SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ 1. દર્શન અને ચિંતન કોઈ પણ નાની કે મોટી ઉંમરને સહિષ્ણુ હોય તો તે એક જ નહિ પણ અનેક ઉપવાસ સહેલાઈથી કરી શકે. વિદ્યાની સાધના એવી સહેલી નથી. પચીસ પચીસ વર્ષ લગી સતત અને ખંતપૂર્વક એવી સાધના કરી હોય. તો પણ તે આજકાલના ધેરણની દૃષ્ટિએ અધૂરી પડે છે. વ્યક્તિ વિશે એમ. નથી. આજે જ બેચાર ઉપવાસ ખેચી કાઢે. લાગણીવાળા સ્નેહીઓ તમને તપ કર્યું એમ કહેશે અને વધારામાં તે તપ ઊજવશે પણ. પરંતુ તે જ લેકે વિદ્યાનું એવું મૂલ્યાંકન કરી નહિ શકે. અને છતાંય એ તપ છે જ,. કેમકે વિદ્યા વિના અંદર અંધારું રહે છે અને ગ્રંથિઓ ભેદતી નથી. ઘણુ લકે એમ સમજે છે કે ભણવું અને વિદ્યાભ્યાસ કરે એટલે કાંઈ પ્રવૃત્તિ ન કરવી, પુરુષાર્થ ન કરે; પણ ખરી વાત બીજી છે. જે ખરા અર્થમાં વિદ્યા સાધવી હોય તો તેમાં જમ્બર પુસ્વાર્થની જરૂર છે. એ કામ માત્ર નિવૃત્તિરૂપ કે આરામદેહ નથી. એમાં તે ભારે પરસે ઉતાર. પડે છે, અને તેથી જ તે તપ કહેવાય છે. જે મન, વચન અને શરીરને. તપાવે, થકવી નાખે અને પરિણામે તેમાંથી ઉચ્ચ ધ્યેય સિદ્ધ થાય તે તપ. આ અર્થમાં વિદ્યાની સાધના –ખરી સાધના – ઉપવાસ આદિ કહેવાતાં. તપ કરતાં પણ દુષ્કર તપ છે. ઉપનિષદના ઋષિએ એ જ અર્થમાં સ્વાધ્યાય અને પ્રવચનને તપ કહી તેમાં પ્રમાદ ન સેવવાની ભલામણ કરી છે. હવે આપણે આપણી વિદ્યાપ્રવૃત્તિ વિશે થોડે વિચાર કરી, એ જોઈએ કે આપણી પ્રવૃત્તિ તપ કહેવા લાયક છે ? સામાન્ય રીતે એમ જોવામાં આવે છે કે મે ભાગ ન છૂટકે ભણે છે. ભણ્યા વિના ક્યાંય ગજ નથી. વાગત તે લાવો ભણીએ, એમ ધારી ઘણું ભણે છે. માબાપ કે વડીલ પણ એમ ધારીને ભણાવે છે કે છોકરાં નહિ ભણે તે ઠેકાણે નહિ પડે. આવી લાચાર વૃત્તિથી શરૂ કરેલ ભણતર ફળદાયી નથી નીવડતું. એ કદાચ ડિગ્રી મેળવાવી આપે, પણ આત્મામાં પ્રકાશ ન અર્પી શકે. આવી લાચાર વૃત્તિથી ભણનારા પરીક્ષા પૂરતું વાંચે છે, ને પરીક્ષાના દિવસોમાં જ ડી. ઘણી મહેનત કરે છે. બાકીને ઘણે સમય તેઓ વેડફે છે. વડીલે માને છે કે છોકરાંઓ ભણે છે, જ્યારે છોકરાઓ ઘણી વાર તે શક્તિ, સમય અને. ધનનો દુરુપયોગ કરે છે. ઉચ્ચ વિદ્યાના ક્ષેત્રમાં પણ આવું ચાલતું જોવાય છે. અનેક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ એવાં મળી આવશે કે જેઓ પરી-- ક્ષાના દિવસો સિવાય ભાગ્યે જ વાંચે–વિચારે. જે તેમને એમ ને એમ પ્રમાણપત્ર મળી જતું હોય તે તેઓ એટલું પણ ન વાંચે. આ દષ્ટિએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249153
Book TitleMangal Pravachana 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size92 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy