________________
ર૧પ
શ્રમણભગવતે વચન લીધું કે, “કદાચ બૌદ્ધદર્શનનો અભ્યાસ કરતાં બૌદ્ધ ધર્મ સ્વીકારવાની ઇચ્છા થાય તે, પહેલાં એક વાર અહીં આવીને મને મળી જવું.” મુનિ સિદ્ધષિએ મહાબોધિનગર જઈ બૌદ્ધ ગ્રંથોનો અભ્યાસ કર્યો. દુર્ભાગ્યે તેમને બૌદ્ધધર્મ સ્વીકારવાની ઇચ્છા થતાં, ગુરુદેવને આપેલ વચન મુજબ, ગુરુ પાસે જવા નીકળ્યા. આ જાણી બૌદ્ધાચા પણ એવી જ રીતનું તેમની પાસેથી વચન લીધું. આથી મુનિ સિદ્ધષિને ગુરુદેવ પાસેથી બૌદ્ધાચાર્ય પાસે અને બૌદ્ધાચાર્ય પાસેથી ગુરુદેવ પાસે અનેકવાર-૨૧ વખત–આવાગમન કરવું પડયું. ગુરુદેવે વારંવાર સમજાવતાં અને તેનું કોઈ પરિણામ ન આવતાં પ્રાંતે લલિતવિસ્તરા” નામના ગ્રંથ મુનિ સિદ્ધષિને આપે. આ ગ્રંથ વાંચતાં જ મુનિ સિદ્વષિની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને વિચારવા લાગ્યા કે, “આવા પરમ ઉપકારી જૈનશાસન અને સદ્દગુરુને પામ્યા છતાં મારું આ મન કેવું થયું?” તેમનાં જ્ઞાનચક્ષુ ખૂલી ગયાં, મતિભ્રમ દૂર થશે અને પશ્ચાત્તાપના અગ્નિમાં વિશુદ્ધ થઈ જૈનધર્મમાં સ્થિર થયા. ત્યાર બાદ ગ્ય સમયે ગુરુદેવે તેમને યથાયોગ્ય જાણ આચાર્યપદ પ્રદાન કર્યું, અને પિતે અનશનપૂર્વક, ભિન્નમાલ નગરે, સ્વર્ગે સિધાવ્યા.
આચાર્ય સિદ્ધષિએ ઉપમિતિભવપ્રપંચકથા' નામની તેમની કૃતિમાં “લલિતવિસ્તારના રચયિતા આચાર્ય હરિભદ્રસૂરિ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવતાં લખ્યું છે કે
नमोस्तु हरिभद्राय, तस्मै प्रवरसूरये । મર્ચે નિર્માતા હવે વૃત્તિર્સ્ટવિસ્તરા તેમ જ महोपकारी स श्रीमान् हरिभद्रप्रभुर्यतः ।।
मदर्थ मेत्र येनासौ ग्रंथोऽपि निरमायत ॥ તાત્પર્ય કે, શ્રી સિદ્ધષિમૂરિએ પિતાને સન્માર્ગે વાળનાર મહાન ઉપકારી આચાર્યશ્રી હરિભદ્રસૂરિને નમસ્કાર કર્યા છે અને તેમણે “લલિતવિસ્તા” જાણે પિતાના માટે જ રચ્યું હોય એ અનન્ય ભાવ પ્રગટ કર્યો છે.
ગ્રંથરચના : * ઉપદેશમાલાવૃત્તિ અને અંતે પ્રશસ્તિમાં દર્શાવ્યું છે કે, સ્યાદ્વાદ, મીમાંસા, વૈશેષિક, સાંખ્ય અને બૌદ્ધ વગેરે દર્શનના જાણકાર, સકલ ગ્રંથોના અર્થમાં નિપુણ મહાચાર્ય સિદ્ધર્ષિએ આ વૃત્તિ બનાવી છે. શ્રી રત્નપ્રભસૂરિએ તેમાં આચાર્ય સિદ્ધિવિને વ્યાખ્યાતૃચૂડામણિ' કહ્યા છે. આમ, આચાર્ય સિદ્ધષિ મહાન વ્યાખ્યાકાર, સમર્થ ગ્રંથકાર, અજોડ દાર્શનિક અને અત્યંત મેધાવી સૂરિવર હતા. તેમણે શ્રી ધર્મદાસગણિની ઉપદેશમાલા પર ટીકા અને શ્રી સિદ્ધસેન દિવાકરના ન્યાયાવતાર પર ટીકા રચી છે. વિ. સં. ૯૭૩ માં ચંદ્રકેવલિચરિત્ર વગેરે ગ્રંથ લખ્યા છે. ઉપમિતિભવપ્રપંચથ્થા તેમની અદ્વિતીય કૃતિ છે.
ઉપમિતિભવપ્રપંચકહા : આચાર્ય સિદ્ધષિસૂરિએ ૬૦૦૦ પ્રમાણ આ કથાથમાં સંસારી જીવ કઈ રીતે સત્યધર્મ પામી ઊંચે ચડે છે એ બતાવવા માટે પિતાને જ આગળ ધરી પ્રસ્તાવનાની પીઠિકા બાંધી છે, અને પછી પિતાને જાત-અનુભવ જણાવ્યું છે. આ રૂપક ગ્રંથ ભારતીય સાહિત્યમાં જ નહિ, વિશ્વસાહિત્યમાં પણ પહેલવહેલે રૂપક ગ્રંથ છે. તેમાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org