Book Title: Kailassagarsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 1
________________ શ્રમણભગવંતો-૨ ૧૩૩ શાસનપ્રભાવના કરીને સ્વ-પર કલ્યાણના કીતિ કળશે સ્થાપિત કરી ગયા. એટલું જ નહિ, વિશાળ શિષ્ય-પ્રશિષ્ય પરિવાર દ્વારા વિશાળ પાયે શાસનપ્રભાવને સતત ચાલુ રહે તેવું સિદ્ધ કરતા ગયા. વર્તમાનમાં વિદ્યમાન પ. પૂ. આ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. શ્રી મનહરકીર્તિ સાગરસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. શ્રી ભદ્રબસાગરસૂરીશ્વરજી મહારાજ તેમ જ શિષ્ય-પ્રશિષ્ય આદિ ૫૫ સાધુભગવંતે તથા ૯૬ સાધ્વીજી મહારાજે વિચારી રહ્યાં છે. એવા એ મહાન શાસનપ્રભાવક ગુરુભગવંતને કોટિ કોટિ વંદના ! ૯૦૦૦ ઉપરાંત જિનબિંબની અંજનશલાકા જેમના વરદ હસ્તે થઈ છે એવા પરમ શાંત-સૌમ્યમૂર્તિ અને અદ્દભુત શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ કાગળનાં ફૂલોમાં સૌંદર્ય હોઈ શકે, પણ એમાં સુગંધ હતી નથી. એનું સૌંદર્ય આપણા મનને બહેલાવી શકે છે, પરંતુ સુવાસથી આનંદવિભેર કરી શકતું નથી. નેત્રાદિ પાંચે ઈન્દ્રિયેના અજોડ સંયમી પરમ શ્રદ્ધેય પૂજ્ય આચાર્યદેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ પણ સંસાર રૂપી ઉપવનમાં એવા ફૂલ હતા કે જેમની આત્મિક સૌદર્યશ્રી અદ્ભુત સૌરભથી મહેકતી હતી. તેઓશ્રીને જન્મ સં. ૧૯૦ના માગશર વદ ૬, તા. ૧૯-૧૨૧૯૧૩ને શુક્રવારે પંજાબ પ્રાન્તના લુધિયાણ જિલ્લાના જગરામા ગામે થયેલ હતું. તેમના પિતાનું નામ રામકૃષ્ણદાસજી અને માતાનું નામ રામખીદેવી હતું. પૂજ્યશ્રીનું પોતાનું નામ કાશીરામ હતું. તેઓ સ્થાનકવાસી જૈન હતા. બાળક કાશીરામને ઉછેર જેનધર્મના આદર્શ સંસ્કારને અનુરૂપ થયેલ હતું. બે ભાઈઓ અને ચાર બહેનના વિશાળ કુટુંબમાં જન્મથી જ કાશીરામનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી હતું. પ્રાથમિક શિક્ષણ વતનની પાઠશાળામાં લઈને આગળ અભ્યાસ માટે લાહોર ગયા. ત્યાં બી. એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં એનર્સ સાથે પાસ કરી. પરંતુ કિશોરાવસ્થાથી જ કાશીરામનું મન એકદમ વૈરાગ્યવાસિત બની ગયું હતું. પરંતુ માતાપિતાના આગ્રહથી લગ્ન કરવા પડ્યા. મૂળ ધર્મથી સ્થાનકવાસી હોવાને કારણે મૂર્તિ પૂજાના કટ્ટર વિરોધી હતા. આત્મકલ્યાણના પંથે આગળ વધવાની તીવ્રતમ ઇચ્છા હતી. સં. ૧૯૯૪ના પિષ વદ ૧૦ના શુભ દિવસે તેમની આ ઇચ્છા પૂર્ણ થઈ. કારણ કે ગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી મહારાજનાં પુસ્તકેએ તેમના મન ઉપર ઘેરી અસર કરી હતી. પરિણામે, અમદાવાદમાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજના સાનિધ્યમાં દિક્ષિત થઈને તપસ્વીરત્ન મુનિરાજ શ્રી જિતેન્દ્રસાગરજી મહારાજના શિષ્ય બન્યા. અને મુનિ શ્રી કૈલાસસાગરજી નામે ઘોષિત થયા. દીક્ષા પછી પૂજ્યશ્રીની આત્મવિકાસની પ્રક્રિયા ઉત્તરોત્તર વિકાસ પામતી ગઈ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3