________________
३२४
શાસનપ્રભાવક
ના હતા, તેમ આ મનમેહક સ્તવને પણ માથે ચડાવીને નાચવાનું મન થાય એટલાં એ સુંદર, સરસ અને ચિંતનમય છે. ભવભ્રમણને ભાંગીને ભુક્કો કરવાની કલ્પનાશકિત જગાડવાની આ સ્તવનમાં અભુત શક્તિ છે.
પહેલા સ્તવનમાં પ્રભુજીને પ્રિયતમ તરીકે સ્વીકાર્યા છે. દેવાધિદેવ શ્રી તીર્થકર પરમાત્મા જેના પ્રિયતમ હોય તેનું મન સતી જેમ સત્ તત્ત્વમાં પ્રતિષ્ઠિત હોય; પછી પૂછવું જ શું ! બીજા સ્તવનમાં એ પ્રીતમની પ્રતીક્ષાને ભાવ ભાવસભર શૈલીમાં ગૂંથાયે છે :
પંથ નિહાળું રે બીજા જિન તણે રે, અજિત અજિત ગુણધામ. ત્રીજા સ્તવનમાં શ્રી વિશ્વર વીતરાગ અરિહંત પરમાત્માના સેવકની પ્રાથમિક એગ્યતા દર્શાવી છે. ભય, દ્વેષ,
ખેદ ઇત્યાદિ રહિત ભક્ત જ ભગવાનની ઝાંખી કરી શકે. ચેથા સ્તવનમાં દર્શનપિપાસુ સાધકની આગવી છટાઓનું નિદર્શન છે. સાધકમાં આવશ્યક આત્મિક ખુમારીની આબોહવા જોવા મળે છે. એમાં જિનદર્શનનું તત્ત્વજ્ઞાન જોવા મળે છે અને વેગ, અધ્યાત્મ અને અનુભૂતિની સ્પર્શનાનું સંગીત પ્રાપ્ત થાય છે. એ સંગીતમાં લીન બનીને સંસારની માયાજાળમાંથી મુક્ત થઈ જવાય છે. સાધક આત્મસ્થ બને છે અને આત્મસ્થ સ્થિતિ એ જ પરમ આનંદની, પરમ સુખની, પરમ શાંતિની સ્થિતિ છે, એમ સિદ્ધ થાય છે. સેળભું સ્તવન વાંચતાં એ વાતની પ્રતીતિ થાય છે કે ગીરાજ આનંદઘનજી સાચે જ એ અવસ્થામાં જ જીવ્યા હશે! ભાગ્ય રૂપી ભાનુના પ્રકાશમાં આનંદઘન આત્મા પ્રસન્નતામાં પૂર્ણ સુખ પામે – એ આ સ્તવને અનુભવ કરાવે છે. આ સ્તવને પૂર્ણ ચંદ્રમાંથી ઝરતી સુધા સમાં છે. એની અર્થ વૃતિ સૂર્યકિરણ સમી પ્રકાશમાન છે, તે એની નાદલીલા, સંગીતલીલા, શ્રવણલીલા ચંદ્રકિરણ સમી મધુર છે. આ સ્તવનામાં આધ્યાત્મિક ગરિમાનું એજસ્ છે, તે ભક્તિભાવનું માર્દવ છે. સુધારસને સ્વાદ ફિક્કો લાગે એ આત્મરસ–પરમાત્મરસ આ સ્તવનમાંથી આસ્વાદાય છે! વીસમા સ્તવનમાં એટલે જ આત્માને ચાવવાની વાત છે, જેમાં પરમાત્મરસ નીપજે છે! આ સ્તવનેના અભ્યાસથી, સેવનથી આત્મશુદ્ધિ થાય છે, આત્મસનેહમાં વૃદ્ધિ થાય છે, ભક્તિભાવમાં સમૃદ્ધિ થાય છે અને જીવનમાં રિદ્ધિ પ્રાપ્ત થાય છે. માટે યોગી શ્રી આનંદઘનજીની આ ચેવશી અનન્ય કૃતિ છે !
ધ્યાનાર્હ છવન-પ્રસંગે નિર્ભયતાઃ શ્રી આનંદઘનજીના વ્યક્તિત્વને પરિચય કરાવતા કેટલાક પ્રસંગે નોંધાયા છે. તે પ્રસંગે તેમના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરવા માટે સક્ષમ છે.
એક વાર મહાત્મા આનંદઘનજીને ખાનગીમાં હળવેકથી વિનંતી કરવામાં આવી કે આપ ડી વાર વ્યાખ્યાનનો પ્રારંભ ન કરે તે સારું...”
વ્યાખ્યાન તે તેને સમયે શરૂ થશે જ. મહાત્માએ આકાશ સામે દષ્ટિપાત કરીને નિર્ણય જાહેર કર્યો.
“પણ નગરશેઠ જેવી વ્યક્તિ સભામાં ન હેય ને” વ્યાખ્યાન સાંભળવા બેઠેલા આજકેએ પિતાની અકળામણ વ્યક્ત કરી.
ધર્મનું આચરણ વ્યક્તિગત રીતે વિચારીને થાય? ” એમ કહીને આનંદઘનજીએ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org