાન મહાવીરે અહિંસા અને અપરિગ્રહના જીવનગત બીજોને વિકસાવવા તેમ જ સિદ્ધ કરવા ધરખર છેડયાં, જંગલના રાહે લીધે . અને ખીજાના શ્રમ ઉપર જીવવાનું બાજુએ મૂકી માત્ર સ્વાવલંબી અને સહિષ્ણુ ત્યાગીવન સ્વીકાર્યું. તેમણે એ જીવન દ્વારા તે કાળે અનેકાંતદૃષ્ટિ અને અહિંસા-અપરિગ્રહ સિદ્દ કરી તેના વારસા બીજાને આપ્યો. પણ અનુયાયીઓ બદલાતી પરિસ્થિતિમાં પણ ભગવાનના તે વખતના બાહ્ય જીવનના માખાને જ વળગી રહ્યા અને ઊંડાણથી એ જોવું ભૂલી ગયા કે વસ્તુતઃ મૂળ સિદ્ધાંતો પ્રમાણે જીવન જિવાય છે કે નહિ. પરિણામ એ આવ્યું કે ભગવાનના સીધા વારસદાર ગણાતા ત્યાગીએ જ એ ધ્રુવ સિદ્ધાંતથી સાવ વેગળા જઈ પડથા, અને હારા વર્ષ પહેલાના ત્યાગીના આચાર–ખાખાતે મજબૂતપણે વળગી રહ્યા. ગૃહસ્થા, કે જે મુખ્યપણે ત્યાગીઓના જીવનને આદશ માની ચાલે છે અને તેમનુ અનુકરણ કરે છે તે, પણ એવા જ શુષ્ક આયારના ખાખાને મજબૂતપણે વળગી રહ્યા અને અનેકાંત તેમ જ અહિ સા—અપરિગ્રહની જાગતી દૃષ્ટિ જ લગભગ ગુમાવી બેઠા. બીજાના શ્રમ ઉપર ન વવાની દૃષ્ટિએ કયારેક યોજાયેલા અનગારમાર્ગ આજે એટલા બધા વિકૃત થઈ ગયે છે કે તેનુ પાલન એકમાત્ર બીજાના શ્રમને જ આભારી થઈ ગયું છે. ઉધાડે પગે ચાલવું, હાથે વાળ ખેંચી લઈ લાચ કરવા વગેરે કણ માચારો અને મિલમાં તૈયાર થયેલ ઝીણાં તેમ જ રેશમી—ભાગી જનને શેોભે તેવાં કપડાં એ એને ત્યાગીજીવનમાં મેળ શૉ, એ વિચારવું ઘટે છે. અહિંસા અને અપગ્રિહ માટે જ નગ્નત્વ કે અર્ધનગ્નત્વ સ્વીકારનાર ત્યાગીવગ જમાનો અદલાતાં વસ્ત્ર ધારણ કરે અને શહેરમાં પણ રહે તો તે એ જ સિદ્ધાંતને અનુસરી પોતાનાં કપડાં પોતે તૈયાર કેમ ન કરે ? આ પ્રશ્ન અઘરા અને ધર્મ ધાતક લાગતા હોય તે તેનું કારણ એ છે કે આપણામાં એ ધ્રુવ સિદ્ધાંતા વિશેની સાચી અને ઊંડી સમજણુ જ નથી. નિર્દોષ ગણાય એવા નિરક્ષરતાનિવારણ અને સામાજિક જ્ઞાનદાનનુ કાર્ય કાઈ ત્યાગી જવાબદારીપૂર્વક કરે તે તેને સમાજ ત્યાગચુત થયેલ માને છે. આનું કારણ એ છે કે આપણે નિત્તિને જ પૂર્ણ ધમ માની લીધા અને એ ભૂલી ગયા કે દોષનિવૃત્તિ એ તો ધમ માત્રની એક બાજી જ છે, અને તે પણ સામાજિક કલ્યાણની પ્રવૃત્તિ કરવાની માત્ર પ્રાથમિક શરત છે. પરિણામે સત્પ્રવૃત્તિના આગ્રહ Page #3 -------------------------------------------------------------------------- ________________ -300 ] દર્શન અને ચિંતન જતાં જ નિવૃત્તિ પણ બનાવટી બની ગઈ. ગૃહસ્થ કાળાં બજાર અને શેષણું કરે તે તેમને દેષ છે જ, પણ એ જાણવા છતાં એવી આવકમાંથી ત્યાગીજીવન પોષવું, એ શું કાળા બજાર અને શોષણથી ઊતરતું છે? ત્યાગીઓ ગૃહસ્થોના ધંધાને દૂષિત કહે છે જ્યારે ગૃહસ્થ ઊંડે ઊંડે સમજતા હોય છે કે ધધો દૂષિત છે, પણ એની શુદ્ધિ ત્યાગીઓના પોષણ દ્વારા થઈ જાય છે. એટલે સામાજિક અશુદ્ધિનું ચક્ર ચાલુ જ રહે છે. પરિસ્થિતિ બદલાતાં સિદ્ધાંતની વ્યાખ્યા બદલવી જરૂરી બને છે. એને એક દાખલે વિચારીએ. સ્વદારસંતિષ એ ગૃહસ્થનું બ્રહ્મચર્ય વ્રત છે. હવે આજે આવા વ્રતને ધારણ કરનાર કોઈ ગૃહસ્થ પરસ્ત્રી તરફ કદી પણ નજર ન કરતાં માત્ર સ્વસ્ત્રિીમાં સંતુષ્ટ રહે અને તે પિતે પિષણ અને સંસ્કાર-દાનને પ્રબંધ કરી ન શકે એટલી સંતતિ પેદા કર્યા કરે તે દેખીતી રીતે તે સ્વદારસંતોષનું વ્રત પાળવા છતાં તાવિક રીતે તેને ભંગ જ કરે છે, એમ આજની પરિસ્થિતિમાં કહેવું જોઈએ, કારણ કે, સ્વસ્ત્રીમાં સંતુષ્ટ રહેવું એ તે સ્વદારસંતોષને અર્થ છે જ, પણ તેથી આગળ વધી એમાં એ પણ ગર્ભિત અર્થ સમાયેલું છે કે પિતાનું, સંતતિનું અને સમાજનું જીવન ન વણસે એટલી જ હદે દામ્પત્યજીવનમાં જાયસંબંધને અવકાશ આપવો. સાધ્વીજીએ કહ્યું કે કુમારિક ભટે બુદ્ધ અને મહાવીર જેવા ક્ષત્રિના મુખેથી ઉપદેશાયેલી અહિંસાને પાત્રમાં ભરેલ દૂધ જેવી કહી છે. તેમનું આ કથન સાચું છે, પણ આ ઉપરથી શ્રોતાઓ રખે એમ માની લે કે બ્રાહ્મણ કુમારિલે મહાવીર જેવા અહિંસક ક્ષત્રિયોની નિંદા કરી છે અને તેથી બ્રાહ્મણ માત્ર નિંદક જ છે. વાત એમ છે કે કુમારિલ તે સાતમા સૈકામાં થયા, જ્યારે તેથી કેટલીય શતાબ્દીઓ પહેલાં જેનેએ બ્રાહ્મણકુળને હીન અને તુચ્છ કુળ કહેલું છે. કુમારિલે જેનોએ બ્રાહ્મણકુળ ઉપર કરેલ આક્ષેપ ઉત્તર જ આ છે અને આગળ જતાં બારમા સૈકામાં આ. હેમચંદ્ર કુમારિકને તેથીયે વધારે સખત જવાબ આપે છે. તેથી આપણે અહિંસક દૃષ્ટિએ તે એ વિચારવું ધટે કે ગમે તે પક્ષ તરફથી આક્ષેપ શરૂ થાય પણ એમાં તટસ્થ જ રહેવું જોઈએ અને બીજા કરતાં પિતાના જ દેને જોવાની વૃત્તિ કેળવવી જોઈએ. 1 –પ્રબુદ્ધ જૈન, 15-10-45 1. પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન તા. ૯-૯-૪પના રોજ મહાસતી શ્રી. ઉજજ્વલકુમારજીએ આપેલ વ્યાખ્યાન પછી અધ્યક્ષપદેથી પૂ. પંડિતજીએ આપેલ * વ્યાખ્યાત.