________________
મંગળપ્રવચન
[૨]
મંગળપ્રવચનને ખ્યાલ એવો છે કે સત્રને આરંભે મંગળરૂપે કાંઈક કહેવું. દરેક કામની શરૂઆતમાં મંગળ-અનુષ્ઠાન કરવાનો રિવાજ છે. લગ્ન વગેરે શુભ કાર્યોમાં ગણેશ માંડવા, એની પૂજા કરવી વગેરે માંગલિક અનુછાને જાણીતાં છે. આપણું ક્ષેત્ર વિદ્યાનું હોઈ તેના સત્ર-પ્રારંભે વિદ્યા વિશે વિચાર કરવો એ જ માંગલિક ગણાય.
એક ઉપનિષદમાં સ્વાધ્યાય અને પ્રવચન એ જ તપ છે એમ કહ્યું છે. આપણું વિદ્યાક્ષેત્ર એટલે સ્વાધ્યાય અને પ્રવચનનું જ ક્ષેત્ર. તેથી ફલિત એમ થયું કે આપણું વિદ્યાક્ષેત્ર એ તપનું ક્ષેત્ર છે. અહીં જ વિચારવું પ્રાપ્ત થાય છે કે ઋષિએ સ્વાધ્યાય અને પ્રવચનને તપ કર્યું તે કઈ દષ્ટિએ અને કયા અર્થમાં? તપનો અર્થ એ સસ્તો નથી કે આપણે થોડુઘણું વાંચીએ, 'વિચારીએ કે ઊંચે મને બેલીએ, લખીએ એટલે તે તપ થઈ જાય. તપને અર્થ એથી બહુ વધારે ઊંડે અને અધરે પણ છે. તપ એ નિછામાં -- બુદ્ધિપૂર્વકની નિષ્ઠામાં જ સમાય છે. વિદ્યાવિષયક પરિશીલન નિછા વિનાનું હોય તો તે તપની કટિમાં ન આવે અને એવું પરિશીલન માંગળિક પણ ન નીવડે, એટલે કે જીવનમાં પ્રાણ ને પૂરે. નિષ્ઠાને અર્થ સમજ ઘટે. જે કામ સ્વીકાર્યું હોય તેમાં એકરસ થવું, પોતાની બધી શકિતઓ તેમાં જ કેન્દ્રિત કરવી અને ગમે તેવાં વિધાનો સામનો કરવામાં આનંદ અનુભવો તેમ જ ઉત્સાહને કદી ઓસરવા દે નહિ એ 'નિકાનો અર્થ છે. આવી નિદા સાથેનું વિદ્યાકાર્ય એ જ તપ છે, અને એ પિતે સ્વયં મંગળરૂપ છે; એને ઇતર મંગળની જરૂર નથી. દીપકને પ્રકાશિત કરવા કોઈ બીજે દીવ પ્રકટાવતું નથી, કેમકે તે સ્વતઃપ્રકાશમાન છે.
આપણે સૌ જાણીએ છીએ કે લોકો ઉપવાસ અને એવાં બીજાં કઠણ વતને તપ કહે છે. એવાં વ્રત આચરનાર તપસ્વી ગણાય છે. સખત શરદી કે ગરમી ઈચ્છાપૂર્વક સહનાર પણ તપસ્વી ગણાય છે. પરંતુ જરા બારીકીથી વિચારીએ તો જણાશે કે વિદ્યાતપ અને ઉપવાસતપ વચ્ચે કેટલું અંતર છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org