SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતા-૨ ૧૩પ માટે આકર્ષણનું કેન્દ્ર હતું. પૂજ્યશ્રી કોઈ પણ મહત્ત્વાકાંક્ષા કે અપેક્ષાથી હંમેશાં પર રહેતા. પરિણામે પૂજ્યશ્રીના વરદ હસ્તે વિવિધ શાસનપ્રભાવના હોંશે હોંશે થતી. પૂજ્યશ્રી શિલ્યવિદ્યામાં પણ પારંગત હતા. મહેસાણામાં શ્રી સીમંધર સ્વામિનું તીર્થ આજે ભારતભરમાં અજોડ સમારક સમું ઊભું છે તે તેઓશ્રીની દષ્ટિનું પરિણામ છે. પૂજ્યશ્રીએ 47 વર્ષના સુદીર્ઘ સંયમપર્યાયમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર આદિ પ્રાંતમાં વિહાર કરીને ધર્મ પ્રવૃત્તિઓ ધમધમતી રાખવા અને માનવજીવનની ધર્મજ્યોત ઉજજ્વળ રાખવા માટે સતત પ્રયત્ન કર્યા. સં. ૨૦૪૧માં અંકુર રોસાયટી, અમદાવાદમાં જેઠ સુદ બીજને દિવસે કાગ ધ્યાનમાં પૂજ્યશ્રીની જીવનયાત્રા સમાપ્ત થઈ ૧પ કિલેમીટરની લાંબી સ્મશાનયાત્રા પછી પૂજ્યશ્રીના પાર્થિવ દેહને “શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર”-કેબા (ગાંધીનગર)ના પ્રાંગણમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. તે સમયે ઊમટેલે માનવ મહેરામણ પૂજ્યશ્રીની લોકપ્રિયતાને સાક્ષી બની રહ્યો. મૃત્યુની પૂર્વ રાત્રિએ પૂજ્યશ્રીએ કહ્યું હતું કે, હું મૃત્યુ પ્રાપ્ત કરીને શ્રી સીમંધરસ્વામી ભગવાન પાસે મહાવિદેહમાં જઈને, પરમાત્માના ચરણમાં, સંયમ અંગીકાર કરવા માગું છું. મને જીવવાનો મેહ નથી, મવાને ડર નથી. પૂજ્યશ્રીના શબ્દોમાં સત્ય હોય તેમ કાયોત્સર્ગ ધ્યાનમાં સ્વર્ગગમન કર્યું ! આમ, પૂજ્યશ્રી સાચા અર્થમાં નિ:સ્પૃહી આચાર્ય ભગવંત હતા. જ્ઞાન અને તપમાં અદ્વિતીય હોવા છતાં વિનમ્ર હતા. “આતમજ્ઞાની શ્રમણ કહાવે” નામથી પૂજ્યશ્રીનું જીવનકવન જાણતા સાહિત્યકાર શ્રી કુમારપાળ દેસાઈની કસાયેલી કલમે લખાયું છે. એવા મહાન તિર્ધર સૂરિપુંગવ પૂજ્યપાદ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજનાં ચરણકમળમાં કે ટિશ વંદના ! (સંકલન : પૂ. પંન્યાસ શ્રી ધરણેન્દ્રસાગરજી મહારાજ) વર્તમાન સમુદાયનાયક અને પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજ પાલનપુર પાસે બનાસ નદીના કિનારે શ્રી આદિનાથ ભગવાન અને શ્રી મહાવીર ભગવાનનાં બે બે વિશાળ અને સુરમ્ય, ભવ્ય અને ઉત્તેગ જિનાલયે, અનેક પૌષધશાળાઓ, ઉપાશ્રયે, આયંબિલશાળાઓ, ગુરુમંદિરે અને કીર્તિસ્તંભેથી ભતા જૂના ડીસા શહેરમાં પૂજ્યશ્રીને જન્મ થયે હતે. પિતાનું નામ ચુનીલાલ છગનલાલ મહેતા અને માતાનું નામ જમનાબહેન હતું. તેઓને ઘેર સં. ૧૯૭ન્ના માગશર વદ ૧૦ને દિવસે એક પુત્રરત્નને જન્મ થયો. પુત્રનું નામ રાખ્યું વર્ધિચંદ. માતાના ધાર્મિક સંસ્કારો પુત્રમાં ઊતર્યા. પૂર્વ જન્મના પુણ્યોદયે માનવજીવન અને તેમાં પણ જૈન ધર્મના પાયારૂપ આધ્યાત્મિક પ્રગતિનું પ્રથમ પાન પ્રાપ્ત થયું. એમાં માતા-પિતાના અને કુટુંબના સંસ્કારો પ્રાપ્ત થયા. જાણે સેનામાં સુગંધ ભળી ! ભૌતિક પ્રગતિ કરતાં આધ્યાત્મિક પ્રગતિ સાચી અને શાશ્વત છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249118
Book TitleKailassagarsuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Story
File Size120 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy