________________
૧૨૮
શાસનપ્રભાવક આર્ય મહાગિરિના શિષ્ય હતા. આર્ય મહાગિરિનો પૂર્વ ગુરુકમ નંદી સ્થવિરાવલીમાં અને કલ્પસૂત્ર
વિરાવલીમાં લગભગ સમાન છે. આર્ય સુહસ્તિસૂરિની પરંપરામાં ગણાચાર્યપદ પર તે સમયે આચાર્ય સુસ્થિતસૂરિ અને આચાર્ય સુપ્રતિબદ્ધસૂરિ હતા.
આચાર્ય સ્વાતિસૂરિને જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. નદીસૂત્રના ઉલેખ મુજબ તેમનું ગોત્ર હારિત હતું. સ્વાતિસૂરિ નામે કેટલાક આચાર્યો થયા છે તેમાં આ પહેલા સ્વાતિસૂરિ છે. તત્ત્વાર્થસૂત્રના રચનાકાર ઉમાસ્વાતિ આચાર્ય સ્વાતિસૂરિથી જુદા છે. ઉમાસ્વાતિનું ગેત્ર કૌભીષણ હતું, ને તેઓ ઉચૂનાગર શાખાના હતા. આચાર્ય સ્વાતિસૂરિના સમયમાં ઉચ્ચનાગર શાખાની ઉત્પત્તિ જ થઈ ન હતી. આથી બંને સ્પષ્ટપણે જુદા જ છે. આચાર્ય સ્વાતિજી પિતાના યુગમાં પ્રભાવક આચાર્ય હતા. તેમણે વાચનાચાર્યપદ અત્યંત કુશળતાપૂર્વક સંભાળ્યું હતું અને જૈનદર્શનની મોટી પ્રભાવના કરી હતી. આચાર્ય સ્વાતિસૂરિના સમયે મગધદેશ પર મૌર્યવંશનું શાસન ચાલતું હતું.
વાચનાચાર્ય સ્વાતિને આચાર્યપદાહણને સમય બલિહ અને આચાર્ય શ્યામસૂરિ વચ્ચેનો છે. આચાર્ય બલિસ્ટને સ્વર્ગવાસ વીરનિર્વાણ સં. ૩૨૯માં અને વાચનાચાર્ય શ્યામસૂરિને આચાર્યપદાહણ સમય વિરનિર્વાણ સં. ૩૩પમાં માનવામાં આવે છે. આથી વાચનાચાર્ય સ્વાતિને સમય વિરનિર્વાણ , ૩૨૯ પછી અને વીરનિર્વાણ સં. ૩૩પ પૂર્વનિ સંભવે છે.
જેનદર્શનનું મહદ્ અંશે જ્ઞાન દર્શાવતું “પ્રજ્ઞાપનાસૂત્ર'ના રચયિતા શ્રી શ્યામાચાર્યજી (પહેલા કાલકાચાર્યજી) મહારાજ
તથા ૧૦૮ વર્ષના વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ યુગપ્રધાન
શ્રી શાંડિલાચાર્ય (કંદિલસૂરિ) મહારાજ
આચાર્યશ્રી શ્યામાચાર્ય તથા શ્રી શાંડિલાચાર્ય નદીસૂત્રના ઉલ્લેખ મુજબ, અનુક્રમે ૧૧માં અને ૧રમાં વાચનાચાર્ય હતા. યુગપ્રધાન પટ્ટાવલીકાએ એ બંને આચાર્યોને સુગપ્રધાન માન્યા છે, અને અનુક્રમે ૧રમાં અને ૧૩મા યુગપ્રધાન તરીકે જણાવ્યા છે. જૈન પરંપરામાં ચાર કાલકાચાર્ય પ્રસિદ્ધિ પામ્યા છે, તેમાં શ્રી શ્યામાચાર્યને પ્રથમ કાલકાચાર્યથી ઓળખાવવામાં આવે છે. વલ્લભી યુગપ્રધાન પટ્ટાવલીમાં યુગપ્રધાનશ્રી ગુણસુંદરસૂરિ પછી કાલકાચાર્યનું નામ છે. અને સુરસમસમગસંઘરથ પટ્ટાવલીમાં ગુણસુંદરસૂરિ પછી યુગપ્રધાન રૂપે શ્યામાચાર્યનું નામ છે. વાસ્તવમાં તે બંને એક જ છે.
વાચનાચાર્યના ક્રમમાં આર્ય મહાગિરિના શિષ્ય વાચનાચાર્ય બલિરૂહની પછી આચાર્ય સ્વાતિ અને આચાર્ય સ્વાતિની પછી વાચનાચાર્ય શ્યામાચાર્ય થયા. ચામાચાર્ય પછી વાચનાચાર્ય પાંડિલ્યસૂરિને કમ બતાવ્યું છે. યુગપ્રધાન પટ્ટાવલીમાં યુગપ્રધાન ગુણસુંદરસૂરિ પછી અનુક્રમે શ્યામાચાર્ય અને પાંડિલ્યસૂરિને ઉલ્લેખ છે. પાંડિલ્યસૂરિને ઉલ્લેખ યુગપ્રધાન પટ્ટાવલીમાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org