________________
શાસનપ્રભાવક
૧૩૪ પિતાની અદ્દભુત બુદ્ધિપ્રતિભાને લીધે અલ્પ સમયાવધિમાં જ તેઓશ્રીએ સિદ્ધહેમ વ્યાકરણ, આગામિક, દાર્શનિક અને સાહિત્યિક ગ્રંથનું નિષ્ઠાપૂર્વક ઊંડું અધ્યયન કર્યું. અગાધ અધ્યયનપ્રીતિ અને અવિરામ અધ્યયનમગ્નતાને કારણે પૂજ્યશ્રીની ગણના વિદ્વાન સાધુઓમાં થવા લાગી. ગમે ત્યાં નૂતન જ્ઞાનની ક્ષિતિજ દેખાય ત્યાં વિહાર કરવામાં કઈ દિવસ આળસ કે સંકેચ રાખતા ન હતા. તેઓશ્રીની યોગ્યતાને લક્ષમાં લઈને સ. ૨૦૦૪ના મહા સુદ ૧૩ના શુભ દિવસે પૂ. આચાર્યદેવ શ્રી કીતિસાગરસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને ગણિપદ પ્રદાન કર્યું અને ૨૦૦૫ના માગશર સુદ ૧૦ના દિવસે મુંબઈમાં પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૧૧ના મહા સુદ પાંચમે સાણંદમાં ઉપાધ્યાયપદે આરૂઢ કરવામાં આવ્યા. સં. ૨૦૨૨ના મહા વદ ૧૧ને શુભ દિવસે પૂજ્યશ્રીને નવપદના ત્રીજા પદે–આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા અને પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર થયા.
આચાર્યપદની પ્રાપ્તિ પછી સાતમે વર્ષે જ પૂજ્યશ્રી પર પૂરા સમુદાયને ભાર આવી પડ્યો. સં. ૨૦૨માં પૂજ્યશ્રી ગચ્છનાયક બન્યા અને સં. ૨૦૩૯ના જેઠ સુદ ૧૧ને દિવસે મધુપુરી (મહુડી) તીર્થની પુણ્યભૂમિ પર વિશાળ જનસમુદાયની ઉપસ્થિતિમાં સાગરસમુદાયની પ્રણાલિકા પ્રમાણે વિધિવત્ ગચ્છાધિપતિ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીના શુભ હસ્તે લગભગ ૨૪ અંજનશલાકા, ૮૦ જિનમંદિરનો જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાઓ, ૨૦ ઉપરાંત ઉપધાનતપની આરાધનાઓ, અનેક ઉપાશ્રયેનું નિર્માણકાર્ય, ૯૦૦૦ ઉપરાંત જિનબિંબની અંજનશલાકા–પ્રતિષ્ઠા થઈ. પૂજ્યશ્રી ગચ્છાધિપતિ બન્યા હોવા છતાં તેમનામાં સ્વાદલપટપણું જોવા મળ્યું નથી. તેઓશ્રીએ પ્રાયઃ એકાસણાથી ઓછું તપ કર્યું નથી. સાથે સાથે પૂજ્યશ્રી એવું માનતા કે બદામ, ચોખા વગેરે પરમાત્માને ચઢાવવામાં આવે છે તેથી તે વસ્તુનું મારે પચ્ચકખાણ રાખવું. કારણ કે બદામ, ચેખા વગેરે દેરાસરજીમાંથી બહાર વેચાતાં હોવાથી તે આવી જાય તે દેવદ્રવ્યનો દેષ લાગે. એટલા માટે જ પૂજ્યશ્રી કદી પણ પંજાબ, કે જે પિતાની જન્મભૂમિ હતી, છતાં ત્યાં ગયા નહીં. પૂજ્યશ્રીએ જીવનભર કદી પણ આધાકમ આહારને ઉપયોગ કર્યો નહીં. અરે, વિહારમાં શીંગ, ચણા, રોટલા, છાશ, ગોળ વગેરેથી ચલાવી લેતા. પિતાને માટે કઈ પણ બનાવરાવતાં નહીં. પૂજ્યશ્રીએ બેસવા માટે કદી પણ પારને ઉપયોગ કર્યો નહીં. હંમેશાં આસન નીચે જ હોય. તેઓશ્રી નીચી દષ્ટિ રાખીને જ બેસતા. પ્રાયઃ પેન્સિલ કે બેલિપેનથી જ લખતા. પૂજ્યશ્રીને વિનયવિવેક પણ અદ્દભુત હતે. હંમેશાં કહેતા કે “રાણોદર્દ સર્વત્તાપૂનામ્ ' બધા સાધુઓને ચરણુકિંકર છું. પૂજ્યશ્રીને કઈ પણ પાસેથી કંઈ કે નવું જાણવા મળે તે તરત કહેતાં કે તેઓ મારા વિદ્યાગુરુ છે. જીવનભર કોઇને પિતાની પાસે આવવા દીધું ન હતું. છતાં કઈ વખત ક્રોધ આવી જાય તે પ્રાયશ્ચિત્ત રૂપે ત્રણ આયંબિલ કરતા. પૂજ્યશ્રીએ જીવનમાં ફેટે પડાબે નહીં. એક પ્રસંગે ફેટા પડાવવાનું ફરજિયાત થતાં ૨૧ આયંબિલ શરૂ કરી દીધાં. પૂજ્યશ્રી આટઆટલા ઉચ્ચ સ્થાને પ્રતિષ્ઠિત હોવા છતાં કઈ દિવસ અભિમાન અંશ રૂપે દેખાતું નહીં. આવા નિરભિમાની વ્યક્તિત્વથી પૂજ્યશ્રી અત્યંત લોકપ્રિય બન્યા હતા. પૂજ્યશ્રીનું સીધું અને સરળ વ્યક્તિત્વ શ્રદ્ધાળુઓ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org