________________ 140 અર્વાચીન જૈન જ્યોતિર્ધરો વિશિષ્ટ ગુણો અને સંસ્કારિતા : અપ્રતિમ આશાવાદ એ તેમના જીવનનો સૌથી મોટો ગુણ છે. જયારે કોઈ પણ પ્રસંગ કે પરિસ્થિતિ અંગે અન્ય સર્વ અને નિરાશ બની બેઠાં હોય, ત્યારે તેમની નજર તેમાંથી પણ કોઈ નાનું-સરખું આશાપ્રેરક કિરણ શોધી કાઢની અને પોતાનું નાવ પૂરા ઉત્સાહપૂર્વક તેઓ હંકારી મૂકતા. તેમનો બીજો એક વિશિષ્ટ ગુણ તેમની પ્રકૃતિને વરેલું ઉમદા પ્રકારનું સૌહા' હતું. મરતાંને પણ મર ન કહેવું એ તેમનો સ્વભાવ હતો. નાના-મોટા સૌ કોઈને દિલના ઉમળકાથી બોલાવે, કોઈનું કામ કરી છૂટવામાં આનંદ માને, સમાજહિતકારી સ કોઈ પ્રવૃત્તિઓ વિષે હાર્દિક સહાનુભૂતિ ધરાવે અને જયાં જેટલો પોતાનો હાથ લંબાવી શકાય ત્યાં કેટલો લાંબાવવામાં જરા પણ પાછી પાની ન કરે. જૈન ધર્મ પ્રત્યે અપ્રતિમ અનુરાગ તથા શ્રદ્ધા હોવા છતાં અન્ય ધર્મ કે સંપ્રદાય પ્રત્યે લેશ પણ અનાદર ન ચિત્તવે–આ તેમનામાં રહેલાં અખૂટ સૌહાર્દનાં જ વ્યક્તિ સ્વરૂપો હતાં. અવિરત પરિશ્રમ લેવાની તાકાત એ જ તેમના જીવનની સફળતાની મોટામાં મોટી ચાવી હતી. ૬૯મા વર્ષે મોટી માંદગી આવી તે પહેલાં થાક શું ને તેમણે કદી જાયું ન હતું. કોઈ પણ બાબતમાં પાછળ રહી જવું તેમને પરવડતું જ નહિ. તેમનો બીજો એક અનુકરણ યોગ્ય ગુણ નમ્રતા હતો. તેમને જયારે કોઈ પણ વર્ગની કે સંસ્થાની નેતાગીરી સોંપાતી ત્યારે તેને તેઓ પૂરી દક્ષતા અને અપૂર્તા કાર્યશક્તિ દ્વારા શોભાવતા. તેમના ભાગે જયારે કોઈના અનુયાયી બનવાનું આવતું તો તે અનુયાથીધર્મને પણ એવી જ વફાદારી અને કાર્યનિષ્ઠાથી તેમણે સાર્થક કર્યો હતો. તેમણે કોઈની પાછળ ચાલવામાં કદી નાનમ અનુભવી નહોતી. જેમાં જેની વિરોષતા જણાતી ત્યાં તે વિશેષતાને તેમણે આદરપૂર્વક સ્વીકારી હતી. આમ, કર્મયોગ અને જ્ઞાનયોગ બંને દિશાએ અનેક પ્રવૃત્તિઓથી ભરેલું. સેવામાર્ગે વિચરતા સૌ કોઈને અનુકરણ કરવા યોગ્ય, વ્યવહાર અને આદર્શનો સુંદર સમન્વય રજૂ કરતું લાંબું જીવન વટાવીને તેઓ આજે અન્ય લોક પ્રતિ સિધાવ્યા છે અને ચિરસ્મરણીય સુવાસ મૂકતા ગયા છે. સામાન્ય સંયોગોમાંથી એકસરખી ધર્મનિષ્ઠાપૂર્વક આગળ વધતાં વધતાં એક માનવી, જીવનના અંતે સંચિત સેવાકાર્યોનો કેટલો મોટો સરવાળો મૂકી જઈ શકે છે તેનો શ્રી મોતીચંદભાઈના જીવન ઉપર નજર કરતાં ખ્યાલ આવે છે, અને તેમાંથી આપણને અનેક પ્રેરણા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org