________________ 218 અર્વાચીન જૈન જયોતિર્ધરો કરવા માગતા હોય એમ શ્રી લક્ષ્મણભાઈ સાથે વાત કરતા કરતા બે-ચાર મિનિટમાં જ તેઓ સ્વર્ગવાસી થઈ ગયા. છેલ્લી પળો પૂરી સમાધિ, શાન્તિ અને સ્વસ્થતામાં વીતી; ન કોઈ વેદના કે ન કશી માયા-મમતા. વીતરાગ ધર્મના સાધક, વીતરાગ-ભાવ કેળવી પોતાના જીવનને ઉજજવળ અને ધન્ય બનાવી ગયા ! ઉપસંહાર : આ આત્મસાધક સંત પોતે પણ અનેકાંતવાદની સાક્ષાનું પ્રતિમા હતા. પોતાની તેજસ્વી બુદ્ધિને અનેકાંતના આશ્રય-જળ-સિંચનથી એમણે અવિરત ફળદાયિની બનાવી હતી. બાસઠ વર્ષનું એમનું દીક્ષા જીવન એટલે અવિરત કર્મ-યાત્રા અને અખંડ જ્ઞાનયજ્ઞ એક સાચા વિદ્વાનને છાજે એ રીતે તેઓ આજીવન વિદ્યા-અર્થી જ રહ્યા. પુણ્યવિજ્યજી એટલે નખશિખ વિદ્યાથી. આમ વિષે એક આદર્શચરિત સંતને ગુમાવ્યા, જૈન સમાજે આદર્શ પુરુષ અને સાહિત્યસેવીને ગુમાવ્યા. આગમ સાહિત્યના ક્ષેત્રને એક વિરલ વિભૂતિની ખોટ પડી. આગમ–પ્રભાકર, શીલના ઉપાસક, દીર્ધ તપસ્વી, મૂક સાહિત્યસેવી, વિદ્વાન મુનિ-રત્ન શ્રી પુણ્યવિજયજીની ચિરવિદાયથી આપણને કેટલી ખોટ પડી છે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. એમના જવાથી જૈન સમાજે એક મહામૂલું રત્ન ગુમાવ્યું. પણ હવે તો એ જ્ઞાનજ્યોતિનું સ્મરણ, વન્દન અને યથાશક્તિ અનુસરણ કરવું એ જ આપણા હાથની અને હિતની વાત છે. * For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org