Book Title: Kailassagarsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249118/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૧૩૩ શાસનપ્રભાવના કરીને સ્વ-પર કલ્યાણના કીતિ કળશે સ્થાપિત કરી ગયા. એટલું જ નહિ, વિશાળ શિષ્ય-પ્રશિષ્ય પરિવાર દ્વારા વિશાળ પાયે શાસનપ્રભાવને સતત ચાલુ રહે તેવું સિદ્ધ કરતા ગયા. વર્તમાનમાં વિદ્યમાન પ. પૂ. આ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. શ્રી મનહરકીર્તિ સાગરસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. શ્રી ભદ્રબસાગરસૂરીશ્વરજી મહારાજ તેમ જ શિષ્ય-પ્રશિષ્ય આદિ ૫૫ સાધુભગવંતે તથા ૯૬ સાધ્વીજી મહારાજે વિચારી રહ્યાં છે. એવા એ મહાન શાસનપ્રભાવક ગુરુભગવંતને કોટિ કોટિ વંદના ! ૯૦૦૦ ઉપરાંત જિનબિંબની અંજનશલાકા જેમના વરદ હસ્તે થઈ છે એવા પરમ શાંત-સૌમ્યમૂર્તિ અને અદ્દભુત શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ કાગળનાં ફૂલોમાં સૌંદર્ય હોઈ શકે, પણ એમાં સુગંધ હતી નથી. એનું સૌંદર્ય આપણા મનને બહેલાવી શકે છે, પરંતુ સુવાસથી આનંદવિભેર કરી શકતું નથી. નેત્રાદિ પાંચે ઈન્દ્રિયેના અજોડ સંયમી પરમ શ્રદ્ધેય પૂજ્ય આચાર્યદેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ પણ સંસાર રૂપી ઉપવનમાં એવા ફૂલ હતા કે જેમની આત્મિક સૌદર્યશ્રી અદ્ભુત સૌરભથી મહેકતી હતી. તેઓશ્રીને જન્મ સં. ૧૯૦ના માગશર વદ ૬, તા. ૧૯-૧૨૧૯૧૩ને શુક્રવારે પંજાબ પ્રાન્તના લુધિયાણ જિલ્લાના જગરામા ગામે થયેલ હતું. તેમના પિતાનું નામ રામકૃષ્ણદાસજી અને માતાનું નામ રામખીદેવી હતું. પૂજ્યશ્રીનું પોતાનું નામ કાશીરામ હતું. તેઓ સ્થાનકવાસી જૈન હતા. બાળક કાશીરામને ઉછેર જેનધર્મના આદર્શ સંસ્કારને અનુરૂપ થયેલ હતું. બે ભાઈઓ અને ચાર બહેનના વિશાળ કુટુંબમાં જન્મથી જ કાશીરામનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી હતું. પ્રાથમિક શિક્ષણ વતનની પાઠશાળામાં લઈને આગળ અભ્યાસ માટે લાહોર ગયા. ત્યાં બી. એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં એનર્સ સાથે પાસ કરી. પરંતુ કિશોરાવસ્થાથી જ કાશીરામનું મન એકદમ વૈરાગ્યવાસિત બની ગયું હતું. પરંતુ માતાપિતાના આગ્રહથી લગ્ન કરવા પડ્યા. મૂળ ધર્મથી સ્થાનકવાસી હોવાને કારણે મૂર્તિ પૂજાના કટ્ટર વિરોધી હતા. આત્મકલ્યાણના પંથે આગળ વધવાની તીવ્રતમ ઇચ્છા હતી. સં. ૧૯૯૪ના પિષ વદ ૧૦ના શુભ દિવસે તેમની આ ઇચ્છા પૂર્ણ થઈ. કારણ કે ગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી મહારાજનાં પુસ્તકેએ તેમના મન ઉપર ઘેરી અસર કરી હતી. પરિણામે, અમદાવાદમાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજના સાનિધ્યમાં દિક્ષિત થઈને તપસ્વીરત્ન મુનિરાજ શ્રી જિતેન્દ્રસાગરજી મહારાજના શિષ્ય બન્યા. અને મુનિ શ્રી કૈલાસસાગરજી નામે ઘોષિત થયા. દીક્ષા પછી પૂજ્યશ્રીની આત્મવિકાસની પ્રક્રિયા ઉત્તરોત્તર વિકાસ પામતી ગઈ 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ૧૩૪ પિતાની અદ્દભુત બુદ્ધિપ્રતિભાને લીધે અલ્પ સમયાવધિમાં જ તેઓશ્રીએ સિદ્ધહેમ વ્યાકરણ, આગામિક, દાર્શનિક અને સાહિત્યિક ગ્રંથનું નિષ્ઠાપૂર્વક ઊંડું અધ્યયન કર્યું. અગાધ અધ્યયનપ્રીતિ અને અવિરામ અધ્યયનમગ્નતાને કારણે પૂજ્યશ્રીની ગણના વિદ્વાન સાધુઓમાં થવા લાગી. ગમે ત્યાં નૂતન જ્ઞાનની ક્ષિતિજ દેખાય ત્યાં વિહાર કરવામાં કઈ દિવસ આળસ કે સંકેચ રાખતા ન હતા. તેઓશ્રીની યોગ્યતાને લક્ષમાં લઈને સ. ૨૦૦૪ના મહા સુદ ૧૩ના શુભ દિવસે પૂ. આચાર્યદેવ શ્રી કીતિસાગરસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને ગણિપદ પ્રદાન કર્યું અને ૨૦૦૫ના માગશર સુદ ૧૦ના દિવસે મુંબઈમાં પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૧૧ના મહા સુદ પાંચમે સાણંદમાં ઉપાધ્યાયપદે આરૂઢ કરવામાં આવ્યા. સં. ૨૦૨૨ના મહા વદ ૧૧ને શુભ દિવસે પૂજ્યશ્રીને નવપદના ત્રીજા પદે–આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા અને પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર થયા. આચાર્યપદની પ્રાપ્તિ પછી સાતમે વર્ષે જ પૂજ્યશ્રી પર પૂરા સમુદાયને ભાર આવી પડ્યો. સં. ૨૦૨માં પૂજ્યશ્રી ગચ્છનાયક બન્યા અને સં. ૨૦૩૯ના જેઠ સુદ ૧૧ને દિવસે મધુપુરી (મહુડી) તીર્થની પુણ્યભૂમિ પર વિશાળ જનસમુદાયની ઉપસ્થિતિમાં સાગરસમુદાયની પ્રણાલિકા પ્રમાણે વિધિવત્ ગચ્છાધિપતિ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીના શુભ હસ્તે લગભગ ૨૪ અંજનશલાકા, ૮૦ જિનમંદિરનો જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાઓ, ૨૦ ઉપરાંત ઉપધાનતપની આરાધનાઓ, અનેક ઉપાશ્રયેનું નિર્માણકાર્ય, ૯૦૦૦ ઉપરાંત જિનબિંબની અંજનશલાકા–પ્રતિષ્ઠા થઈ. પૂજ્યશ્રી ગચ્છાધિપતિ બન્યા હોવા છતાં તેમનામાં સ્વાદલપટપણું જોવા મળ્યું નથી. તેઓશ્રીએ પ્રાયઃ એકાસણાથી ઓછું તપ કર્યું નથી. સાથે સાથે પૂજ્યશ્રી એવું માનતા કે બદામ, ચોખા વગેરે પરમાત્માને ચઢાવવામાં આવે છે તેથી તે વસ્તુનું મારે પચ્ચકખાણ રાખવું. કારણ કે બદામ, ચેખા વગેરે દેરાસરજીમાંથી બહાર વેચાતાં હોવાથી તે આવી જાય તે દેવદ્રવ્યનો દેષ લાગે. એટલા માટે જ પૂજ્યશ્રી કદી પણ પંજાબ, કે જે પિતાની જન્મભૂમિ હતી, છતાં ત્યાં ગયા નહીં. પૂજ્યશ્રીએ જીવનભર કદી પણ આધાકમ આહારને ઉપયોગ કર્યો નહીં. અરે, વિહારમાં શીંગ, ચણા, રોટલા, છાશ, ગોળ વગેરેથી ચલાવી લેતા. પિતાને માટે કઈ પણ બનાવરાવતાં નહીં. પૂજ્યશ્રીએ બેસવા માટે કદી પણ પારને ઉપયોગ કર્યો નહીં. હંમેશાં આસન નીચે જ હોય. તેઓશ્રી નીચી દષ્ટિ રાખીને જ બેસતા. પ્રાયઃ પેન્સિલ કે બેલિપેનથી જ લખતા. પૂજ્યશ્રીને વિનયવિવેક પણ અદ્દભુત હતે. હંમેશાં કહેતા કે “રાણોદર્દ સર્વત્તાપૂનામ્ ' બધા સાધુઓને ચરણુકિંકર છું. પૂજ્યશ્રીને કઈ પણ પાસેથી કંઈ કે નવું જાણવા મળે તે તરત કહેતાં કે તેઓ મારા વિદ્યાગુરુ છે. જીવનભર કોઇને પિતાની પાસે આવવા દીધું ન હતું. છતાં કઈ વખત ક્રોધ આવી જાય તે પ્રાયશ્ચિત્ત રૂપે ત્રણ આયંબિલ કરતા. પૂજ્યશ્રીએ જીવનમાં ફેટે પડાબે નહીં. એક પ્રસંગે ફેટા પડાવવાનું ફરજિયાત થતાં ૨૧ આયંબિલ શરૂ કરી દીધાં. પૂજ્યશ્રી આટઆટલા ઉચ્ચ સ્થાને પ્રતિષ્ઠિત હોવા છતાં કઈ દિવસ અભિમાન અંશ રૂપે દેખાતું નહીં. આવા નિરભિમાની વ્યક્તિત્વથી પૂજ્યશ્રી અત્યંત લોકપ્રિય બન્યા હતા. પૂજ્યશ્રીનું સીધું અને સરળ વ્યક્તિત્વ શ્રદ્ધાળુઓ 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા-૨ ૧૩પ માટે આકર્ષણનું કેન્દ્ર હતું. પૂજ્યશ્રી કોઈ પણ મહત્ત્વાકાંક્ષા કે અપેક્ષાથી હંમેશાં પર રહેતા. પરિણામે પૂજ્યશ્રીના વરદ હસ્તે વિવિધ શાસનપ્રભાવના હોંશે હોંશે થતી. પૂજ્યશ્રી શિલ્યવિદ્યામાં પણ પારંગત હતા. મહેસાણામાં શ્રી સીમંધર સ્વામિનું તીર્થ આજે ભારતભરમાં અજોડ સમારક સમું ઊભું છે તે તેઓશ્રીની દષ્ટિનું પરિણામ છે. પૂજ્યશ્રીએ 47 વર્ષના સુદીર્ઘ સંયમપર્યાયમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર આદિ પ્રાંતમાં વિહાર કરીને ધર્મ પ્રવૃત્તિઓ ધમધમતી રાખવા અને માનવજીવનની ધર્મજ્યોત ઉજજ્વળ રાખવા માટે સતત પ્રયત્ન કર્યા. સં. ૨૦૪૧માં અંકુર રોસાયટી, અમદાવાદમાં જેઠ સુદ બીજને દિવસે કાગ ધ્યાનમાં પૂજ્યશ્રીની જીવનયાત્રા સમાપ્ત થઈ ૧પ કિલેમીટરની લાંબી સ્મશાનયાત્રા પછી પૂજ્યશ્રીના પાર્થિવ દેહને “શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર”-કેબા (ગાંધીનગર)ના પ્રાંગણમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. તે સમયે ઊમટેલે માનવ મહેરામણ પૂજ્યશ્રીની લોકપ્રિયતાને સાક્ષી બની રહ્યો. મૃત્યુની પૂર્વ રાત્રિએ પૂજ્યશ્રીએ કહ્યું હતું કે, હું મૃત્યુ પ્રાપ્ત કરીને શ્રી સીમંધરસ્વામી ભગવાન પાસે મહાવિદેહમાં જઈને, પરમાત્માના ચરણમાં, સંયમ અંગીકાર કરવા માગું છું. મને જીવવાનો મેહ નથી, મવાને ડર નથી. પૂજ્યશ્રીના શબ્દોમાં સત્ય હોય તેમ કાયોત્સર્ગ ધ્યાનમાં સ્વર્ગગમન કર્યું ! આમ, પૂજ્યશ્રી સાચા અર્થમાં નિ:સ્પૃહી આચાર્ય ભગવંત હતા. જ્ઞાન અને તપમાં અદ્વિતીય હોવા છતાં વિનમ્ર હતા. “આતમજ્ઞાની શ્રમણ કહાવે” નામથી પૂજ્યશ્રીનું જીવનકવન જાણતા સાહિત્યકાર શ્રી કુમારપાળ દેસાઈની કસાયેલી કલમે લખાયું છે. એવા મહાન તિર્ધર સૂરિપુંગવ પૂજ્યપાદ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજનાં ચરણકમળમાં કે ટિશ વંદના ! (સંકલન : પૂ. પંન્યાસ શ્રી ધરણેન્દ્રસાગરજી મહારાજ) વર્તમાન સમુદાયનાયક અને પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજ પાલનપુર પાસે બનાસ નદીના કિનારે શ્રી આદિનાથ ભગવાન અને શ્રી મહાવીર ભગવાનનાં બે બે વિશાળ અને સુરમ્ય, ભવ્ય અને ઉત્તેગ જિનાલયે, અનેક પૌષધશાળાઓ, ઉપાશ્રયે, આયંબિલશાળાઓ, ગુરુમંદિરે અને કીર્તિસ્તંભેથી ભતા જૂના ડીસા શહેરમાં પૂજ્યશ્રીને જન્મ થયે હતે. પિતાનું નામ ચુનીલાલ છગનલાલ મહેતા અને માતાનું નામ જમનાબહેન હતું. તેઓને ઘેર સં. ૧૯૭ન્ના માગશર વદ ૧૦ને દિવસે એક પુત્રરત્નને જન્મ થયો. પુત્રનું નામ રાખ્યું વર્ધિચંદ. માતાના ધાર્મિક સંસ્કારો પુત્રમાં ઊતર્યા. પૂર્વ જન્મના પુણ્યોદયે માનવજીવન અને તેમાં પણ જૈન ધર્મના પાયારૂપ આધ્યાત્મિક પ્રગતિનું પ્રથમ પાન પ્રાપ્ત થયું. એમાં માતા-પિતાના અને કુટુંબના સંસ્કારો પ્રાપ્ત થયા. જાણે સેનામાં સુગંધ ભળી ! ભૌતિક પ્રગતિ કરતાં આધ્યાત્મિક પ્રગતિ સાચી અને શાશ્વત છે. 2010_04