SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ 216 શાસનપ્રભાવકે ભાષાનું લાલિત્ય, શૈલીની સુંદરતા મુક્ત ઝરણાની જેમ ભાવેને અખલિત પ્રવાહ વહાવે છે. આ ગ્રંથ મુખ્યત્વે ધર્મકથાનુગ છે. તેમાંનાં વર્ણન જોતાં ચારે અનુગે ઘટી શકે છે. આ કથામાં ન્યાય, દર્શન, આયુર્વેદ, યેતિષશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, ધાતુવિદ્યા, વ્યાપાર, યુદ્ધનીતિ આદિ વિવિધ વિષયેનું વર્ણન છે. આ કથાના આઠ પ્રસ્તાવ છે. પ્રથમ પ્રસ્તાવ વિષયની ભૂમિકા રૂપે છે. બીજા પ્રસ્તાવમાં કર્મ, જીવ અને સંસારની અવસ્થાઓનું રૂપક રૂપે વર્ણન છે. ત્રીજા પ્રસ્તાવમાં કેળ, વિષયાસક્તિની પરિણતિ કથાના માધ્યમથી સમજાવી છે. ચેથા પ્રસ્તાવમાં પિતાના પ્રતિપાદ્ય વિષયનું વિસ્તારથી વર્ણન અને અનેક અવાન્તર કથાઓ છે. આઠમાંથી ચાર પ્રસ્તાવ મહત્વના છે. તેમાંય એથે પ્રસ્તાવ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. “ઉપમિતિભવપ્રપંચ કથા” ગ્રંથ પૂર્ણ થયા પછી એનું વાચન ભિન્નમાલ નગરમાં કર્યું હતું. આ ગ્રંથની પ્રતિલિપિ ગણું” નામનાં સાધ્વીએ તૈયાર કરી હતી. તેઓ દુર્ગાસ્વામીના આજ્ઞાતિની હતાં. આ ગ્રંથ વિ. સં. ૯૯ર માં જેઠ સુદ પાંચમને ગુરુવારે પૂર્ણ થયે હતે. ઉપશમભાવથી પરિપૂર્ણ આ કથાવાચન સાંભળી લેક પ્રસન્ન થયે અને જૈનસંઘે આચાર્ય સિદ્ધષિસૂરિને “સિદ્ધવ્યાખ્યાતા”ની પદવી આપી હતી. આ કથા વિ. સં. ૯રમાં રચાયેલી હોવાથી આચાર્ય સિદ્ધષિને સમય વિક્રમની દસમી સદી સિદ્ધ થાય છે. ન્યાયશેલીની ટીકા રચનારાઓમાં અગ્રેસર, સમર્થ આગમ ટીકાકાર આચાર્યશ્રી શીલાંકસૂરિજી મહારાજ ટીકાકાર આચાર્યોમાં શ્રી શીલાંકસૂરિનું નામ પ્રસિદ્ધ છે. તેમનાં બીજાં નામે શીલા કાચાર્ય, શીલાચાર્ય, વિમલમતિ, તત્ત્વાદિત્ય વગેરે છે. સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષાઓ પર તેમનું પ્રભુત્વ હતું. ન્યાયશૈલીની ટીકા રચનાઓમાં તેઓ સૌથી પહેલા છે. આજે પ્રાપ્ત થતી આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્રની વિશાળ ટીકાઓ તેમની વિદ્વત્તાની પશ્ચિાયક છે. આચાર્ય શીલાંકસૂરિની ગુરુપરંપરાને સંબંધ નિવૃત્તિકુલ સાથે છે. નિવૃત્તિકુલ (ગ૭)ના આચાર્ય માનદેવસૂરિ તેમના ગુરુ છે. આચારાંગસૂત્રની ટકામાં પોતાને “નિવૃત્તિકુલીન” અને ચઉપન્નમહાપુરિસીરિય”માં પિતાને માનદેવસૂરિના શિષ્ય બતાવ્યા છે. આ સિવાય તેમના ગૃહસ્થજીવનની વિગત કે સાધુજીવનની વિગતો મળતી નથી. - શ્રી શીલાચાયે આગમો પર ટીકાઓ રચવાનું યશસ્વી કાર્ય કર્યું છે. તેમણે ચઉવનમહાપુરિસચરિયું', આચારાંગ ટીકા, સૂત્રકૃતાંગ ટકા, ભગવતીસૂત્રની ટીકા, જીવસમાસની વૃત્તિ વગેરે ગ્રંથની રચના કરી છે. આ સર્વ ગ્રંથે ગાંભુ ગામે રચ્યા છે. પ્રભાવકચરિત્ર પ્રમાણે શ્રી શીલાંકાચાયે અગિયાર અંગશા–આગ પર ટીકાઓ રચી હતી. પણ વર્તમાનમાં માત્ર આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્ર પરની ટીકાઓ જ મળે છે, જેને પરિચય આ પ્રમાણે છે : આચારાંગ ટીકા : બંને શ્રતસ્ક પર રચેલી આ ટીકાનું ગ્રંથ પ્રમાણ 12300 કલેક છે. મૂળ અને નિયુક્તિના આધારે આગમના પ્રથમ કૃતસ્કંધનું મહાપરિક્ષા નામનું સાતમું અધ્યયન Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249077
Book TitleSiddharshisuri
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Story
File Size127 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy