SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ > • જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ · ૫૮ શાસ્ત્રગ્રંથાના સર્જક-સ’પાદક જૈનશાસનના મહાન યાતિ ર શાસનપ્રભાવક પૂ. આચાર્ય દેવશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ મહાન ધર્માંર ધર જૈનાચાર્ય શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીધરજી મહારાજના પુણ્યનામથી ભાગ્યે જ કોઈ અાણ્યુ હશે ! પૂજ્ય સૂરીશ્વરજી પોતાની તપશ્ચર્યાથી, અપ્રતિમ શાસનરાગથી, અસાધારણ વિદ્વત્તાથી, હૃદય‘ગમ વાકૌશલથી, રસમધુર કવિત્વશક્તિથી, વત્સલ પ્રકૃતિથી અને સુટ્ટી સયમપર્યાયથી જૈન-જૈનેતર સમાજમાં આદરણીય સ્થાન પામ્યા હતા. તેમ જ પેાતાના સ'પાદિત કરેલા વિદ્વત્તાપૂર્ણ શાસ્ત્રગ્રંથોથી વિંગમાં પણ અત્યંત પ્રતિષ્ઠા પામ્યા હતા. તેઓશ્રીના જન્મ ઉત્તર ગુજરાતમાં ભાયણીતીની નજીક આવેલા માલશાસન નામના નાનકડા ગામમાં થયા હતા. પિતા પીતાંબરદાસ અને માતા મેાતીબહેનને ત્યાં સ. ૧૯૪૦ના પ્રથમ પોષ સુદ ૧૨ને શુભ દિવસે અવતર્યાં. માતાપિતાએ વહાલસોયા બાળકનું નામ લાલચંદ રાખ્યું. માતાપિતાના ધાર્મિક સસ્કારી અને બાલ્યવયથી સાધુ-સાધ્વીજીએના સહવાસને લીધે લાલચંદમાં વૈરાગ્યભાવ જાગ્યા હતા. આગળ જતાં, શ્રી જિનેશ્વરદેવાએ પ્રોધેલા માર્ગ જ સૌંસારની માયામાંથી મુક્તિ અપાવવા સમર્થ છે એમ સ્વીકારીને માત્ર ૧૯ વર્ષની ભરયુવાન વચ્ચે બાલબ્રહ્મચારી પ્રાતઃસ્મરણીય પૂ. આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી લબ્ધિવિજયજી નામે ધૈર્ષત થયા. * દીક્ષા ગ્રહણ કરીને હિરના મારગ છે શૂરાને, નહિ કાયરનું કામ જોને 'એ સનાતન વચનને સાક કરી બતાવ્યું. સતત સ્વાધ્યાયપરાયણતા, અપૂર્વાં ઉત્સાહ, અવિહુક પુરુષા, ગુરુસેવા, સ્વપર કલ્યાણની ભાવના – આ સર્વ ગુણાને કારણે તેઓશ્રી ટૂંક સમયમાં બહુશ્રુત વિદ્વાન તરીકે સિદ્ધ થયા. વળી, તેઓશ્રી શાસનનાં કુશળ મુનિરાજ, ન્યાયમાં નિપુણ અને જય-તપ-ધ્યાનમાં સમથ આરાધક તરીકે સફળ બનવા લાગ્યા. તેઓના ગહન જ્ઞાનને! પરિચય તેમણે સ`પાદિત કરેલા દ્વાદશાર નયચક્ર ગ્રંથના ચાર ભાગમાંથી મળી આવે છે. આ ગ્રંથનું પ્રકાશન દાદરના જૈન જ્ઞાનમંદિરના ઉપક્રમે ઉપરાષ્ટ્રપતિશ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના શુભ હસ્તે થયું હતું અને તે વખતે પૂ. સૂરીશ્વરજીએ ગીર્વાંગિરા-સસ્કૃતમાં વક્તવ્ય આપીને સૌને મત્રમુગ્ધ કરી દીધા હતા. પૂજ્યશ્રી વકતૃત્વશક્તિમાં પણ પાર’ગત હતા. સ’સ્કૃત, પ્રાકૃત, હિન્દી અને ગુજરાતી પર એકસરખું પ્રભુત્વ ધરાવતા હતા. તેઓશ્રીમાં વિદ્વત્તા અને કવિત્વના સુભગ સમન્વય થયા હતા, તેથી તેમનાં પ્રવચનો સાંભળવા અસખ્ય ભાવિકા એકત્રિત થતા હતા. ઈડરના શ્રીસંઘે સ. ૧૯૭૧માં પૂજ્યશ્રીને ‘ જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ ’ના માનવતા ખિરુદથી અલંકૃત કર્યાં હતા; જ્યારે પજાબી જૈનસમાજ તેઓશ્રીને છેટે આત્મારામજી ’ન હુલામણા નામે સ ંબધતા હતા. ૨૬-૨૭ વષઁની ભરયુવાન વયે સુલતાન જેવા અના પ્રદેશમાં વિચરીને સુ ંદર છટાથી, નીડરતાપૂર્વક, બુલંદ અવાજે, ગામડે ગામડે જાહેર પ્રવચને આપ્યાં હતાં; જેના પરિણામે સે'કડા માંસાહારીઓએ માંસાહારને ત્યાગ કર્યાં હતા. પંજાબ, ઉત્તર પ્રદેશ, Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249128
Book TitleVijay Labdhisuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Story
File Size121 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy